ગીતા મહિમા: દિવ્ય ગુણોથી મોક્ષ!

- સારંગપ્રીત
ગત અંકમાં દયા ગુણની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ સમગ્ર દૈવી ગુણોથી મોક્ષની પ્રાપ્તિરૂપ ફળ પ્રાપ્ત થાય છે, તે સમજાવી રહ્યા છે.
સંસારમાં જયારે અવગુણો વધતા જાય તો આ સંસારનું ચિત્ર કાંઇક બને છે. અંધાધૂંધી, અરાજકતા, ખૂન-ખરાબી, અવિશ્વાસ, છૂટાછેડા, વ્યસનો, ઝઘડા, કંકાસ… વગેરેને કારણે વાતાવરણ ગમગીન થઈ ગયું છે. રોજ બરોજના સમાચાર પત્ર હોય કે ટી.વી.માં આવતા ન્યૂઝ હોય, આવા કિસ્સાઓ સહજ બની ગયા છે…..`શું થાય? આ તો હળાહળ કળિયુગ છે. તે આવું જ રહેવાનું ને’ બે પચાસ વટાવેલા વ્યક્તિઓ વચ્ચેની વાત – મને એમ લાગે છે કે હું કળિયુગમાં ખોટો જન્મ્યો… હું સતયુગમાં જન્મ્યો હોત તો સાં હોત…’
એવું કહેવાય છે કે, સતયુગમાં ભગવાન તથા અસુરો અલગ અલગ લોકમાં અસ્તિત્વ ધરાવતા હતા. ત્રેતાયુગમાં તેઓ સમાન લોકમાં નિવાસ કરતા હતા. દ્વાપરયુગમાં તેઓ સમાન પરિવારમાં વસતા હતા જ્યારે કળિયુગમાં દૈવી અને આસુરી પ્રકૃતિ એક જ મનુષ્યના અંત:કરણમાં સહ-વાસ કરે છે. મનુષ્યના અસ્તિત્વનું આ ધર્મસંકટ છે, જ્યાં ઉચ્ચતર સ્વ' તેને ઊર્ધ્વ દિશામાં ભગવાન તરફ ખેંચે છે અને નિમ્નતર
સ્વ’ તેને અધો દિશામાં ખેંચે છે.
આ પણ વાંચો: ગીતા મહિમા: દયા કરો
આજના આ જમાનામાં આંતરિક શુદ્ધિ કરતા બહારના દેખાવ પર ફોકસ વધી ગયું છે. દયા, કણા, ક્ષમા, ત્યાગ, સહનશીલતા, સરળતા, સંતોષ, સમતા, પ્રેમ વગેરે સદ્ગુણોથી યુક્ત વ્યક્તિ ભાગ્યે જ નજરે ચડશે. જયારે ક્રોધ, માન, ઈર્ષ્યા, દગો, હિંસા, દંભ, અહંકાર વગેરે વ્યક્તિમાં તેના ઘરેણાં સમાન નજરે ચડે છે.
મહંત સ્વામી મહારાજ કહે છે- `જો દિવ્ય ગુણો હશે તો જ વ્યક્તિને કળિયુગમાં પણ ભગવાનની સાથે જ છે.’
ઘણીવાર આપણા મનમાં ભ્રમણા હોય છે કે યુગ, વાતાવરણ અને પરિસ્થિતિના આધારે ભજન, ભક્તિ અને કલ્યાણ થતાં હોય છે, પણ હકીકતમાં ભગવાન અને સંતના સંબંધથી આવેલ ગુણોથી જ મોક્ષ થાય છે, તેથી ગમે તેવો કળિયુગ પણ આપણા માટે સતયુગથીય અધિક જ છે.
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે દૈવી ગુણો મોક્ષ તરફ દોરી જાય છે, જયારે આસુરી સંપત્તિ બંધનનું કારણ છે. હે અર્જુન, તું શોક ન કર, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મ્યો છે. તેઓ કહે છે કે આસુરી સંપદા વ્યક્તિને જન્મ અને મૃત્યુની સાંકળમાં બાંધી રાખે છે, જયારે દિવ્ય ગુણોનું સંવર્ધન વ્યક્તિને માયાના બંધનને તોડવામાં સહાયક થાય છે.
