ધર્મતેજ

દુનિયામાં કોઈ પણ ધર્મ વ્યક્તિથી પર હોઈ ન શકે

આચમન -અનવર વલિયાણી

દુનિયામાં કોઈ પણ ધર્મ વ્યક્તિથી પર હોઈ ન શકે. એ વ્યક્તિનો મદદગાર જ હોય.

  • ડર લાગે તો મદદ મેળવવા રામનું નામ લો
  • ખુદાને યાદ કરો
  • નવકાર મંત્ર ભણો
  • એ માનસિક મદદ જ મળી કહેવાય
  • જીવનમાં કયુ કાર્ય યોગ્ય, કયું અયોગ્ય?
  • કયુ કાર્ય કરવાની છૂટ, શાની પાબંદી?
  • એ બધું શીખવે ધર્મ
  • એટલે જ ધર્મના નામ-સ્વરૂપ અલગ હોય
  • પરંતુ તાત્વિ રીતે બે ધર્મ વચ્ચે કોઈ ભેદ ન હોય…
  • અને છતાં જ્યારે આપણે ચારે તરફ ધર્મના નામે પક્ષાપક્ષી,
  • મતભેદ
  • સંઘર્ષ
  • લડાઈ, ટંટા, ફસાદ, રમખાણ, યુદ્ધ જોઈએ છીએ ત્યારે આપણે આશ્ર્ચર્ય થાય છે કે આ ધર્મ હશે?
  • ના – એ ધર્મ નથી
  • ધર્મ તો સમાધાનકારી છે
  • શમનકર્તા છે
  • ઈશ્ર્વરને પ્રાર્થના હોય કે
  • ખુદાની બંદગી…!
  • માનસિક શાંતિ મુખ્ય છે અને એ ધર્મ છે
  • એટલે જ જેઓ સાચા જ્ઞાનિઓ છે તેઓ ધર્મના નામે વિવાદ કરવાની પાબંદી ફરમાવે છે.
  • પરંતુ માણસને અવકપાંસળીઓ અમસ્તો નથી કહેવાતો.
  • એ કુદરતી નિયમો અને ન્યાયની વિરુદ્ધ જ્યારે વર્તન કરે છે ત્યારે
  • હાહાકાર સર્જાય છે,
  • ખાનાખરાબી થાય છે,
  • જાનહાનિ થાય છે,
  • તબાહી વરસે છે….
  • આ બધું જ સેતાની વૃત્તિનું પરિણામ છે
    સનાતન સત્ય:
  • સુઘરી સરસ માળો બાંધે છે એ સાચું પણ એની ડિઝાઈનમાં ક્યારેય ફેરફાર થયો નથી.
  • મધુમાખી મધ ભેગું કરે છે પણ એની રસમ તથા પ્રક્રિયામાં ક્યારેય ફેરફાર થયો નથી.
  • બિલાડી કે કુતરાને ગમે તેટલી તાલીમ અપાય પરંતુ ે નિયત સીમા બહારની તાલીમ પામી જ ન શકે.
  • જ્યારે માનવીનું એવું નથી.
  • ગુફા અને જાનવરની ખાલથી દેહનું રક્ષણ કરતાં કરતાં માણસ આજે સ્પેસયાનમાં મહિનાઓ ગાળતો થયો છે.
  • ધરતી તો ધરતી અવકાશમાં પણ વનસ્પતિ ઉગાડવાનો પ્રયત્ન કરે છે.
  • કૂતરા-બિલાડાને પ્રાદેશિક સીમા,
  • ભાષાનું બંધન,
  • જીવનના સ્વરચિત કાનૂનોનું પાલન કરવાનું હોતું નથી.
  • માણસને આ બધું કરવાનું હોય છે.
  • કારણ બીજા તમામ જીવો કરતાં માણસ પાસે એક ખાસ ચીજ છે અને તે બુદ્ધિ.
  • આ બુદ્ધિએ સર્જેલા
  • આદર્શો, ધ્યેયો,
  • શોધેલાં સત્યો, સિદ્ધાંતો,
  • ઘડેલા નિયમો, કાનૂનો,
  • રચેલી સંહિતા, ન્યાયવિધિ
  • વ્યક્ત કરેલા વિચારો, તત્ત્વો
  • એ તમામને એક એવું નામ આપ્યું જેને સૌ સમજી શકે અને આ નામ એટલે
  • ધર્મ
    આજનો સંદેશ:
    જ્યારે મહાન શક્તિઓનો દુરુપયોગ કરવામાં આવે છે ત્યારે વિશ્ર્વમાં અશાંતિ ફેલાવવી સ્વાભાવિક જ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button