શિવ રહસ્ય : દુષ્ટ શક્તિઓના વિનાશ માટે હું હંમેશાં તૈયાર છું

ભરત પટેલ
ભગવાન શિવ અને માતા પાર્વતી નીલાંકર અને નીલાને આશીર્વાદ આપી કૈલાસ તરફ પ્રયાણ કરે છે. કૈલાસ પહોંચતાં જ જુએ છે કે દેવર્ષિ નારદ ત્યાં પહેલેથી જ ઉપસ્થિત છે. ભગવાન શિવને જોઈ દેવર્ષિ નારદ કહે છે, ‘પ્રભુ, ઘણા સમયે કૈલાસ તરફ આવી રહ્યો હતો આકાશ માર્ગે મેં અસુરગુરુ શુક્રાચાર્યને જોયા. તેઓ કોઈક વિમાસણમાં હોય એવું લાગે છે. તેમની મન:સ્થિતિ બરાબર લાગતી નથી. તેઓ પોતાના જ આશ્રમમાં દિગ્મૂઢ થઈ અહીં તહીં ફેરા મારી રહ્યા છે.
મેં વિચાર્યું કે શુક્રાચાર્ય મારી અન્ય કોઈની વાત સાંભળશે કે માનશે નહીં, એ તમારા પરમ ભક્ત પણ છે. શું તમે એમને સહાય નહીં કરો…’ ભગવાન શિવ તેમને કહે છે, ‘દેવર્ષિ શું તમારે અસુરગુરુ શુક્રાચાર્યને મળીને તેમને સાંત્વન આપવું ન જોઈએ?’ ભગવાન શિવની ઇચ્છાને માન આપી દેવર્ષિ કહે છે, ‘પ્રભુ જેવી તમારી ઇચ્છા. હું કોશિશ કરીશ કે શુક્રાચાર્ય ફરી તેમની દૈનિક કાર્યશૈલીમાં પરોવાઈ જાય.’ સામે પક્ષે થાકી હારેલા અસુર ગુરુ શુક્રાચાર્ય વિચારે છે કે, ‘હું દૈત્યગુરુ હોવા છતાં અસુરો માટે કંઈ કરી શક્યો નથી. મારા માર્ગદર્શન અને આશીર્વાદ મેળવીને અસુર સમ્રાટો પોતાનું સામ્રાજ્ય વિસ્તારી શક્યાં નથી અને અંતે તેમનો વધ પણ રોકી શક્યો નથી, હું પૂર્ણપણે નાકામ છું, મારું જીવન નકામું છે, આ નકામા જીવનના શરીરનો ત્યાગ કરવો આવશ્યક છે.
આ પણ વાંચો : શિવ રહસ્ય : તારા થૂંકને શું ગંગાજળ જેવું પવિત્ર માને છે કે ઊભા થવાની તસ્દી પણ ન લીધી?
’ આવું વિચારી રહેલા અસુેરગુરુ શુક્રાચાર્ય પોતાના યજ્ઞ કુંડમાં આહુતિ આપી અગ્નિને પ્રજ્વલિત કરે છે અને પોતાના શરીરને ભસ્મ કરવા યજ્ઞકુંડમાં કૂદકો મારવા તૈયાર થાય છે. આવી પહોંચેલા દેવર્ષિ નારદ કહે છે, ‘હે દૈત્યગુરુ શુક્રાચાર્ય આપ આવો અનર્થ ના કરો. સપ્તઋષિમાં શ્રેષ્ઠ ભૃગુઋષિના પુત્ર શુક્રાચાર્ય શું તમને ખબર નથી કે અગ્નિના માધ્યમથી મૃત્યુને પ્રાપ્ત કરી શું તમે અગ્નિના મૂળ સ્વરૂપને બદલી નાખવા માંગો છો? સામે અસુરગુરુ શુક્રાચાર્ય કહે છે, ‘હું દૈત્યોના ઉદ્ધાર માટે કંઈ ન કરી શકું તો મારા જીવનનો ઉદ્દેશ શું? કોઈ માર્ગ દેખાતો નથી. હું શું કરું? બધું સમાપ્ત થઈ ગયું છે.
’ તેમને સમજાવતાં દેવર્ષિ નારદ કહે છે, ‘હે શુક્રાચાર્ય, જો બધું સમાપ્ત થઈ ગયું હોય, કોઈ માર્ગ દેખાતો ન હોય તો ફક્ત એક કર્મ શેષ રહી જાય છે અને એ છે ભગવાન શિવની શરણમાં જાઓ.’ અસુરગુરુ શુક્રાચાર્ય તેમને પૂછે છે, ‘તમે દેવર્ષિ થઈને દૈત્યોના કલ્યાણની વાત કરો છો?’ દેવર્ષિ નારદ તેમને કહે છે, ‘હું પોતાને દેવર્ષિ માનતો જ્ નથી અને જે દિવસે હું પોતાને દેવોના ઋષિ તરીકે માનીશ એ દિવસથી મને પણ અભિમાન આવી જશે. હું મારા હરિથી દૂર થઈ જઇશ.’