આ પણ વાંચો: ગીતા મહિમા : તમે વિશિષ્ટ છો !
આધ્યાત્મિક માર્ગ પર ચાલવા માટે તેમજ તેને અંત સુધી વળગી મોક્ષ પ્રાપ્તિ માટે સાધકે ઘણી બાબતોની સાવધાની રાખવાની આવશ્યકતા છે. અહંકાર, દંભ, ક્રોધ, માન, ઈર્ષ્યા, દગો, હિંસા વગેરેમાંથી એક પણ આસુરી ગુણ વ્યક્તિમાં હોય, તો તે નિષ્ફળતાનું કારણ બની શકે છે. સાથે-સાથે, દયા, કણા, ક્ષમા, ત્યાગ, સહનશીલતા, સરળતા, સંતોષ, સમતા વગેરે દિવ્ય ગુણોનો વિકાસ કરવો પણ આવશ્યક છે, કારણ કે દિવ્ય ગુણો વિના આપણી આધ્યાત્મિક પ્રગતિ પાંગળી થઈ શકે છે અને મોક્ષ પ્રાપ્તિ માટે અવરોધક બની શકે છે.
જેમ આપણે કોઈ યાત્રા પર નીકળ્યા હોઈએ અને દૃઢતાના અભાવથી જયારે યાત્રા કઠિન બને ત્યારે આપણે તેને અધવચ્ચે છોડી દઈશું, ક્ષમાના અભાવથી મન ઘૃણા સાથે બંધાયેલું રહેશે અને તેનામાં ભગવાનમાં તલ્લીન થવાની ક્ષમતા રહેશે નહીં. પરંતુ જો આપણે દિવ્ય ગુણો ધરાવતાં હોઈશું તો આપણી પ્રગતિની ઝડપ અને માર્ગમાં આવતાં વિઘ્નોનો સામનો કરવાની ક્ષમતામાં વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે, સદ્દગુણોનો વિકાસ અને દુર્ગુણોને દૂર કરવા એ આધ્યાત્મિક સાધનાનો અભિન્ન ભાગ છે અને મોક્ષ પ્રાપ્તિ માટે આવશ્યક છે.
આ પણ વાંચો: ગીતા મહિમા : નવજીવનનો ઉજાસ
દિવ્ય ગુણો એ આપણને શ્રેષ્ઠ જીવન જીવવા માટેના માર્ગદર્શક છે. આ ગુણોને જીવનમાં અપનાવવાથી, વ્યક્તિ ન માત્ર આધ્યાત્મિક વિકાસ કરે છે, પરંતુ તે સમગ્ર સમાજ માટે પણ મૂલ્યવત્તા અને પ્રેમ પ્રદર્શિત કરે છે. જ્યારે આ ગુણોનો વ્યવહાર કરવામાં આવે છે, ત્યારે આપણે સાચી દિશામાં મોક્ષ માટે પરમાત્માની તરફ આગળ વધીએ છીએ.
મોક્ષ એ આત્મિક મુક્તિ અને પરમાત્મા સાથે એકતાના અનુભવનો માર્ગ છે. આ માર્ગ સજાગતા, આધ્યાત્મિક સાધના અને વ્યક્તિગત પરિવર્તન દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. જીવનમાં સાચા સ્વરૂપને ઓળખી, મુક્તિ અને શાંતિનો અનુભવ કરી મોક્ષ પ્રાપ્તિ એ આપણા જીવનનું અંતિમ ધ્યેય હોવું જોઈએ.
જ્યારે વ્યક્તિના જીવનમાં સત્ય, પ્રેમ, દયા, શ્રદ્ધા, કણા, ક્ષમા, ત્યાગ, સહનશીલતા, સરળતા, સંતોષ, સમતા અને નિ:સ્વાર્થતા પ્રગટે છે, ત્યારે એ જીવન જ મોક્ષ તરફનો માર્ગ બની જાય છે.
હા, જીવનમાં દૈવી ગુણોના વિકાસ માટે સત્પુષનો સંગ આવશ્યક છે.