ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આવતા મહિને લાગશે 2024 ચંદ્ર ગ્રહણ (lunar eclipse), આ ત્રણ રાશિના જાતકોને મળશે Good News…

સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ ખગોળશાસ્ત્રની ખુબ જ મહત્વની ઘટનાઓ છે. 2023ની જેમ જ 2024માં પણ બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ એમ કુલ ચાર ગ્રહણ લાગશે અને આજે અમે અહીં તમારા માટે વર્ષના પહેલાં ચંદ્ર ગ્રહણની માહિતી લઈને આવ્યા છીએ. વર્ષ 2024નું પ્રથમ ચંદ્ર ગ્રહણ હોળીના દિવસે એટલે કે 25મી માર્ચ, 2024ના સોમવારના રોજ થવા જઈ રહ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી સૂતક કાળ પાળવાનો નહીં હોય તેમ જ સૂતક માન્ય રહેશે નહીં.

જ્યોતિષના દૃષ્ટિકોણથી વાત કરીએ તો એવી માન્યતા છે કે દરેક ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણની 12 12 રાશિના જાતકો પર જોવા મળે છે ત્યારે ચાલો જોઈએ વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ કઈ રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે તેના પર એક નજર કરીએ…

પરંતુ પણ એ પહેલાં ચંદ્ર ગ્રહણનો સમય જાણી લઈએ. પહેલું ચંદ્ર ગ્રહણ સોમવાર, 25મી માર્ચના સવારે 10:24 વાગ્યે શરૂ થશે અને બપોરે 03:01 વાગ્યે પૂરું થવા જઈ રહ્યું છે અને ખગોળીય ભાષામાં પેનમ્બ્રાનો અંતિમ સ્પર્શ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મેષ રાશિના લોકો માટે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ શુભ પરિણામ લઈને આવી રહ્યું છે. આ સમયગાળામાં તમારા આયોજિત તમામ કાર્યો પૂરા થઈ રહ્યા છે, જેને કારણે તમારો આત્મવિશ્વાસ પણ વધી રહ્યો છે અને તમારા માટે આર્થિક લાભની શક્યતાઓ પણ છે. તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બની રહ્યો છે.

કર્ક રાશિના જાતકો માટે પણ વર્ષનું પ્રથમ ગ્રહણ શુભ અને ફળદાયી સાબિત થવા જઈ રહ્યું છે. હોળીના સમયમાં તમને માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. જો તમે વાહન અથવા મિલકત ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમે આ સમયે તેને ખરીદી શકો છો. તમે પૈસા બચાવવામાં પણ સફળ થઈ રહ્યો છે.

ચંદ્ર ગ્રહણ અને હોળીનો આ સંયોગ કન્યા રાશિના લોકો માટે પણ ખૂબ જ શુભ અને શુકનિયાળ સાબિત થઈ રહ્યા છે. નોકરી શોધી રહેલા આ સમયગાળામાં આ રાશિના લોકોને સારી તક મળી શકે છે. તમારી વાણીના પ્રભાવના કારણે લોકો તમારી તરફ આકર્ષિત થશે. કામના સ્થળે ધારી સફળતા મળી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button