ફોકસ: મુક્તિનું મૂળ સ્થાન: હરિહરનાથ મંદિર

- આર.સી. શર્મા
બિહારમાં આવેલ સોનપુર જિલ્લામાં પવિત્ર ગંગા નદી અને ગંડક નદીઓનો સંગમ થાય છે. તે જગ્યાએ હરિહરનાથ મંદિર આવેલું છે, જે મૌર્યકાળ કરતાં પણ જૂનું છે અને સ્ક્ધદ પુરાણમાં હિંદુઓ માટે મુક્તિનું મૂળ સ્થાન માનવામાં આવે છે. હરિહરનાથ મંદિર બિહાર કે ભારતનું જ નહિ પરંતુ સંપૂર્ણ હિંદુ ધર્મનું પ્રતીક છે. હરિહર મંદિરની એક આધ્યાત્મિક ઓળખ છે. અહીં ભગવાન હરિ એટલે કે ભગવાન વિષ્ણુ અને હર એટલેકે, શિવ ભગવાન એક જ પાસાની બે બાજુ તરીકે ઉભરીને આવે છે. બીજી રીતે કહીયે તો આ સ્થાન એટલે હરિહરનાથ મંદિર હરિ અને હરનું એક અદભુત સમન્વય છે. આ હવિત્ર જગ્યાની માન્યાત એ છે કે, કાર્તિક પૂર્ણિમાથી શરૂ થઈને એક મહિના સુધી જે પણ વ્યક્તિ અહીં પવિત્ર સ્નાન કરીને પછી જ હરિહર નાથના દર્શન કરે છે તે જન્મ મરણના ચક્રથી મુક્ત થઇ જાય છે.તેથી જ આ મંદિરને હરિહર મંદિર કહેવાય છે . આખી દુનિયામાં આ એવું એક જ તીર્થ સ્થાન છે જ્યાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને સમાન રૂપે પૂજવામાં આવે છે. આ તીર્થ સ્થાન હિન્દુઓની સૌથી જૂની મોક્ષ ભૂમિઓ માંથી એક છે જ્યાં ધર્મ, દર્શન અને લોક સંકૃતિનો ત્રિવેણી સંગમ છે.
આ સ્થાન અન્ય તીર્થોથી અલગ કેમ છે?
વર્ષોથી આ હિંદુ ધર્મની એક એવી પરંપરાનું પ્રતીક છે કે જ્યાં દેવતાઓમાં કોઈ ભેદ ભાવ નથી કરવામાં આવતો. અહીં એકતાની ભાવના જ સર્વોચ્ચ છે. આના લીધે જ આખી દુનિયાના તીર્થોથી આ સ્થાન અલગ અને વિશેષ છે. અહીં ભક્ત ભગવાન વિષ્ણુની શરણમાં પણ આવે છે અને શિવની કૃપા પણ મળે છે. આ તીર્થ સ્થાનનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ઘણું છે. આ ધાર્મિક સ્થળને લઈને એક પૌરાણિક કથા પણ ખૂબ જ પ્રચલિત છે. એક વખત હાથી અને મગરમચ્છની વચ્ચે ગંડક નદી પર યુદ્ધ ચાલી રહ્યું હતું. જયારે હાથીને એમ લાગ્યું કે તે મગરમચ્છથી જીતી નહિ શકે તો તેને ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું અને સાક્ષાત ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને તેમને મગરમચ્છનો વધ કર્યો. તે જ વખતે ભગવાન શિવ પણ પ્રગટ થયા અને તેમણે ભગવાન વિષ્ણુને દર્શન આપ્યા. ત્યારથી જ આ સ્થાન હર અને હરિ એટલે કે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવનું સ્થળ કહેવાય છે. ધાર્મિક વાર્તાઓમાં સૌથી પ્રાચીન મુક્તિ સ્થાન હોવાનું ગૌરવ પ્રાપ્ત છે .
ધાર્મિકતા સાથે સાંસ્કૃતિક વિરાસત
ગંગા અને ગંડક સંગમ પાર સોનપુર મેળાનું આયોજન થાય છે જે દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ચાલુ થઈને આગળ એક મહિના સુધી ચાલે છે. આ સમયમાં જે પણ અહીં આવીને દર્શન કરે તેમને મૃત્યુ બાદ મોક્ષ મળે છે.
આપણ વાંચો: આચમન: એકલી પ્રાર્થના ફળે ખરી? દાન કર્યાનો આનંદ અનેરો…!



