24 કલાક બાદ બની રહ્યો છે Gajkesari Yog, આ ત્રણ રાશિના જાતકોનું વધશે Bank Balance…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જૂન મહિનો ખૂબ જ મહત્ત્વનો સાબિત થઈ રહ્યો છે અને 24 કલાક બાદ એટલે કે આવતીકાલે આવો જ એક યોગ બની રહ્યો છે. જેને કારણે અમુક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યો છે. આવો જોઈએ કયો છે આ યોગ અને એને કારણે કઈ રાશિના જાતકોને ફાયદો થઈ રહ્યો છે-
14મી જૂનના ગુરુ અને ચંદ્રની યુતિ થઈ રહી છે. આ યુતિને કારણે ગજકેસરી યોગ (Gajkesari Yog)નું નિર્માણ થઈ રહ્યું છે. કન્યા રાશિમાં આ યોગ બની રહ્યો છે, જેને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે.
મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 14મી જૂનથી 16મી જૂન સુધી ચંદ્ર કન્યા રાશિમાં બિરાજમાન રહેશે અને આ વખતે ચંદ્રમા પર ગુરુની પંચમ દ્રષ્ટિ પડશે અને એને કારણે ગજકેસરી યોગ બની રહ્યો છે. આ યોગ ત્રણ રાશિના જાતકો માટે શુભ માનવામાં આવી રહ્યો છે. આ રાશિના જાતકોને આર્થિક મોર્ચે પણ લાભ થઈ રહ્યો છે. કરિયર-કારોબારમાં લાભ થઈ રહ્યો છે
આ રાશિના જાતકોના ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થઈ રહી છે. મકાન કે વાહન ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. માનસિક શાંતિ મળશે અને તાણમાંથી મુક્તિ મળશે. ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે આગામી 48 કલાકનો ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. કરિયરમાં પણ સફળતા મળશે. કોર્ટ-કચેરીમાં પણ રાહત મળી રહી છે.
કર્ક રાશિના જાતકોને નવી નોકરીની ઓફર આવી રહી છે. આવકના એક કરતાં વધુ સ્ત્રોત બની રહ્યા છે. પૈસા સંબંધિત સમસ્યામાંથી મુક્તિ મળશે. સાહસમાં વૃદ્ધિ થઈ રહી છે. કામના સ્થળે મોટી સફળતા મળી રહી છે. સગા સંબંધીનો પૂરેપૂરો સાથ ણળી રહ્યો છે. ભાગ્યનો પૂરો સાથ મળી રહ્યો છે.
નોકરી કરી રહેલાં લોકો માટે આજનો સમય ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. કરિયરમાં પણ સફળતા મળી રહી છે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. આ રાશિના જાતકો માટે કન્યા રાશિમાં બની રહેલો આ ગજકેસરી યોગ લાભદાયી સાબિત થઈ રહ્યો છે.