ભારતના આ મંદિરના ત્રીજા પગથિયા પર પગ મૂકવાની છે મનાઈ, જો પગ મૂક્યો તો…
ભારતો એ શ્રદ્ધા અને મંદિરોનો દેશ છે. અહીં હજારો-લાખો મંદિરો આવેલા છે અને દરેક મંદિર સાથે અલગ અલગ દંતકથાઓ જોડાયેલી હોય છે. આજે અમે અહીં તમારા માટે આવા જ એક મંદિરની દંતકથા વિશેની માહિતી લઈને આવ્યા છીએ. અમે જે મંદિરની વાત કરવા જઈ રહ્યા છીએ એ મંદિરના ત્રીજા પગથિયા પર પગ મૂકવાની મનાઈ ફરવામાં આવી છે. આ મંદિરના ત્રીજા પગથિયા પર મૂકનાર મુશ્કેલીમાં પડી જાય છે… આવો જોઈએ ક્યાં આવેલું છે આ મંદિર અને આખરે એવું તે શું કારણ છે કે આ મંદિરના ત્રીજા પગથિયા પર પગ મૂકવાની મનાઈ ફરમાવવામાં આવી છે…
અમે જે મંદિરની વાત કરી રહ્યા છે એ ભારતના ઓડિસા રાજ્યના કિનારાના શહેર પૂરીમાં આવેલું જગન્નાથ મંદિર છે… આ મંદિર ભગવાન જગન્નાથ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. શ્રીકૃષ્ણ ભગવાનની આ નગરીને જગન્નાથપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર હિંદુઓના ચાર ધામ બદરીનાથ, રામેશ્વરમ, દ્વારકા અને જગન્નાથપુરીમાંથી એક છે. આ મંદિર વિશેની અનેક માન્યતાઓ અને રહસ્યો માટે પ્રખ્યાત છે આજે પણ આ મંદિરમાં અનેક એવા ચમત્કાર થાય છે જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી હોતો… આજે અમે અહીં તમને મંદિરની આવી જ એક માહિતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ…
પુરાણોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જગન્નાથનો ધરતીનો સ્વર્ગ અને વૈકુંઠ ધામ માનવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શન માત્રથી જ ભક્તોની મનોકામનાઓ પૂરી થઈ જાય છે અને પાપ ધોવાઈ જાય છે. એમ તો દરેક મંદિરના પોતાના રહસ્ય હોય છે અને આપણામાંથી ઘણા લોકો જગન્નાથ મંદિરના ત્રીજી પગથિયાના રહસ્ય વિશે નહીં જ જાણતા હોવ… આજે એના વિશે જાણીએ…
એક પૌરાણિક કથા અનુસાર એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથના દર્શન બાદ જ લોકોને એમના પાપોમાંથી મુક્તિ મળવા લાગી આ જોઈને યમરાજ ભગવાન જગન્નાથ પાસે ગયા અને તેમણે કહ્યું કે હે ભગવાન તમે તો લોકોને પાપમુક્ત થવાનો ખૂબ જ સરળ ઉપાય જણાવ્યો છે. તમારા દર્શનથી જ લોકોના પાર ધોવાઈ જાય છે અને કોઈ પણ યમલોક નથી આવતું.
યમરાજની આ ફરિયાદ સાંભળીને જ યમરાજને જણાવ્યું કે તમે મંદિરના મુખ્ય દ્વાર પરના ત્રીજા પગથિયા પર સ્થાન ગ્રહણ કરો અને એ યમશિલા તરીકે ઓળખાશે. જે કોઈ પણ મારા દર્શન કર્યા બાદ આ પગથિયા પર પગ મૂકશે તેના બધા પુણ્ય જોવાઈ જશે અને તે યમલોક આવશે.
જગન્નાથ મંદિરના મુખ્ય દ્વારથી પ્રવેશ કરતી વખતે નીચેથી ત્રીજા પગથિયા પર યમશિલા આજે પણ છે. દર્શન માટે મંદિરમાં પ્રવેશ કરતી વખતે પગ પગથિયા પર રાખવા પડશે પરંતુ દર્શન કરીને પાછા ફરતી વખતે ત્રીજા પગથિયા પર પગ નહી મૂકવાની સલાહ આપવામાં આવે છે. આ પગથિયું કઈ રીતે ઓળખશો એના વિશે વાત કરીએ તો આ પગથિયાનો રંગ કાળો છે અને તે બાકીના પગથિયા કરતાં એકદમ અલગ છે. જગન્નાથપુરી મંદિરમાં કુલ 22 પગથિયા છે અને એમાંથી આ ત્રીજા પગથિયાનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. આજે પણ લોકો આ પગથિયા પર પગ મૂકવાનું ટાળે છે…