
- મોરારિબાપુ
नमामीशमिशान निर्वाणरूपमं।
विभुं व्यापकं ब्रह्म वेद स्वरूपं॥
આ પવિત્ર તીર્થમાં આપ સૌને મારા પ્રણામ. મેં મારા જીવનમાં અનુભવ કર્યો છે કે વ્યક્તિ કોઈ પણ શુભ સંકલ્પ કરે તો અસ્તિત્વને કોઈના પણ દ્વારા એને પૂરો કરવો પડે છે. એવી શુભ સંકલ્પની કથા આજથી ઓમકારેશ્વર ધામમાં શરૂ થવા જઈ રહી છે ત્યારે આપ સૌને મારા પ્રણામ. કુંભના પર્વ પર ઉજ્જૈનમાં ભગવાન મહાકાળ ને હું કથા સંભળાવી રહ્યો હતો, ત્યારે એક શુભ વિચાર ઉઠ્યો હતો કે રામચરિતમાનસ' અંતર્ગત
દ્રાષ્ટક’નું ગાન ક્યારેક ભગવાનની ઈચ્છા હશે તો ભગવાન ઓમકારેશ્વર ની સામે કરશું, આજે એક ક્ષણ આવી ગઈ છે. ભગવાન શિવ મને બહુ જ પ્રિય છે. આ આખું જે અસ્તિત્વ છે, એને વારેવારે શુદ્ધ કરવાના અનેક ઉપાય છે. એમાં મારી આત્મ પ્રતીતિ એમ કહે છે કે ભગવાનની કથા એ પણ બહુ જ સફળ પ્રયોગ છે, ઉપાય છે. આખા અસ્તિત્વને કેટલીય ઘટનાઓએ પ્રદૂષિત કરી દીધું છે, એને વારેવારે શુદ્ધ કરવા, કોઈના શુભ વિચાર, કોઈના શુભ ઉચ્ચાર અને કોઈના શુભ આચાર દ્વારા આ વિશ્વ પવિત્ર થાય છે. સમય સમય પર ક્યારેક વાલ્મીકિએ પવિત્ર કર્યું, ક્યારેક તુલસીએ પવિત્ર કર્યું, કદી મીરાએ, કદી નરસિંહે, તો ક્યારેક કોઈ આચાર્યએ. ખબર નહીં આખા વિશ્વમાં કેટલી બધી ચેતનાઓ એવી રહી છે કે જેણે વારેવારે આ અસ્તિત્વને શુદ્ધ કર્યું છે.
ભગવાન શિવ આપણને કેમ આટલા પ્રિય લાગે છે? એનો અર્થ એવો નથી કે રામ કે કૃષ્ણ ઓછા પ્રિય છે. પણ તમે જાણો છો અને રામચરિતમાનસ’માં લખ્યું પણ છે કે-શંકર ભજન બીના નર ભક્તિ ન પાવઈ મોરી’. જે શંકરનું ભજન નહીં કરે એને પ્રભુ ને ભક્તિ પ્રાપ્ત નહીં થાય. હવે ભજન એટલે શું ? ભજન એટલે સૌને પ્રેમ કરવો. ભગવાન શિવના માનસમાં, એમના હૃદયમાં રામચરિતમાનસ’નો વિચાર છે.તુલસીદાસજીએ માનસના બાલકાંડમાં આખું શિવ ચરિત્ર લખ્યું છે. એનો અર્થ છે કે ભગવાન શિવનો પૂરો આચાર ઉચ્ચાર અને વિચાર આખા બ્રહ્માંડને શુદ્ધ કરે છે. તેમાં પહેલું નામ ભગવાન શિવનું લઈ શકાય. ગોસ્વામી તુલસીદાસજીને ભગવાન શંકરનુંશંકર’ નામ ખૂબ પ્રિય છે. મૂળ નામ શંકર છે, બાકી બધા બીજા લગભગ વિશેષણો છે. જીવના વિશેષણ પણ ક્યારેક ક્યારેક સંજ્ઞા બની જાય છે. આટલી મોટી પ્રતિજ્ઞા ભીષ્મએ પાળી તો નામ થઈ ગયું ભીષ્મ પ્રતિજ્ઞા. શંકર નામ બહુ અદભુત છે. માનસ’ના બધા કાંડમાં જેમ ભરતજીના નામનું સ્મરણ તુલસીદાસજી કરે છે, તેમરામચરિતમાનસ’માં જે મહાન ચરિત્ર છે એ શિવ ચરિત્રનું પણ ગોસ્વામીજી કોઈના કોઈ રૂપમાં સ્મરણ કરે છે.