આ પણ વાંચો : શિવ રહસ્ય : કામ્યાખ વનમાં જે યુગલ તપસ્યા કરશે તેમની દરેક મનોકામના પૂર્ણ થશે…
અસુરગુરુ શુક્રાચાર્ય: ‘તમે કોણ છો? એ બાબતે હું હંમેશાં તમને ઓળખવામાં ભૂલ કરું છું. દેવર્ષિ મને માફ કરો.’
દેવર્ષિ નારદ: ‘શુક્રાચાર્ય તમે તો વંદનના અધિકારી છો, હું કંઈ જ નથી, હું ફક્ત પરમપિતા બ્રહ્માજીનો માનસપુત્ર, મારા આરાધ્ય શ્રીહરિ વિષ્ણુનો ભક્ત અને દેવાધિદેવ ભગવાન શિવનો અનુચર છું. આ ત્રિદેવોના આદેશનું પાલન કરવું જ મારા જીવનનો ઉદ્દેશ છે. તમારા જીવનનો ઉદ્ધાર ભગવાન શિવ દ્વારા જ શક્ય છે.’આટલું કહી દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લે છે.
કૈલાસ ખાતે માતા પાર્વતી ભગવાન શિવની પૂજા અર્ચના માટે પધારે છે. ભગવાન શિવને જોઈ માતા હર્ષ અનુભવે છે.
માતા પાર્વતી: ‘સ્વામિ તમે જ્યારે જ્યારે આ ગજચર્મ ધારણ કરો છો ત્યારે ખૂબ જ આકર્ષક લાગો છો, અને પુત્ર ગણેશની યાદ આવે છે.’
માતા પાર્વતી દ્વારા ભગવાન ગણેશને યાદ કરાતાં ભગવાન ગણેશ ત્યાં પ્રગટ થાય છે.
આ પણ વાંચો : શિવ રહસ્ય : જનક આદરણીય હોય છે ને જનકને દંડ આપી શકાતો નથી
માતા પાર્વતી: ‘તમારા પિતાએ ગજચર્મ ધારણ કર્યું ત્યારે તમે કેમ અહીં ઉપસ્થિત નહોતા.’
ભગવાન ગણેશ: ‘માતા મારે ઉપસ્થિત ત્યારે જ થવાનું છે જ્યારે તમે બંને મને યાદ કરો. તમે બંનેએ મને યાદ કર્યો હું હાજર છું. બોલો તમારી શું સેવા કરું?’
માતા પાર્વતી: ‘ગણેશ, મારી પુત્રવધૂઓ સિદ્ધિ અને બુદ્ધિ કુશળ તો છે ને? ઘણા સમયથી તેઓ કૈલાસ નથી આવ્યા. તેઓને તમારા કારણે કોઈ કષ્ટ તો નથી ને?’
ભગવાન શિવ: ‘દેવી તમે કેવો પ્રશ્ર્ન પૂછી રહ્યા છો? પતિના કારણે કોઈ પત્નીને કષ્ટ પડી શકે? અને એ પણ ગણેશ જેવા ચતુર અને મહાન પતિથી.’
આ પણ વાંચો : શિવ રહસ્ય : દેવર્ષિ હું વરદાની છું મને સમજાવવાની કોશિશ ના કરો, પિતાની હત્યાનો બદલો અવશ્ય લઈશ!
ભગવાન ગણેશ: ‘હું મારા ભક્તોને તેમની ભક્તિના ફળ આપવા ઘણીવાર ગણેશ લોકથી બહાર રહું છું, એ સમયે સિદ્ધિ અને બુદ્ધિ વ્યાકુળ રહે છે. એક વખત તેમણે માતાને પણ આ બાબતે કહ્યું હતું, તેથી માતા તેમની ચિંતા કરે એ સ્વાભાવિક છે.’
ભગવાન શિવ: ‘ગણેશ જવાબદારી મળવી અને તેની સંભાળવી બહુ મુશ્કેલ છે. આ બંને વચ્ચે સંતુલન મેળવનાર વ્યક્તિ પૂજનીય હોય છે.’
માતા પાર્વતી: ‘ગણેશ શું તમે સિદ્ધિ અને બુદ્ધિને પ્રસન્ન કરવા ગણેશ લોકમાં જ રહો છો?’
ભગવાન ગણેશ: ‘હાં માતા, તેમને પ્રસન્ન કરવાના ચક્કરમાં મારા ભક્તોની સંખ્યા ઘટી રહી છે.’
