બે મહત્ત્વના ગ્રહોએ બદલી ચાલ, આગામી 15 દિવસ જલસા કરશે આ રાશિના જાતકો… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
ગ્રહોનું ગોચર એ અવિરત ચાલતી આવેલી પ્રક્રિયા છે અને સમયાંતરે થતાં ગ્રહોના ગોચરને કારણે શુભાશુભ યોગનું નિર્માણ થાય છે અને 24 કલાક પહેલાં એટલે કે 13મી સપ્ટેમ્બરના દિવસે જ બે ગ્રહોએ પોતાની ચાલ બદલી છે, જેને કારણે આગામી 15 દિવસ સુધી જલસો જ જલસો પડી જવાનો છે. આવો જોઈએ કયા છે બે ગ્રહો અને કઈ રાશિના જાતકોને આ બદલાયેલી ચાલથી લાભ થઈ રહ્યો છે એ-
મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 13મી સપ્ટેમ્બરના દિવસે શુક્રએ નક્ષત્ર પરિવર્તન કરીને હસ્ત નક્ષત્રમાંથી ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે ત્યાં ગ્રહોના રાજા સૂર્યએ પણ પૂર્વા ફાલ્ગુનીમાંથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કર્યું છે. બંને ગ્રહોના આ નક્ષત્ર પરિવર્તનથી 3 રાશિના જાતકોનો સોનેરી સમય શરૂ થઈ રહ્યો છે, આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
મેષ રાશિના જાતકોને એક સાથે બે મહત્ત્વના ગ્રહોએ કરેલા ગોચરને કારણે માનસિક શાંતિ મળશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. રચનાત્મક્તા વધશે. નવા વિચારોથી ભરપૂર રહેશે. આવકમાં વૃદ્ધિ થશે. વેપારમાં નફો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. કામના સ્થળે પ્રમોશન વગેરે મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જીવનસાથી સાથે સંબંધો મજબૂત બનશે.
વૃષભ રાશિના જાતકો માટે ડબલ ગોચર સ્વભાવમાં ધરખમ ફેરફાર લઈને આવશે. તમે વધારે શાંત અને સંતુલન જાળવીને આગળ વધશો. આવકના નવા નવા સ્રોત ઊભા થશે. આર્થિક સ્થિતિ વધારે મજબૂત બની રહી છે. કામના સ્થળે તમને તમારા કામમાં સફળતા મળશે. ઉપરી અધિકારી તમારા કામની પ્રશંસા થશે. વેપારમાં સોશિયલ મીડિયાના ઉપયોગથી તમને ફાયદો થઈ રહ્યો છે. પરિવારમાં ખુશહાલી આવશે.
મિથુન રાશિના જાતકોના સાહસમાં પણ વૃદ્ધિ થશે. તમારી કમ્યુનિકેશન સ્કીલમાં વૃદ્ધિ થઈ રહી છે. ધનલાભના યોગ બની રહ્યા છે. આવકમાં વૃદ્ધિ થશે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વિદ્યાર્થીઓને તેમના પ્રયાસોમાં સફળતા મળી રહી છે. એજ્યુકેશન સંબંધિત સમસ્યાો દૂર થઈ રહી છે. કુંવારા લોકો માટે સારા સારા પ્રસ્તાવ આવશે. જીવનમાં રોમાન્સ વધશે.