સંત કવિ નથુરામ વિપની વાણીમાં રાયાણીનો વિલાપ

અલખનો ઓટલોઃ ડૉ. નિરંજન રાજ્યગુરુ
મુંબઈ સમાચારની દર સોમવારે પકાશિત થતી ધર્મતેજ’ પૂર્તિમાં વરસોથીઅલખનો ઓટલો’ કોલમમાં મધ્યકાલીન સંતકવિઓના પમાણભૂત પરિચય સાથે લોકકંઠે સચવાયેલાં ભજનોના શુદ્ધ પાઠ અપાતા રહે છે. એ વાંચીને અનેક ભજનિકો, ભજન કલાકારો, સાહિત્યના સંશોધકો, કથાકારો અને વયોવૃદ્ધ વાચકો ફોન અને પત્રો દ્વારા પોતાનો રાજીપો વ્યક્ત કરતા રહે છે. ધીરેધીરે આપણા લોકજીવનમાંથી લુપ્ત થઈ રહેલ ભવ્ય વિરાસતને અંકે કરવાના આ પયાસને વિદ્વાનો પણ બિરદાવતા રહે છે.
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગ2 દ્વારા આ કોલમમાં પકાશિત સામગ્રીમાંથી `ગુજરાતી સંતસાહિત્ય ખંડ-1,2 ગ્રંથ 2023માં પકાશિત થયેલ જેમાં 205 જેટલા સર્જક સંતોનો વર્ણાનુકમે પરિચય અને 750થી વધુ ભજન રચનાઓના શુદ્ધ પાઠ અપાયેલા. આ પુસ્તકને ગુજરાત સા.અકાદમી તરફથી 2023ના શ્રેષ્ઠ પુસ્તક તરીકેનું પથમ પારિતોષિક પ્રાપ્ત થયેલું.
અંધેરી-વેસ્ટ મુંબઈમાં રહેતા સ્નેહી- ભજનપેમી જયંતીલાલ વી. શાહે છેક ઈ.સ.1988માં 32 જેટલાં જૂનાં ભજન સંપાદનગ્રંથોના સંદર્ભ સાથે આકાશવાણી દ્વારા પસારિત થતાં 307 જેટલાં ભજનોનો એક ચોપડો તૈયા2 કરેલો અને એની આગળ મારા દ્વારા એ સમયે લખાયેલ `સૌરાષ્ટ્રનું સંત સાહિત્ય’ શીર્ષકથી ભજન સાહિત્યના સમગ્ર પરિચય કરાવતા લેખની નકલ સામેલ કરેલી. એ આખા ચોપડાની ઝેરોક્સ નકલ બાઈન્ડ કરાવીને મને પણ મોકલી આપેલી.
એકવાર મુંબઈમાં એમની નાનકડી કિરાણાની દુકાને પણ હું ગયેલો અને રૂબરૂ મળેલો. એના સાડત્રીશ વરસ પછી આજે પણ તેઓ આકાશવાણીના વિવિધ કેન્દ્રો પરથી પસારિત થતાં ભજનો-સંતવાણી કાર્યકમો સાંભળતા રહે છે અને એનું મોબાઈલ ધ્વનિમુદ્રણ કરીને મને વોટસએપ પર મોકલતા રહે છે. હમણાં થોડા સમય પહેલાં જ તેમણે સંતકવિ નથુરામ વિપ રચિત અને આપણા જૂના ભજનિક સ્વ. મોહનલાલ રાયાણી દ્વારા ગવાયેલાં આકાશવાણી ભૂજ પરથી પસારિત થયેલાં બે ભજનો મોકલી આપેલાં.
શ્રી મોહનલાલ છગનલાલ રાયાણી સોનગઢ (જિ. ભાવનગ2)ના વતની હતા. દરજી જ્ઞાતિમાં તેમનો જન્મ ઈ.સ. 1904માં થયેલો. અને તા. 6-3-1984ના રોજ અવસાન પામ્યા. આકાશવાણી રાજકોટનો પારંભ એમનાં ગાયેલાં ભજનોથી થયેલો. પોતે એકત્ર કરેલાં 800 જેટલાં ભજનોની દસ નોટબુકો એમણે તૈયાર કરેલી, જેમાંથી સુપસિદ્ધ લોક્સાહિત્યવિદ્ જોરાવરસિંહ જાદવ દ્વારા `સંત સુધા-1′ નામે 116 ભજનોનું સંપાદન ઈ.સ.1989માં પકાશિત થયેલું.
પછી એ નોટબુકો જોરાવરસિંહબાપુએ આનંદઆશ્રમ સંત સાહિત્ય સંદર્ભ ગ્રંથાલયમાં મોકલી આપી. એમાંથી સંતવાણીની અનેક રચનાઓનાં કંઠસ્થ પરંપરામાં જળવાયેલાં પાઠાંતરો પ્રાપ્ત થાય છે. એમના ૠણસ્વીકાર સાથે એ બંને ભજનોના શુદ્ધ પાઠ અહીં આપ્યાં છે. ઉપરાંત નથુરામ વિપનાં અન્ય ભજનો પણ આપ્યાં છે…
કરવો છે મજરો કાયા ફૂલ કેરો ગજરો,
પિયુડા આ દિન ર્યો તો મારે કરવો મજરો…
કાયા રે વાડીના ફૂલ કરમાવા લાગ્યાં પાણી કેસર મટીને થિયો કાજળ ડુંગરો…
બારી, અટારી, દિસે ઝાંખા ઝરૂખા પાણી જુઓને વિચારી તારો જૂનો પિંજરો
-પિયુડા આ દિન રયો તો મારે કરવો મજરો..0
પીતું લગાડી અમને પરવશ મેલ્યા પાણી લૂંટવા તે લાગ્યો ઓલ્યો વેરી જમરો..
નથુરામ ક્યે છે મિથ્યા જાવું રે એકલડું પાણી તમે ચિંતા મેલી સીતારામને સમરો…
સાચે દિલથી તમે શ્યામને સમરો..
-પિયુડા આ દિન રયો તો મારે કરવો મજરો…0
રૂવે ધ્રુસસડે બાળો બાંધેલ જીવડો
રયો ને રયો ને આજનો દિન રો,- બંકા રૂવે ધ્રુસકે બાળા
બાંધેલ જીવડો… 0
સૂનાં રે મંદિરિયામાં કાંઈ નવ સૂઝે પાણી
દીવેલ ખૂટ્યું ને ઓલ્યો મૂંઝાયેલ દીવડો..
બંકા રૂવે ધ્રુસકે બાળા બાંધેલ જીવડો… 0
ઘોર અંધારે અમને ઘાયલ કીધાં પાણી
આથમિયો ભાણ ને ભૂંડો દીસે છાંયડો..
બંકા રૂવે ધ્રુસકે બાળા બાંધેલ જીવડો… 0
બેડીમાં બેસારી અમને મહાજળ મેલ્યાં પાણી
અધવચે જાતાં ઓલ્યો ખૂટેલ ખારવો..
બંકા રૂવે ધ્રુસકે બાળા બાંધેલ જીવડો… 0
નથુરામ ક્યે છે નિશ્ચે, જાવું રે એકલડું પાણી
સાચે દલેથી, સીતા રામને સમરો..
બંકા રૂવે ધ્રુસકે બાળા બાંધેલ જીવડો…
આ પણ વાંચો…અલખનો ઓટલોઃ ગુરુગમ પ્યાલા પિયા…