આ પણ વાંચો : શિવ રહસ્ય : પ્રભુ તમે વરદાન આપવા જ માગતા હોવ તો મને પુનર્જન્મના ભયથી મુક્ત કરો
ભગવાન શિવ: ‘ગણેશ દરેકે સમજવું જોઈએ કે લગ્ન બાદ નવા સંબંધમાં જોડાવું એ યોગ્ય છે પણ જૂના સંબંધો ભૂલી જવા યોગ્ય નથી. ભક્તો બહુ શંકાળુ હોય છે તેઓ ઇચ્છે છે કે તેમના આરાધ્ય એક જ બૂમમાં તેમની પાસે પહોંચી જાય. ઘણીવાર આરાધ્ય જલ્દી દર્શન ન દેતાં તેઓ ચિંતામાં ઘેરાઈ જાય છે. તમારા ભક્તોને શંકા અને ચિંતાથી દૂર કરો. તમે પ્રથમ પૂજય છો તમારા ભક્તો પ્રત્યેની જવાબદારી કોઈપણ દેવતાથી વધુ છે.’
ભગવાન ગણેશ: ‘આપના માર્ગદર્શનથી હું સંતુષ્ટ છું. દરેક ભક્તો સાથે હું મધુર સંબંધ સ્થાપિત કરીશ.’
માતા પાર્વતી: ‘ગણેશ, તમે દરેક ક્ષેત્રે સફળ થાઓ એવા મારા આશીર્વાદ.’
એ જ સમયે અસુરગુરુ શુક્રાચાર્ય ત્યાં પધારે છે.
આ પણ વાંચો : શિવ રહસ્ય : તારું કહેવું કેમ માની શકાય કે આ ગંગાજળ છે?
અસુરગુરુ શુક્રાચાર્ય : ‘રક્ષા કરો પ્રભુ, રક્ષા કરો.’
ભગવાન શિવ: ‘શુક્રાચાર્ય ધીરજ ધરો, તમે પર્વત સમાન અટલ રહેવા સક્ષમ છો.’
અસુરગુરુ શુક્રાચાર્ય : ‘પ્રભુ તમે કૃપાનિધાન અને દયાળુ છો, આત્મહત્યા કરવા જઈ રહેલા આ મૂર્ખને માર્ગદર્શન આપવા તમે દેવર્ષિ નારદને મોકલ્યા, હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. તમારો આભાર વ્યક્ત કરવા હું અહીં આવ્યો છું.’
ભગવાન શિવ: ‘તમારી ઉપસ્થિતિનો ઉદ્દેશ હું સારી રીતે જાણું છું. જીવમાત્રના આરાધ્ય હોવાને નાતે સંકટમાં પડેલી દૈત્યજાતિના ઉત્થાન માટે હું આશ્ર્વાસન આપું છું.’
આ પણ વાંચો : શિવ રહસ્ય : હે સૂર્ય! તમે આટલા જ્ઞાની હોવા છતાં આવું આચરણ કઈ રીતે કરી શકો?
અસુરગુરુ શુક્રાચાર્ય : ‘દેવાધિ દેવ મહાદેવ, તમારી ઇચ્છા સિવાય ત્રણે લોકોમાં એક પત્તું પણ હલતું નથી. મહાદેવ તમે તો જાણો જ છો કે દૈત્ય જાતિના ઉત્થાન સિવાય મારું જીવન વ્યર્થ છે.’
ભગવાન શિવ: ‘દૈત્ય જાતિનું ઉત્થાન તમારા જ હાથમાં છે શુક્રાચાર્ય. હું તમને આશ્ર્વાસન આપું છું કે તમે હવે જે દૈત્યને દૈત્યજાતિના ઉત્થાન માટે પ્રેરિત કરશો તેનો વધ હું નહીં કરું.’
અસુરગુરુ શુક્રાચાર્ય : ‘એટલે પ્રભુ તમારી ઇચ્છા ગણેશ દ્વારા દૈત્યોનો વિનાશ કરવાની છે, તેમને કહો કે દૈત્યોને પણ જીવવાનો અધિકાર છે.’
ભગવાન ગણેશ: ‘પિતાશ્રી તમે શુક્રાચાર્યને ચેતવણી આપી જ રાખો કે, તમે દૈત્યોને નીતિ અને ન્યાયનું જ્ઞાન આપો જેથી તેઓ નીતિથી વિમુખ થઈ અન્યાય ન કરે. સંસારમાં અરાજકતા ફેલાવનાર દુષ્ટ શક્તિઓના વિનાશ માટે હું હંમેશાં તૈયાર છું.’
ભગવાન શિવ: ‘જાઓ શુક્રાચાર્ય, તમારા કાર્યને આગળ વધારો.’
(ક્રમશ:)



