ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ નહીં જોતા ચંદ્ર, જાણો કારણ અને ઉપાય…

આજે એટલે કે 07 સપ્ટેમ્બરે દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હિંદુ માન્યતાઓ અનુસાર, ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રનું દર્શન કરવું શુભ માનવામાં આવતું નથી.આ દિવસે જો કોઇએ ભૂલેચૂકે પણ ચંદ્રમાના દર્શન કર્યા તો તેના માથે આળ આવે છે અને વ્યક્તિ ખોટા આરોપમાં ફસાઈ શકે છે. તેને સમાજમાં તિરસ્કાર અને અપમાનનો સામનો કરવો પડે છે. તેનું વ્યક્તિત્વ અને છબી કલંકિત થઈ જાય છે. તેથી આ દિવસને ‘કલંક ચતુર્થી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી જ ગણેશ ચતુર્થી પર ચંદ્ર જોવાની મનાઈ છે.

આ પણ વાંચો : મુંબઈ બનશે ગણરાયામય: ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજથી ગણેશોત્સવનો શુભારંભ

પૌરાણિક માન્યતાઓ અનુસાર એક વખત ભગવાન ગણેશ તેમના વાહન મુશકરાજ પર સવાર થઈને ફરવા નીકળ્યા હતા. આ દરમિયાન મુશકરાજ કોઈ વસ્તુ સાથે અથડાઈ પડ્યા, જેના કારણે ગણેશજી પોતાનું સંતુલન ગુમાવી બેઠા અને નીચે પડી ગયા. ચંદ્ર આ બધી ઘટના જોઈ રહ્યો હતો અને તે ગણેશજી પર હસવા લાગ્યો. ત્યારે ભગવાન શ્રી ગણેશે ચંદ્રને શ્રાપ આપ્યો કે જે કોઈ તમને ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી પર જોશે, તો તેને કોઈપણ ખોટા આરોપ અથવા કોઈપણ કલંકનો સામનો કરવો પડશે. ત્યારથી આ દિવસે ચંદ્રનું દર્શન કરવું શુભ માનવામાં આવતું નથી. એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણએ પણ આકસ્મિક રીતે ગણેશ ચોથ પર ચંદ્ર જોયો હતો, અને તેમના પર સ્યામંતક રત્ન ચોરી કરવાનો આરોપ આવ્યો હતો.
જો તમને ગણેશ ચતુર્થીના દિવસે આકસ્મિક રીતે ચંદ્ર દેખાય તો દોષથી બચવા માટે તમારે ભગવાન ગણેશનું વ્રત રાખવું જોઈએ. આ સાથે તમારી ક્ષમતા મુજબ ફળ અથવા સોનું-ચાંદી વગેરે જરૂરિયાતમંદ અને ગરીબોને દાન કરો. તેનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થશે અને તમે ખોટા કલંકથી બચી શકશો.

આ પણ વાંચો : Anant Ambani અને Lalbaugh Cha Raja વચ્ચે છે આ ખાસ કનેક્શન…

આ ઉપરાંત ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી ચંદ્ર દેખાય તો ‘સિંહો પ્રસેનમવધિતસિંહો જામ્બાવતા હતઃ’. સુકુમારક મરોદિસ્તવ હ્યેશ સ્યામન્તકરઃ ॥’ મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી ચંદ્ર દર્શનનો દોષ દૂર થાય છે.
ગણેશ ચતુર્થીના દિવસે જો તમે આકસ્મિક રીતે ચંદ્ર જોઇ લીધો હોય તો તે જ સમયે કેળા, દાડમ, નાસપતી, સફરજન વગેરે કોઈપણ પાંચ ફળ લઇ ભગવાન ગણેશની પૂજા કરો. 5 જુદાજુદા ફળોથી ગણેશજીની પૂજા કરવાથી ચંદ્રદર્શનના દોષમાંથી રાહત મળે છે.

આ પણ વાંચો : વિસર્જન બાદ ગણપતિની મૂર્તિનો ફોટો લેશો તો….. પોલીસનો આદેશ…

આ ઉપરાંત એમ પણ માનવામાં આવે છે કે જો ચોથના દિવસે ચંદ્ર જોઇ લીધો તો ઉપાય તરીકે તમે ત્યાર પછી આવનારી બીજના દિવસે ચંદ્રના દર્શન કરો છો તો તમને ચંદ્રદર્શનના દોષમાંથી રાહત મળે છે. એમ પણ માનવામાં આવે છે કે ચંદ્ર જોયા પછી તે જ દિવસે ગણેશ ચતુર્થીની પૂજા કરીને ભગવાન ગણેશને 21 દુર્વા અર્પણ કરવાથી પણ ચંદ્રદર્શનના દોષમાંથી મુક્તિ મળે છે. ચંદ્રદોષમાંથી મુક્ત થવાનો આ શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button