આચમન: ગણપતિ: સંગઠન ને શક્તિનું પ્રતીક

-અનવર વલિયાણી
મહાભારત વિશે તો તમે સાંભળ્યું હશે.
- માત્ર ભારતમાં નહીં, દુનિયાભરમાં મહાભારત એક કથાકાવ્ય તરીકે જાણીતું છે.
કહે છે કે
- મહાભારતમાં બબ્બે લીટીના એક લાખ શ્ર્લોક છે.
- એ મહાકાવ્ય મહર્ષિ વેદવ્યાસે રચ્યું છે.
- મહર્ષિ વેદવ્યાસ પવનની ગતિએ વિચારી શકતા, પરંતુ એ ઝડપે લખી શકતા નહોતા. એટલે એમને એક કુશળ લહિયાની જરૂર પડી.
લહિયો એટલે તમે મોટેથી બોલીને જેને લખાવી શકો. આજની ભાષામાં એને સ્ટેનોગ્રાફર કહેવાય.
- વેદવ્યાસે સૃષ્ટિના સર્જક બ્રહ્માજીના કાને વાત નાખી.
-મને કોઈ સારો લહિયો બતાવો.
-બ્રહ્માજીએ ગણપતિનું નામ સૂચવ્યું.
-વેદવ્યાસે ગણપતિને નિમંત્રણ મોકલ્યું.
-ગણેશ મળવા આવ્યા ત્યારે વ્યાસજીએ મહાભારત લખવાની પોતાની યોજના તેમને સમજાવી.
-ગણેશજીએ એક શરત રજૂ કરી:
આ પણ વાંચો…આચમનઃ આરબ સિપાહીઓ બોલી ઊઠ્યા, ‘જલા તું તો અલ્લાહનું નૂર…
- તમારે મને એકધારું અને સતત લખાવું પડશે.
- વચ્ચે વચ્ચે અટકવાનું નહીં.
-આ તો બહુ વિકટ શરત હતી છતાં વ્યાસજીએ સ્વીકારી પણ સામી શરત મૂકી:
- ભલે, પરંતુ તમારે વિચાર્યા વગર કશું ટપકાવવાનું નહીં.
- હું ઉતાવળમાં જે બોલી જાઉં તે તમારે સમજી વિચારીને લખવાનું.
-ગણેશજીએ હા પાડી.
-મહાભારતનું સર્જનકાર્ય શરૂ થયું.
-વ્યાસજીએ એક યુક્તિ કરી.
- પચાસ પોણોસો પંક્તિ એક સાથે લખાવે.
- એમાં પાંચ સાત પંક્તિ એવી હોય જેમાં ગણેશે વિચારવું જ પડે.
- સાંભળેલું અવિચારીપણે લખી નખાય નહીં.
- એનો અર્થ વિચારવા ગણેશજી રોકાય એટલી વારમાં વ્યાસજી આગળના પ્રસંગો વિચારી લે અને સ્નાન – ભોજન વગેરે કામ ફટાફટ ઉકેલી નાખે.
-આમ મહિનાઓની એકધારી મહેનત પછી મહાભારત રચાયું.
-આ કથાનો મર્મ સમજવા જેવો છે.
- આજે અંગ્રેજી શાળામાં ભણતાં બાળકોને ઘણીવાર ગણેશનું સ્વરૂપ સમજાતું નથી.
- સૂંપડા જેવા કાન, * ઝીણી આંખો, * મોટું પેટ અને * હાથીનું મોઢું…* આ તે કઈ જાતના દેવ! પરંતુ વ્યાસજી અને મહાભારતવાળો પ્રસંગ ધ્યાનથી વાંચતા ગણપતિના સ્વરૂપનો મર્મ સમજાઈ જશે.
- સૂંપડા જેવા કાન એટલે?
- ગણપતિ નાનામાં નાના અને મોટામાં મોટા માણસની વાત પણ પૂરેપૂરા ધ્યાનથી, ધીરજથી સાંભળે છે, એ બધી વાતો.
- પોતાના સાગર જેવા પેટમાં રાખે છે.
- પોતાની જાસૂસ જેવી ઝીણી નજરથી એનું ખરું-ખોટું ચકાસે છે, ચારેબાજુ નજર રાખે છે.
- પોતાના કાને પડેલી વાતો પેટમાં સાચવી રાખે છે.
- ગમે ત્યાં બોલી નાખતા નથી.
-ઝીણી આંખ એટલે પરિસ્થિતિને સાચા સ્વરૂપમાં સમજવાની વિશેષ શક્તિ. ગણપતિમાં આ શક્તિ હતી માટે બ્રહ્માજીએ તેમના નામની ભલામણ વ્યાસજીને કરી.
-વ્યાસજીએ ગણપતિને મહાભારત લખાવ્યું.
-જગતને એક અદ્ભુત મહાકાવ્યની ભેટ મળી.
-જોકે ગણપતિ તમામ દેવોમાં સૌથી પહેલા પૂજાય છે અને તમામ સંકટો – વિઘ્નોનો નાશ કરે છે. એ વધુ મહત્ત્વનો મુદ્દો છે.
પ્રેરણાસ્ત્રોત:
-આઝાદીના સંગ્રામમાં લોકોને સામેલ કરવા દરેક દેશનેતાએ પોતપોતાની રીતે પ્રયાસો કર્યા.
-મહારાષ્ટ્રમાં જ્ઞાની નેતા શ્રી લોકમાન્ય ટિળકે ગણેશ ઉત્સવને સાર્વજનિક બનાવ્યો.
- ઉત્સવના અને ધર્મના નામે લોકો જલદી સંગઠિત થાય છે એ હકીકત ટિળક સમયસર સમજી ગયેલા.
એ રીતે
- શેરીઓમાં, * સોસાયટીઓમાં, * મોહલ્લામાં અને * ગામમાં બધા ભેગા થાય છે.
- આમ ગણપતિ
- સંગઠન અને * સંઘશક્તિનું પણ પ્રતીક બની રહ્યા.
- આ દુંદાળા દેવને-કોટિ કોટિ વંદન.
આ પણ વાંચો…આચમનઃ ઈશ્વરનો અવતાર: સંત જલારામ