
દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને આ ગોચરની તામ રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. આવું જ એક ગોચર ગઈકાલે એટલે કે પાંચમી ઓગસ્ટના થયું. જેને કારણે આગામી 24 દિવસ સુધી ચાર રાશિના જાતકો માટે સોનેરી સમય શરૂ થયો છે આ રાશિના જાતકો બંને હાથે પૈસા એકઠા કરશે. આવો જોઈએ કયા ગ્રહના ગોચરને કારણે ચાર રાશિના જાતકોને આ લાભ થઈ રહ્યો છે-
મુંબઈના પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર પાંચમી ઓગસ્ટના ગ્રહોના રાજકુમાર બુધ સિંહ રાશિમાં વક્રી થયા છે. બુધની આ વક્રી અવસ્થાને કારણે કેટલીક રાશિના જાતકોએ સતર્ક રહેવાની જરૂર છે તો કેટલીક રાશિના જાતકોને એને કારણે લાભ જ લાભ થઈ રહ્યો છે.

સિંહ રાશિના જાતકો માટે બુધનું સિંહ રાશિમાં ગોચર લાભદાયી સાબિત થશે. આ રાશિના જાતકો માટે 24 દિવસ ખૂબ જ ખાસ રહેવાના છે. આ સમયગાળો આ રાશિના જાતકો માટે શુભ સાબિત થવાનો છે. લોકો પોતાની વાણીથી પ્રભાવિત થશે. કામના સ્થળે તમારા કામની પ્રશંસા થઈ રહી છે. પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. કારોબારમાં લાભ અને સફળતા મળશે.

આ રાશિના જાતકો માટે બુધની વક્રીચાલ અનુકૂળ સાબિત થવાની છે. આ સમયે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે. મિથુન રાશિના જાતકોને પદોન્નતિના યોગ બની રહ્યા છે. વૈવાહિક જીવન સુખમય સાબિત થશે. ઘર-પરિવારમાં ખુશહાલી જોવા મળશે. કોઈ યાત્રા પર જવાનો પ્લાન બનાવશો. મિત્રો કે પરિવારના સભ્યો તરફથી સારા સમાચાર સાંભળવા મળશે.

તુલા રાશિના જાતકો માટે બુધનું આ ગોચર લાભદાયી સાબિત થવાનો છે, સફળતાના દ્વાર ખુલી રહ્યા છે. બિઝનેસમાં નફો થઈ રહ્યો છે. આવકમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. જો કોઈ જગ્યાએ રોકાણ કર્યું હશે તો ફાયદો થશે. રોકાણ કરવાનું વિચારી રહેલાં લોકો માટે આ સમય એકદમ અનુકૂળ છે. હરિફાઈમાં સફળતા મળી રહી છે. વૈવાહિક જીવનમાં ખુશહાલીઓ આવશે.

ધન રાશિના જાતકોને બુધના ગોચરથી ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. એટલું જ નહીં આ સમયે કારોબાર અને કરિયરમાં પ્રગતિ થઈ રહી છે, સફળતા મળી રહી છે. આ સમયે અટકી પડેલાં કામો પણ પૂરા થઈ રહ્યા છે. તમાની મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. કોઈ જગ્યાએ રોકાણ કરશો તો એનાથી લાભ થશે. જો તમે તમારા વ્યક્તિત્ત્વમાં કોઈ ફેરફાર કરશો તો ભવિષ્યમાં એને કારણે ચોક્કસ જ ફાયદો થઈ રહ્યો છે.