અલૌકિક દર્શનઃ ચેતનાની ગતિ થાય ત્યારે ચિત્ત આકાશ જેવું વિશુદ્ધ્ર બની જાય છે…

- ભાણદેવ
हृदयेचित्तसंवित् | (યો. સૂ. 3, 34)
‘હૃદયકેન્દ્રમાં સંયમ કરવાથી ચિત્તનું જ્ઞાન થાય છે.’
આ કેન્દ્ર અંત: કરણનું મુખ્યસ્થાન છે. અનાહત ધ્વનિ આ ચક્રમાંથી ઉત્પન્ન થાય છે તેથી તેને અનાહત ચક્ર કહે છે. આ ચક્રમાં ઉત્પન્ન થનાર અનાહત ધ્વનિ જ શબ્દ બ્રહ્મ છે, જે પરબ્રહ્મ સુધી દોરી જાય છે. ભાવમાર્ગના સાધકો માટે આ સૌથી મહત્ત્વનું કેન્દ્ર છે કારણ કે આ હત્કેન્દ્ર ભાગનું અધિષ્ઠાન છે.
- વિશુદ્ધ ચક્ર
(1) ચક્રસ્થાન- આ ચક્રનું સ્થાન કંઠમાં છે.
(2) આકૃતિ – ધૂંધળા પ્રકાશથી પ્રકાશિત 16 પાંખડીઓવાળા કમળ જેવી આકૃતિ છે.
(3) વર્ણ – આ દરેક પાંખડીઓ પર અનુક્રમે उ, ऊ, ऋ, ॠ , ल, ल, ए, ऐ, ओ, औ, अं, अः – આ સોળ અક્ષરો લખાયેલા છે.
(4) તત્ત્વાન – વિવિધરંગી ગોળ આકૃતિવાળા આકાશતત્ત્વનું મુખ્ય સ્થાન છે.
(5) તત્ત્વબીજ – તત્ત્વબીજ ‘વ’ છે.
(6) તત્ત્વબીજની ગીત – હાથીની જેમ ધુમાવયુક્ત ગતિ છે.
(7) ગુણ – ‘શબ્દ’ ગુણ છે.
(8) વાયુસ્થાન – ઉદાનવાયુનું સ્થાન છે.
(9) જ્ઞાનેન્દ્રિય – શબ્દ તન્માત્રાથી ઉત્પન્ન થયેલ શ્રવણેન્દ્રિયનું સ્થાન છે.
(10) કર્મેન્દ્રિય – આકાશ તત્ત્વથી ઉત્પન્ન થયેલ ‘વાણી’નું સ્થાન છે.
(11) લોક – આ ઘર્ણીં લોક છે.
(12) તત્ત્વબીજનું વાહન – જેના પર પ્રકાશદેવતા આરુઢ થયા છે તે હાથી વાહન છે.
(13) અધિપતિ દેવતા – પાંચમુખવાળા સદાશિવ પોતાની શક્તિ ચતુર્ભુજ શાકિની સાથે અધિપતિ દેવતા છે.
(14) યંત્ર- પૂર્ણચંદ્ર સમાન ગોળાકાર આકાશ મંડલ યંત્ર છે.
(15) ચક્ર પર ધ્યાનનું ફળ-શાંતચિત્ત, શોકમુક્ત, દીર્ઘજીવી, કવિ, મહાજ્ઞાની, થવાનું ફળ આ ચક્ર પરના ધ્યાનથી પ્રાપ્ત થાય છે.
આ સ્થાન પર ચેતનાની ગતિ થાય ત્યારે ચિત્ત આકાશ જેવું વિશુદ્ધ્ર બની જાય છે તેથી તેને વિશુદ્ધ ચક્ર કહેવામાં આવે છે. - આજ્ઞા ચક
(1) ચક્રસ્થાન – બંને ભમરોની વચ્ચે, કપાળમાં આ ચક્રનું સ્થાન છે.
(2) આકૃતિ – શ્ર્વેત પ્રકાશથી પ્રકાશિત બે પાંખડીઓવાળા કમળ સમાન આકૃતિ છે.
(3) વર્ણ – બંને પાંખડીઓ પર અનુક્રમે ર્વૈઅને ર્ષૈ અક્ષરો લખેલા છે.
(4) તત્ત્વ – લિંગાકાર મહત્ત્વ છે.
(5) તત્ત્વબીજ – અળજ્ઞરૂપ તત્ત્વબીજ છે.
(6) તત્ત્વબીજની ગતિ-તત્ત્વબીજની ગતિ નાદ સ્વરૂપિણી છે.
(7) લોક – ટર્ક્ષીં લોક છે.
(8) તત્ત્વબીજનું વાહન – નાદ, જેના પર લિંગ દેવતા છે, તે તત્ત્વબીજનું વાહન છે.
(9) અધિપતિ દેવતા – જ્ઞાનદાતા શિવ પોતાની ચતુર્ભુજા ષડાનના હાકિની શક્તિ સાથે અધિપતિ દેવતા છે.
(10) યંત્ર – લિંગાકાર છે.
(11) ચક્રધ્યાનનું ફળ – ભિન્ન ભિન્ન ચક્રોમાં ધ્યાનથી જે ફળ મળે છે તે બધું ફળ આશાચક્રના ધ્યાનથી મળે છે.
