એ વાત નિર્વિવાદ છે કે બે જણ કે એક સ્ત્રી અને પુરુષને આજીવન સાથે રહેવા માટે સૌથી વધુ કોઈની જરૂર હોય તો એકબીજા પ્રત્યેનો પ્રેમ, સન્માન અને એકબીજાની દરકારની જરૂર હોય છે. ગમે તેટલી કુંડળી મેળવો કે ગૂણ મેળવો જો એકબીજાની ભાવનાઓની કદર જ ન હોય તો સંબંધો ટકતા નથી અને જો ટકે તો તેમાં એકને અન્યાય થતો હોય છે અથવા બન્ને દુઃખી રહીને સંબંધોનો બોજ વેઠતા હોય તેવી સ્થિતિ ઊભી થતી હોય છે. તમે ઘણીવાર જોયું હશે કે બે સારાં
અને સમજદાર સ્ત્રી-પુરુષ લાંબો સમય સાથે રહી શકતા નથી અથવા સંબંધો સંભાળી શકતા નથી. આનું એક કારણ તેમના ગ્રહો અને તેમના ગ્રહોની તેમની રાશિ (Rashi) પર થતી અસર પણ હોય છે.
એક અક્ષરથી શરૂ થતાં બે લોકોમાં ભલે ફરક જણાતો હોય, પણ તેમની રાશિની અસર તેમના જીવન અને વ્યક્તિત્વ પર થતી હોય છે. આથી જ્યોતિષી (astrology) ના કહેવા પ્રમાણે જો છોકરા-છોકરીની રાશિનો પણ મેળ કરવામાં આવે તો પ્રેમ બરકરાર રહે છે અને સંબંધ વધારે ખિલે છે. ફેબ્રુઆરી મહિનો ચાલુ થઈ ગયો છે અને આ મહિનો પ્રેમનો મહિનો છે.
સાથે લગ્ન-વેવિશાળની પણ સિઝન ફૂલીફાલી છે તો ચાલો જાણી લઈએ તમારા દીકરા માટે કઈ રાશિની વહુ પસંદ કરશો. અહીં જે મુખ્ય રાશિ આપી છે તે યુવકની આપી છે અને સામે જે વિકલ્પો આપ્યા છે તે રાશિની વહુ સાથે યુવકનું પ્રેમજીવન કે લગ્નજીવન વધારે સારી રીતે પસાર થઈ શકે તેમ છે.
એટલે કે જો યુવક મેષ રાશિ એટલે કે અ,લ,ઈ પરથી નામ ધરાવતો હોય તો તેની માટે મેષ, મિથુન, કર્ક, તુલા, મકર કે કુંભ રાશિની યુવતીઓ સારી પાર્ટનર બની શકે છે. તો જોઈ લો તમારી રાશિ માટે કઈ રાશિની છોકરી બની શકે છે પરફેક્ટ મેચ.
મેષ – મેષ, મિથુન, કર્ક, તુલા, મકર, કુંભ
વૃષભ – વૃષભ, કર્ક, સિંહ, વૃશ્ચિક, કુંભ, મીન
મિથુન – મિથુન, મેષ, સિંહ, કન્યા, ધનુ, મીન
કર્ક રાશિ – કર્ક, મેષ, વૃષભ, કન્યા, તુલા, મકર
સિંહ – સિંહ, વૃષભ, મિથુન, તુલા, વૃશ્ચિક, કુંભ
કન્યા – કન્યા, મિથુન, કર્ક, વૃશ્ચિક, ધનુ, મીન
તુલા – તુલા, મેષ, કર્ક, સિંહ, ધનુ, મકર
વૃશ્ચિક રાશિના ચિહ્નો – વૃશ્ચિક, વૃષભ, સિંહ, કન્યા, મકર, કુંભ
ધનુરાશિ – ધનુરાશિ, મિથુન, કન્યા, તુલા, કુંભ, મીન
મકર – મકર, મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક, મીન
કુંભ – કુંભ, મેષ, વૃષભ, સિંહ, વૃશ્ચિક, ધનુ.
મીન – મીન, વૃષભ, મિથુન, કન્યા, ધનુ, મકર