Sarvapitru Amavasya: ત્રણ રાશિના જાતકોનો શરૂ થશે Golden Period…., જોઈ લો તમારી રાશિ પણ છે ને?
હિંદુ પંચાંગ અનુસાર સપ્ટેમ્બર મહિનાની જેમ જ ઓક્ટોબર મહિનો પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે. હાલમાં શ્રાદ્ધ ચાલી રહ્યા છે અને બીજી ઓક્ટોબરના શ્રાદ્ધ પક્ષનું છેલ્લું શ્રાદ્ધ એટલે કે સર્વ પિતૃ અમાસ છે. વાત કરીએ તો સર્વ પિતૃ અમાસ બાદ ગ્રહોની સૌથી મોટી હિલચાલ થવા જઈ રહી છે અને આ દરમિયાન જ એક ખાસ યોગ બનવા જઈ રહ્યો છે, જેને કારણે ત્રણ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે. આ રાશિના જાતકો માટે આ સમયગાળો સોનેરી રહેશે, આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
શ્રાદ્ધ પક્ષમાં સર્વ પિતૃ અમાસનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આ વર્ષે સર્વ પિતૃ અમાસના બીજા દિવસે એટલે કે 3જી ઓક્ટોબર અને નવરાત્રીના પહેલા દિવસે ન્યાયના દેવતા શનિ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આ દિવસે ન્યાયના દેવતા શનિ બપોરે 12 કલાક અને 15 મિનિટે શતભિષા નક્ષત્રમાં ગોચર કરશે અને ત્યાર બાદ ઓક્ટોબર મહિનામાં સૂર્ય, શુક્ર, બુધ અને મંગળનું પણ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે.
અગાઉ જણાવ્યું એમ શરૂ થનારો ઓક્ટોબર મહિનો પણ ગ્રહોના ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે. પહેલાં નોરતે જ ન્યાયના દેવતા શનિના નક્ષત્ર પરિવર્તન બાદ ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં અને ગ્રહો રાશિ પરિવર્તન કરશે અને એને કારણે આ મહિનો ત્રણ રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે.
આ પણ વાંચો : આજનું રાશિફળ (26-09-24): વૃષભ, કર્ક અને તુલા રાશિના જાતકોને આજે મળશે કોઈ Good News, જોઈ લો બાકીની રાશિના શું છે હાલ?
વૃષભ:
વૃષભ રાશિના જાતકોના દિવસો પણ ત્રીજી ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે. આ રાશિના જાતકોને આર્થિક લાભ થશે. બિઝનેસ કરીને રહેલાં જાતકોને દિવાળી પહેલાં ધંધામાં આકસ્મિક લાભ થશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. નોકરી શોધી રહેલાં લોકોને પણ તેમના પ્રયાસોમાં સફળતા મળશે.
કન્યા:
પહેલાં નોરતાંથી કન્યા રાશિના જાતકો માટે આ મહિનો ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કામના સ્થળે પણ તમે સારું પ્રદર્શન કરશો. ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળશે. દાંપત્યજીવન અને પારિવારિક જીવન પણ સારું રહેશે.
સિંહ:
સિંહ રાશિના જાતકો માટે ઓક્ટોબર મહિનો અનુકૂળ રહેવાનો છે. આ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. તમારા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. પરિવાર સાથે પણ તમે સારો એવો સમય પસાર કરશો.