આ સ્થાનમાં પ્રાણ અને ચિત્ત સ્થિર થવાની સંપ્રજ્ઞાત સમાધિની પ્રાપ્તિ થાય છે. મૂલાધારથી છૂટી પડીને નીકળેલી ઈડા, પિંગલા અને સુષુમ્ણા આ સ્થાન પર મળે છે તેથી તેને યુક્તત્રિવેણી કહે છે. ઈડાને ગંગા, પિંગલાને યમુના અને સુષુમ્ણાને સરસ્વતી ગણવામાં આવે છે. આજ્ઞા ચક્રને ત્રિવેણીસંગમ ગણીને તીર્થરાજ કે પ્રયાગરાજ નામ આપવામાં આવે છે. આ સ્થાનમાં સ્નાન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે. આ આજ્ઞા ચક્રને જ શિવનેત્ર-દિવ્યદૃષ્ટિનું સ્થાન ગણવામાં આવે છે. - સહસ્ત્રાર ચક્ર
(1) ચક્રસ્થાન- મસ્તકમાં તાલુની ઉપર આ ચક્રનું સ્થાન છે.
(2) આકૃતિ – વિવિધ રંગના પ્રકાશથી યુક્ત રાહસ્ત્ર પાંખડીઓવાળા કમળ જેવી આકૃતિ છે.
(3) વર્ણ – આ સહસ્ત્ર પાંખડીઓ પર અ થી ષ સુધીના પચાસ અક્ષરો વીસવાર લખેલા છે.
(4) તત્ત્વ – આ ચક્ર તત્ત્વાતીત છે.
(5) તત્ત્વબીજ – વિસર્ગ છે.
(6) તત્ત્વબીજની ગતિ – બિંદુ છે.
(7) લોક – સત્ય છે.
(8) તત્ત્વબીજ વાહન – બિંદુ છે.
(9) અધિપતિ દેવતા – પરબ્રહ્મ પોતાની મહાશક્તિ સાથે અધિપતિ દેવતા છે.
(10) યંત્ર – પૂર્ણચંદ્ર શુભ્રવર્ણયુક્ત.
(11) ચક્રધ્યાનનું ફળ – અમરત્વ, મુક્તિ.
આ સ્થાનમાં પ્રાણ અને મન સ્થિર થવાથી સર્વવૃત્તિઓના નિરોધરૂપ અસંપ્રજ્ઞાત સમાધિની પ્રાપ્તિ થાય છે.
કેટલાક અન્ય ચક્રો:
પ્રાણતોષિણી તંત્રમાં, મસ્તકમાં બીજા બે ચક્રો હોવાનું બતાવવામાં આવ્યું છે. 64 પાંખડીઓવાળું લલના ચક્ર તાલુમાં છે અને 100 પાંખડીઓવાળું ગુરુ ચક્ર, લલના ચક્ર અને સહસ્ત્રાર ચક્રની વચ્ચે છે. આ ઉપરાંત, અનાહત ચક્રની બાજુમાં ‘માનસ ચક્ર’ નામનું આઠ પાંખડીવાળું ચક્ર હોવાનું વર્ણન પણ મળે છે.
કોઈક કોઈક ગ્રંથોમાં મણિપુર પાસે ‘સૂર્ય ચક્ર’ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. આ બધા ચક્રોમાં જીવાત્માનું સ્થાન ક્યાં છે?
જાગૃત અવસ્થા દરમિયાન જવાત્મા બાહ્ય ઈંદ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરે છે. બાહ્ય ઈંદ્રિયોમાં નેત્ર પ્રધાન છે તેથી ઉપનિષદમાં, જાગૃત અવસ્થા દરમિયાન જીવાત્માનું સ્થાન નેત્રમાં બતાવવામાં આવેલ છે.
य एषोडक्षिणि पुरुषो दृश्यत एव आत्मेति॥
‘આ જે આંખમાં પુરુષ દેખાય છે, તે આત્મા છે.’
અહીં આંખ દ્વારા ઉપલક્ષણથી સર્વ ઈંદ્રિયો કહેવામાં આવેલ છે, એમ સમજવું જોઈએ.
સ્વપ્નાવસ્થામાં જીવાત્માનું સ્થાન કંઠ બતાવવામાં આવે. જાગૃત અવસ્થામાં જે પદાર્થોનું દર્શન કે ભોગ થાય તેના સંસ્કારો કંઠસ્થ હિતા નાડીમાં રહે છે. સ્વપ્નાવસ્થામાં આ સંસ્કારો જાગૃત થાય છે. તેથી જીવાત્માનું સ્થાન એ અવસ્થામાં કંઠસ્થ હિતા નાડી ગણાય છે. સુષુપ્તિ અવસ્થામાં જીવાત્માનું સ્થાન હૃદય કેન્દ્ર બતાવવામાં આવે છે. (ક્રમશ:)
આપણ વાંચો: શિવ રહસ્યઃ મૃત્યુ બાદ મારા શરીર પરના ગજ ચર્મને આપ એક વખત ધારણ કરો ને તમારા ચરણોમાં શરણું આપો