ધર્મતેજરાશિફળ

ષટતિલા એકાદશી (Ekadashi) ના દિવસે ઘરમાં લાવો આ વસ્તુઓ અને જૂઓ ચમત્કાર

હિન્દુ ધર્મમાં એકાદશી (Ekadashi) નું ખાસ મહત્વ છે. વર્ષમાં 24 એકાદશી આવે છે. દર મહિને બે એકાદશી એટલે કે અગિયારસ આવે છે. આ દિવસ વૈષ્ણમપંથીઓ માટે વિશેષ મહત્વનો છે. આ વખતે એકાદશી 6th Februaryના રોજ છે. આ ષટતિલા એકાદશી છે. આ દિવસે તલનું સ્નાન કરવું લાભદાયી માનવામાં આવે છે. આ સાથે તલનું સેવન કરવાનું પણ કહેવામાં આવે છે. આ સાથે તલ, ગોબર અને કપાસનું પિંડ બનાવવાનું અને હવન કરવાનું પણ કહેવામાં આવે છે.

જ્યોતિષીઓના કહેવા અનુસાર આ દિવસે અમુક વસ્તુઓ ઘરમાં લાવવાનું ખૂબ શુભ હોય છે અને આ વસ્તુઓ ઘરમાં લાવવાથી મા લક્ષ્મીની કૃપા વરસે છે અને ચમત્કાર થયા હોય તેવી અનુભૂતિ થાય છે. આ દિવસે ચાંદીથી બનાવેલા હંસ લાવી તેને પૂજાઘરમાં કે તિજોરીમાં મૂકવામાં આવે તો ધનલાભ થાય છે.

આ જ રીતે ચાંદીનો કળશ પણ લાવી તેને સ્થાપિત કરવામાં આવે તો લાભ થાય છે. સમુદ્રમંથનના સમયે અમૃત કળશ લઈને કુબેરદેવતા આવ્યા હતા આથી કળશને પવિત્ર માનવામાં આવે છે. આવી જ રીતે જો દક્ષિણવર્તી શંખ આ દિવસે ઘરે લાવવામાં આવે તો તે પણ લાભદાયી સાબિત થાય છે. આ દિવસે પીળી કોડી લાવવી પણ શુભ માનવામાં આવે છે. પીળી કોડીને તિજોરીમાં સાચવી રાખવાની ધનલાભ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker