આવતીકાલે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યું છે અને ત્યાર બાદ આ જ મહિનાના અંતમાં 28મી ઓક્ટોબરના વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે. આવતીકાલના ગ્રહણ વિશે વાત કરીએ તો ભારતીય સમય અનુસાર રાત્રે 08.34 વાગે આ ગ્રહણનો આરંભ થશે અને 15મી ઓક્ટોબરના બપોરના 02.26 કલાકે પૂર્ણ થશે. આ કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ ભારતમાં નથી દેખાવાનું પણ અમેરિકા, મેક્સિકો, બ્રાઝિલ, કોલંબિયા વગેરે દેશોમાં તે જોવા મળશે.
ગ્રહણ પહેલા સૂતક લાગી જાય છે એ વાતથી તો આપણે સૌ કોઇ પરિચિત છીએ અને સૂતક પણ અલગ અલગ પ્રકારના હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં સૂતક અનેક પ્રકારે લાગે છે જેમાં જન્મ સમયે, મૃત્યુ સમયે અને ગ્રહણ કાળના સૂતકનો સમાવેશ થાય છે.
અહીં જમાવવામાં આવેલા દરેક સૂતકનો કાળ જુદો-જુદો હોય છે. જન્મ સમયે લાગતા સૂતકની વાત કરીએ તો બાળકના જન્મ સમયનું સૂતક 40 દિવસનું માનવામાં આવે છે. આ સિવાય કોઈકના મૃત્યુ બાદ 13 દિવસ, 40 દિવસ સુધી સૂતક લાગે છે.
આ બધામાં ગ્રહણના સમયે લાગતા સૂતકની વાત કરીએ તો એમાં પણ ખાસ કરીને સૂર્ય ગ્રહણનું સૂતક 12 કલાક પહેલા લાગી જાય છે અને ચંદ્ર ગ્રહણનું સૂતક 9 કલાક પહેલાં લાગે છે. સૂતક કાળમાં મંદિરમાં જઈ શકાતુ નથી અને ભગવાનને સ્પર્શ કરી શકાતા નથી. સૂતક કાળ શરૂ થતા જ પૂજા પાઠ બંધ કરી દેવામાં આવે છે. મંદિરોના કપાટ બંધ થઈ જાય છે. આ વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ 29 ઓક્ટોબરે 01.06 રાત્રે શરૂ થશે અને બપોરે 02.22 મિનિટે ખતમ થઈ જશે. ભારતમાં ગ્રહણનો સમયગાળો 1 કલાક 16 મિનિટનો રહેશે.
વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ 28મી ઓક્ટોબરના રાત્રે શરૂ થશે અને 29મી ઓક્ટોબરના બપોરે થશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે અને તેનુ સૂતક કાળ માન્ય રહેશે. પરિણામે 28 ઓક્ટોબરે સાંજથી જ સૂતકના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. 28 ઓક્ટોબરે મંદિરોના કપાટ સાંજે 7 વાગ્યાથી બંધ કરી દેવામાં આવશે. જે બાદ ગ્રહણના બાદ જ મંદિર ખોલવામાં આવશે. ગ્રહણ બાદ દાન વગેરેનું પણ વિશેષ મહત્વ છે અને એનાથી ગ્રહણના અનેક અશુભ પ્રભાવ ઓછા થઈ જાય છે.