ધાર્મિક ક્રિયાઓમાં નિ:સ્વાર્થભાવ

- ગીતા મહિમા – સારંગપ્રીત
ગત અંકમાં આહારના વિવેકને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ ધાર્મિક વિધિવિધાનોમાં ભાવશુદ્ધિને ઉજાગર કરી રહ્યા છે તેને સમજીએ.
પહેલાના સમયમાં, એક રાજાના મહેલમાં એક નવો નોકર આવ્યો. રાજાએ તેને પૂછ્યું કે તાં નામ શું છે?' નોકરે જવાબ આપ્યો,
મારા સ્વામી, તમે મને જે પણ નામથી બોલાવશો, તે જ માં નામ રહેશે.’ પછી રાજાએ પૂછ્યું કે તું શું ખાવા માગે છે?' નોકરે કહ્યું કે તમે મને જે ખાવા માટે આપશો તે જ હું ખાઈશ. રાજાએ આગળનો પ્રશ્ન પૂછ્યો,
તને કેવા કપડાં પહેરવા ગમે છે?’ નોકરે કહ્યું, હે રાજા, તમે મને જે પણ કપડાં આપશો, હું તે ખુશીથી પહેરીશ.' રાજાએ પૂછ્યું કે,
તું કયા કાર્યો કરવા માગે છે?’ નોકરે જવાબ આપ્યો કે, તમે જે કંઈ પણ કામ કરવાનું કહેશો તે હું કરીશ.' રાજાએ છેલ્લો પ્રશ્ન પૂછ્યો,
તારી ઇચ્છા શું છે?’ નોકરે કહ્યું, `મહારાજ, નોકરને કોઈ ઇચ્છા હોતી નથી. માલિક જે રીતે રાખે છે તે રીતે જીવવું પડે છે.’ આ જવાબ સાંભળીને રાજા ખૂબ ખુશ થયો.
અહીં એક બહુ જ મોટો સિદ્ધાંત નોકરે બતાવી દીધો. રાજાએ વિચાર્યું કે ભગવાનની આગળ તો આપણે બધા જ સેવક છીએ. મંદિરોમાં કે ઉત્સવોમાં આપણે જે કંઈ વિધિવિધાનો કે ધાર્મિક અનુષ્ઠાનો કરીએ છીએ ત્યારે આ સેવકભાવ રહે છે ખરો? તેમાં તો માત્ર આપણી કીર્તિ અને પ્રતિષ્ઠા જ મોખરે હોય છે. જો આપણે કોઈ ધાર્મિક ક્રિયા કે ભક્તિ કરીએ તેમાં આપણે ભગવાન સમક્ષ કોઈપણ પ્રકારની અન્ય ઇચ્છા કે મહત્ત્વાકાંક્ષા ન રાખવી જોઈએ. રાજાએ નોકરનો આભાર માનતા કહ્યું કે, તે મને સમજાવ્યું કે ભગવાનનો સેવક કેવો હોવો જોઈએ?
આ પરથી આપણને ખ્યાલ આવે કે ભગવાનની પૂજા, ભક્તિ કે કોઈ ધાર્મિક ક્રિયા કરતી વખતે તેમની સામે કોઈપણ પ્રકારની શરતો કે લૌકિક ઇચ્છા ન રાખવી જોઈએ. તે હંમેશાં નિ:સ્વાર્થભાવે કરવી જોઈએ. નિ:સ્વાર્થભાવ એટલે કોઈપણ કાર્ય માત્ર આદર, શ્રદ્ધા અને પ્રેમના આધારે કરવું જોઈએ. કંઇક પ્રાપ્ત કરવાની ઈચ્છા, સુખ મેળવવાની ઇચ્છા, દ્રવ્યલાભ, કોઈ સ્વાર્થ, હેતુ કે બદલામાં કંઈપણ અપેક્ષા રાખ્યા વિના, ફક્ત ને ફક્ત સેવા અને પ્રેમની ભાવનાથી જ ધાર્મિક ક્રિયાઓ કરવી જોઈએ. ધર્મ, ભક્તિ, પૂજા, દાન, યજ્ઞ અને અન્ય ધાર્મિક ક્રિયાઓ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તે સ્વાર્થ વિમુક્ત હોય.
સ્વામી વિવેકાનંદ કહે છે- `પરમેશ્વર માટે જે કર્મ કરવામાં આવે છે, તેમાં સ્વાર્થ, ઇચ્છા અને ધાર્મિક ખ્યાતિનો અભાવ હોવો જોઈએ. તે જ સાચી ભક્તિ છે.’ હા, નિ:સ્વાર્થ સેવા એ ધર્મનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જે સુધારણા અને વિકાસ તરફ દોરી જાય છે.
એક દિવસ રાજા ભોજે સ્વપ્નમાં એક ખૂબ જ તેજસ્વી વ્યક્તિ જોઈ. ભોજે તેમને પ્રણામ કર્યા અને પૂછ્યું – મહાત્મા, તમે કોણ છો?' તે વ્યક્તિએ કહ્યું-
રાજા, હું સત્ય છું અને તમારાં કાર્યોનો અસલી ચહેરો બતાવવા આવ્યો છું.’ મારી પાછળ આવો અને તમારા કાર્યોની વાસ્તવિકતા જુઓ. રાજા ભોજ તેની પાછળ ગયા. તે ખૂબ દાન, સત્કર્મ, યજ્ઞ, ઉપવાસ વગેરે કરતા હતા. તેણે ઘણા કુવા, તળાવ, વાવ, મંદિર, બગીચા વગેરે પણ બનાવડાવ્યા હતાં. આ કાર્યોને કારણે રાજાના મનમાં અભિમાન ઉત્પન્ન થયું હતું.
સત્ય રાજા ભોજને પોતાની સાથે પોતાની રચનાઓમાં લઈ ગયો. સત્ય ત્યાં પહોંચ્યો અને ઝાડને સ્પર્શ કર્યો કે તરત જ તે બધા એક પછી એક સૂકાઈ ગયા. બગીચાઓ ઉજ્જડ જમીનમાં ફેરવાઈ ગયા. આ જોઈને રાજા ભોજ આશ્ચર્યચકિત થઈ ગયા. આ પછી બંને મંદિર પહોંચ્યા. સત્યએ મંદિરને સ્પર્શ કરતાંની સાથે જ તે ખંડેરમાં ફેરવાઈ ગયું. તેવી જ રીતે, સત્યએ રાજા દ્વારા બનાવેલા સ્થળો અને વસ્તુઓને સ્પર્શતાની સાથે જ, તે બધા રાખમાં ફેરવાઈ ગયા. આ બધું જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો.
તેણે પૂછ્યું- આ બધું શું થઈ રહ્યું છે મહાત્મા?' શું હું જે ક્રિયાઓ કં છું તેનું કોઈ મહત્ત્વ નથી, કોઈ મૂલ્ય નથી? જવાબ હતો -
રાજા, ખ્યાતિની ઇચ્છાથી કરવામાં આવતાં કાર્યો ફક્ત અહંકારને સમર્થન આપે છે અને ફરજ પૂર્ણ કરતા નથી.’ જે કાર્યો નિ:સ્વાર્થપણે અને ફરજની ભાવનાથી કરવામાં આવે છે તે જ પુણ્ય સ્વરૂપે પરિણામ આપે છે. આટલું કહીને, સત્ય અદૃશ્ય થઈ ગયો.
મહંતસ્વામી મહારાજ અહીં સમજાવે છે કે ધાર્મિક ક્રિયાઓ ફક્ત ભગવાનને રાજી કરવાના ભાવથી જ કરવી જોઈએ તો નિ:સ્વાર્થભાવ સહેજે જ આવી જશે.
આપણ વાંચો: ચિત્તશુદ્ધિ વિના કુંડલિની જાગરણ થતું નથી