ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
જોડી જમાવો
અ ઇ
કંસ વધ કારતક સુદ પૂનમ
તુલસી વિવાહ કારતક સુદ એકમ
દેવ દિવાળી કારતક સુદ દસમ
સોર સંહારમ કારતક સુદ બારસ
ગોવર્ધન પૂજા કારતક સુદ છઠ
ઓળખાણ પડી?
દિવાળીમાં રંગોળી પૂરવાની વિશિષ્ટ પરંપરા છે. ચોખાના લોટનો ઉપયોગ કરી બનાવવામાં આવતી કોલમ રંગોળી કયા રાજ્યમાં મૂળ ધરાવે છે?
અ) ગુજરાત બ) પંજાબ ક) રાજસ્થાન ડ) તમિલનાડુ
ગુજરાત મોરી મોરી રે
વિક્રમ સંવત ૨૦૮૧નો પ્રારંભ થઈ ગયો છે. બુધવારે લાભ પાંચમ છે. આ દિવસ બીજા કયા નામથી પણ ઓળખાય છે એ જણાવો.
અ) લાલ પંચમી બ) જ્ઞાન પંચમી
ક) ઉદ્યમ પંચમી ડ) ભાગ્ય પંચમી
માતૃભાષાની મહેક
રંગોળી માત્ર ધાર્મિક પરંપરાઓનો જ એક ભાગ નથી, પરંતુ તેનું સાંસ્કૃતિક મહત્ત્વ પણ છે. વિવિધ પ્રદેશોમાં વિવિધ પ્રકારની રંગોળી બનાવવામાં આવે છે. જે તે સ્થળની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે છે. રંગોળી એ ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે. જેને પેઢીઓથી સાચવવામાં આવે છે અને તેનું જતન કરવામાં આવે છે.
ઈર્શાદ
આજ દિવાળી, કાલ દિવાળી,
ગામનાં છોકરાં ખાય સુંવાળી, મેઘ મેઘ રાજા.
— જોડકણું
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘દિવાળીમાં મેરાયુંની પ્રથા વિસરાઈ ગઈ છે’ પંક્તિમાં મેરાયું શબ્દનો અર્થ શું થાય એ કહી શકશો?
અ) માગણી બ) ગાયન ક) દીવડો ડ) આશીર્વાદ
માઈન્ડ ગેમ
ફટાકડા ફોડવાનો આનંદ અનેક લોકો લેતા હોય છે. કયો ફટાકડા ફોડવાથી અવાજ નથી થતો એ વિકલ્પમાંથી શોધી કાઢી જણાવો.
અ) આપટ બાર બ) લવિંગિયા
ક) તારામંડળ ડ) સુતળી બોમ્બ
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
અ ઇ
કુંભકોણમ મંદિર તમિળનાડુ
ત્ર્યંબકેશ્ર્વર મંદિર મહારાષ્ટ્ર
૧૪ દેવ-દેવીનું મંદિર ત્રિપુરા
જયંતિ દેવી મંદિર પંજાબ
સાંદિપની મંદિર ગુજરાત
ગુજરાત મોરી મોરી રે
કોચરબ આશ્રમ
ઓળખાણ પડી?
શ્રીલંકા
માઈન્ડ ગેમ
વેટિકન સિટી
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
ઘર
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) ડૉ. પ્રકાશ કટકિયા (૨) ભારતી પ્રકાશ કટકિયા (૩) સુરેખા દેસાઈ (૪) મુલરાજ કપૂર (૫) સુભાષ મોમાયા (૬) ભારતી બુચ (૭) કિશોરકુમાર જીવણદાસ વેદ (૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) ખુશરૂ કાપડિયા (૧૨) નુતન વિપીન (૧૩) પુષ્પા ખોના (૧૪) લજિતા ખોના (૧૫) પુષ્પા પટેલ (૧૬) મીનળ કાપડિયા (૧૭) કમલેશ મૈઠિઆ (૧૮) મહેશ દોશી (૧૯) અશોક સંઘવી (૨૦) શ્રદ્ધા આશર (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) પ્રવીણ વોરા (૨૩) મહેન્દ્ર લોઢાવિયા (૨૪) ભાવના કર્વે (૨૫) નિખિલ બંગાળી (૨૬) અમીશી બંગાળી (૨૭) કિશોર બી સંઘરાજકા (૨૮) અરવિંદ કામદાર (૨૯) અંજુ ટોલિયા (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) વિણા સંપટ (૩૨) નીતા દેસાઈ (૩૩) શિલ્પા શ્રોફ (૩૪) નિતીન બજરિયા (૩૫) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૭) નયના ગિરીશ મિસ્ત્રી (૩૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૯) ફાલ્ગુની શેઠ (૪૦) મનીષા શેઠ (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) રમેશ દલાલ (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) હિના દલાલ (૪૫) મહેશ સંઘવી (૪૬) પ્રતિમા પમાણી (૪૭) ગીતા ઉદેશી (૪૮) ધીરેન્દ્ર ઉદેશી (૪૯) જગદીશ ઠક્કર