માનસ-દ્રષ્ટક’ આ કથા છે. ભગવાન શિવ અષ્ટમૂર્તિ છે. અને આ જે અષ્ટક છે એના એક એક બંધમાં તુલસી ભગવાન શિવની એક એક મૂર્તિનું દર્શન કરાવે છે. પુરાણોમાં, સહિતાઓમાં શિવની અષ્ટમૂર્તિની ચર્ચા થઈ છે. તેથી અષ્ટકરૂપે મહાકાલના મંદિરમાં ભગવાન શિવની સ્તુતિ કરી છે. કાગભુષંડીજીએ ગુનો અપરાધ કર્યો એના નિવારણ માટે ગુએ શિવને પ્રસન્ન કરવા દ્રાષ્ટક ગાયું છે. અને કોણ ગુરુ અપરાધ નથી કરતું? કાગભુષંડીજી કહે છે કેમેં ગુ અપરાધ કર્યો. આ અપરાધને કારણે ભગવાન શિવ મારા પર કોપાયમાન થયા. અને મને શ્રાપ આપ્યો. એ ક્રોધમાંથી બચાવવા મારા ગુએ દ્રાષ્ટક નું ગાન કર્યું.’ ગુ સમજી ગયા કે ભગવાન શિવના ક્રોધને કારણે મારા શિષ્યની ભયંકર ગતિ થવાની છે. હવે ભગવાન શિવને રિઝવવા માટે ગુએ પાંચ વસ્તુ કરી. જુઓ બાપ, જે શિષ્ય માટે આટલું કર્મ તૈયાર છે તે ગુના લક્ષણો છે. એક સૌથી પહેલા એમણે ભગવાન શિવને દંડવત કર્યા. પણ એ કેવળ ક્રિયા માત્ર નહોતી કે જે આપણે લોકો કરીએ છીએ. ભાવ શૂન્ય દંડવત નહીં. બીજું એમણે પ્રેમ સભર દંડવત કર્યા. ત્રણ, શિવની સન્મુખ થયા હતા. ચાર, હાથ જોડ્યા છે. પાંચ- ગદગદ સ્વરમાં વિનંતી કરી છે. આ પાંચ પ્રકારે જે પ્રભુને પોકારે તો ઈશ્વરને તેનું સાંભળવું પડે છે. ઈશ્વરને પોતાના નિર્ણયમાં કંઈક પરિવર્તન કરવું પડે છે. ત્યાં તો શ્રાપાનુંગ્રહ કરવો પડે જો પાંચેથી કોઈ પુકાર કરે તો. દંડવતનો અર્થ છે લાકડીની જેમ કોઈના ચરણોમાં પડી જવું. લાકડી, દંડ કોઈના ચરણોમાં પડી જાય પછી તે સ્વતંત્ર નથી રહેતો. કોઈ એને ઉઠાવે, કોઈ ન ઉઠાવે, કોઈ ઉઠાવીને તોડી નાખે, જલાવી નાખે યા કોઈને મારે, કોઈને આધાર આપે. દંડ્વાતનો આવો વ્યાપક અર્થ છે.
