ધર્મતેજ

તો જ આદમી બને સાચો ઈન્સાન

આચમન -કબીર સી. લાલાણી

ચીનના મહાન ફિલસૂફ ક્ધફયુસસે એક વાત સરસ કરી છે કે સંસ્કાર બે પ્રકારના છે-

  • એક અપાયેલા
    -અને
  • બીજા સ્વીકારાયેલા
    -આમાં સ્વીકૃત સંસ્કારનું મહત્ત્વ વધારે છે
    -કારણ એ સંસ્કાર શિક્ષણ દ્વારા મળે છે, જન્મજાત નથી. હોતા
    બે હજાર વર્ષ પહેલાં ફિલસૂફે કહેલી વાત હવે માનસતજજ્ઞો પણ સ્વીકારે છે અને કહે છે કે-
  • જન્મજાત સંસ્કારોમાં
    -માનવીના સ્વભાવ,
  • વર્તન,
  • વલણ,
  • વિચાર,
  • વ્યવહારના ગુણોનો સમાવેશ થતો નથી.
  • આ ગુણો શિક્ષણ દ્વારા કોઈ પણ પામી શકે છે અને એટલે જ
  • જન્મથી જંગલમાં વરુઓની વચ્ચે ઉછરેલ બાળક વરુની જેમ જ વર્તે છે પણ એને માણસ વચ્ચે લવાયા પછી એની વરુતા શિક્ષણ દ્વારા ભૂંસી શકાય છે.
    પ્રયત્નશીલ રહો
    પ્રત્યેક દિન, પ્રત્યેક પળ
  • એક તક છે.
  • તેને ખોશો નહીં.
  • સતત પ્રયત્નશીલ રહો અને
  • ધ્યેય તરફ આગળ વધો.
  • સતત વહેતી રહેવાથી સરિતા સાગરને મળે છે.
  • વરસાદનાં ટીપે ટીપે નદી, નાળાંઓ, સરોવર છલકાઈ જાય છે.
  • રામ રામ સતત જપ કરતાં રત્નાકર લૂંટારો મહાન ત્રિકાળજ્ઞાની ઋષિ વાલ્મીકિ બન્યો.
  • તમારે માટે પણ કાંઈ પણ અશક્ય નથી.
  • માનવીની અસીમ ગર્ભિતશક્તિ અને શક્યતાઓ મહાન લોકોએ ચીંધી છે.
  • સતત હલેસાં મારવાથી નૌકા સામે પાર લક્ષ્યસ્થાને પહોંચે છે.
  • જો અટકે તો (માયારૂપી)નદીનો પ્રવાહ નીચે ઘસડી જાય છે.
  • તમારામાં રહેલો (મુમુક્ષત્વનો) અગ્નિ સતત પ્રદીપ્ત રાખોનો પરમજ્ઞાન આપતા પૂજ્ય સ્વામી શ્રી ચિદાનંદજી કહે છે કે,
  • તમારી વાસનાઓ ઘટાડતા જાવ અને પાત્રતા વધારતા જાવ.
  • પ્રબળ ઉત્સાહભેર,
  • આનંદભેર સતત પ્રયત્નશીલ રહો.
  • ઈશ્ર્વરની મદદ તમને મળતી રહેશે.
  • અમરતાના સામે પાર તમે પહોંચો અને
  • જીવનમુક્ત સંત તરીકે પ્રકાશો.
    આજનો અવસર
  • કેવળ આજ જ તમારી છે.
  • ગઈકાલ વીતી ગઈ છે.
  • આવતીકાલ અનિશ્ર્ચિત છે.
  • આજની ઘડીનો શ્રેષ્ઠ ઉપયોગ કરી લો.
  • ઊઠો અને મંડી પડો.
  • આજનો અવસર પરોપકાર અને ભક્તિમાં વિતાવો.
  • કોને ખબર આ સુવર્ણ તક ફરી આવશે કે નહીં.
  • આળસ ખંખેરી નાખો.
  • તમારે ઉદાત આદર્શો સિદ્ધ કરવાના છે.
  • કાલ પર છોડશો નહીં.
  • કાલ ક્યારેય આવતી નથી.
    એક પ્રશ્ર્ન
    ‘બારે બુદ્ધિ, સોળે સાન, વીસેવાન, પચીસે જો રહે સાનભાન તો જ આદમી બને સાચો ઈન્સાન…!’
  • જીવનનું પચીસમું વર્ષ ખરેખર મહત્ત્વનું વર્ષ છે.
  • વડીલો કદાચ એટલે જ એને ગદ્ધાપચીસીનું વર્ષ કહે છે.
  • આ વર્ષમાં જો માણસની અક્કલ ઠેકાણે રહે તો એ માતાપિતા, પરિવાર, સમાજ અને દેશનું નામ રોશન કરનાર સાચો ઈન્સાન બની રહે છે.
  • પરંતુ આ સમયગાળામાં એ સાનભાન ગુમાવી બેસે તો…?
  • આપના ઉત્તરની અપેક્ષા.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…