ભગવાન શિવ વિશે ઉપનિષદમાં એક પ્રશ્ન ઉઠ્યો છે, કિમ કારણમં બ્રહ્મ: કોઈપણ ક્રિયાનું કોઈને કોઈ કારણ હોય છે, જેને કાર્ય કારણ સિદ્ધાંત પણ કહે છે. વિના કારણ કોઈ કાર્ય થઈ શકતું નથી. આ જગત, આ બ્રહ્મ છે, ઈશ્વર છે, આખો સંસાર છે, એનું કારણ શું? મૂળમાં કોણ છે? આ આખા પ્રપંચનું કારણ, આખા જગતનું કારણ, આખા અસ્તિત્વનું કારણ દ્ર છે શિવ છે. એવા ભગવાન શિવનું દર્શન દ્રાષ્ટકમાં આપણે કરી રહ્યા છીએ. દ્રાષ્ટકમાં ભગવાન શિવની આઠ મૂર્તિઓનું દર્શન છે. કોઈએ પૂછ્યું કે આ જગતમાં તો કેટલીય ચીજો છે અમે કયા રૂપમાં, કયા રૂપને બ્રહ્મ સમજીએ? જવાબ છે આખું જગત બ્રહ્મમય છે. સીય રામમય સબ જગ જાનીઆકાશને જોતા આપણને લાગવું જોઈએ કે એ દ્ર છે, એ શિવ છે, એ પરમ છે. જલને જોતા લાગવું જોઈએ કે એ બ્રહ્મ છે. પૃથ્વી પર પગ મુકતા લાગવું જોઈએ કે આ પણ બ્રહ્મ છે. અગ્નિનો ઉપયોગ કરતા આપણને એવું મહેસૂસ થવું જોઈએ કે આ દ્ર છે, શિવ છે. અને વાયુનો સંસ્પર્શ આપણને બ્રહ્મની અનુભૂતિ કરાવવો જોઈએ. સૂર્યનું દર્શન શિવને યાદ અપાવે. ચંદ્રનું દર્શન પણ આપણને શિવને યાદ અપાવે. પ્રત્યેક જીવાત્માનું દર્શન આપણને શિવને યાદ અપાવે, આ છે શિવની અષ્ટમૂર્તિ. અને આટલું જો કોઈ સમજી જાય તો પછી કોઈ કોઈને નિંદા નહીં કરે, કોઈની ઈર્ષા નહીં કરે.
આપણ વાંચો: મનન : થાવ અધિકારી શિવ-કૃપાના…
ભગવાન શિવ નિર્વાણરૂપ પણ છે. જે લોકો નિર્વાણને પોતાનું ચરમલક્ષ સમજે છે, એમણે પણ શિવ આરાધના કરવી જોઈએ. કારણ કે અંતમાં તો શિવ નિર્વાણરૂપ છે. હવે નિર્વાણ કોને કહીએ? નિર્વાણનો મતલબ શું? શાસ્ત્રમાં કેટલાયે પ્રકારના નિર્વાણની ચર્ચા આવી છે. મોક્ષ, મુક્તિ, નિર્વાણ જે કહો તે. શાસ્ત્રોના આધારે અને મારી સમજમાં જે બેઠું છે તે પ્રમાણે મુક્તિ એને કહે છે, મોક્ષ એને કહે છે કે જેમાં વ્યક્તિ અથવા સાધકથી બીજાની નિંદા અને ઈર્ષા છૂટી જાય છે. નિર્માણ બીજું કંઈ નથી બાપ! પર આપવાથી મુક્તિ એ જ નિર્માણ છે ભગવાન શંકર પરાપવાદથી મુક્ત છે. ખુદ એમના સસરા દક્ષ મહારાજે એમની ટીકા કરી, દુર્ગણો ગાયા તો પણ ભગવાન શંકરે એમની નિંદા નથી કરી. એથી ભગવાન શિવ નિર્માણરૂપ છે.
(સંકલન: જયદેવ માંકડ)