तू है तो… दोषों की विशुद्धि है | મુંબઈ સમાચાર
ધર્મતેજ

तू है तो… दोषों की विशुद्धि है

“પરમ ગુરુદેવ”

ષષ્ટમ દિવસ

જ્યારે આત્મા દોષોથી વિશુદ્ધ થાય,
ત્યારે આત્મા સિદ્ધ થવાને પાત્રવાન થાય!

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે સ્વયંની belief ને change કરી, સ્વયંના દોષોને જાણી, એ દોષોથી મુક્ત થવાનો સમ્યક્‌‍ અવસર!

જ્યાં સુધી દોષો ઓળખાતાં નથી, ત્યાં સુધી દોષો અપ્રિય લાગતાં નથી અને જ્યાં સુધી દોષો અળખામણાં લાગતાં નથી, ત્યાં સુધી સમ્યક્‌‍ ખમતખામણાં થતાં નથી.

દોષો તો અનેક હોય પણ એમાં સ્વયં માટે અને સંબંધોમાં Problems create કરે છે, અસંતોષ અને સ્વાર્થ!
વ્યક્તિમાં સંતોષ ક્યારે આવે?

જ્યારે ઘણું બધું હોય ત્યારે કે જેની ઝંખના હોય, એ મળી જાય ત્યારે!

વ્યક્તિ સાથે સંબંધ ક્યારે બગડે?

આપણ વાંચો: तू है तो… मुस्कान सहज हैं “પરમ ગુરુદેવ” ચતુર્થ દિવસ મારા સુખમાં અજાણ્યા અતિથિનો ભાગ, એનું નામ સંવિભાગ!

જ્યારે એ વ્યક્તિ સાથેનો કોઈ સ્વાર્થ disturb થયો હોય ત્યારે! જ્યારે એના વ્યવહાર પ્રત્યે અસંતોષ હોય ત્યારે!
જૈનદર્શનમાં ભગવા ત્રણ શબ્દ આપ્યા છે;

દ્રવ્ય, ગુણ અને પર્યાય!

દ્રવ્ય એટલે Matter, જેમ કે gold!

ગુણ એટલે કે qualities જેમ કે, goldની yellow shine પર્યાય એટલે સ્થિતિ, જેમ કે gold આજે bangles રૂપમાં છે, કાલે એમાંથી chain બની શકે છે અને ભવિષ્યમાં એમાંથી ring અથવા necklace બની શકે છે.

પર્યાય હંમેશાં બદલાતી રહે.

મનુષ્ય પહેલાં બાળક હોય, પછી યુવાન થાય, પછી વૃદ્ધ થાય.

જે પર્યાયનો સ્વીકાર ન કરી શકે, તેને હંમેશાં અસંતોષ હોય.

કોઈપણ વસ્તુ નવી હોય ત્યારે તેની પર્યાય અલગ હોય, સમય સાથે એની પર્યાય બદલાતી હોય છે.

આજે નવું shirt લાવ્યા હોય ત્યારે તેનો colour, brightness અલગ હોય, સમય પસાર થતાં તે જૂનું થઈ જાય ત્યારે તેનો કલર colour fade થઈ ગયો હોય, તેની brightness ઓછી થઈ ગઈ હોય. પછી જ્યારે વ્યક્તિ નવા shirtની શોધ કરે અને મનમાં હોય એવું ન મળે ત્યારે અસંતોષ વધવા લાગે. એમાં પણ એવું shirt friend પાસે હોય તો comparison શરૂ થઈ જાય, એની પાસે છે અને મારી પાસે નથી એટલે mind disturb થાય.

આપણી પાસે જે હોય એનો આનંદ અને સંતોષ વધારે હોય કે જે નથી મળતું એનું દુ:ખ અને વેદના વધારે હોય?
અસંતોષ વખતે જો mind disturb હોય તો તે આસપાસવાળાને પણ disturb કરે છે, તે સમયે નજીક આવનારી વ્યક્તિ પણ વગર કારણે ગુસ્સે થઈ જાય છે.

તમારી સાથે જ્યારે કોઈ વગર કારણે વગર ગુનાએ misbehave કરે ત્યારે તમારે સામે ગુસ્સો ન કરવો જોઈએ અને disturb પણ ન થવું જોઈએ, પણ તમને ખબર હોવી જોઈએ કે અત્યારે કોઈ અસંતોષના કારણે એનું mind upset છે અને disturbed છે, એટલે મારે અશાંત થવું નથી પણ એનું મન શાંત થાય એવી પ્રાર્થના કરવી છે. આ છે, દોષને વિશુદ્ધ કરવાની process!

આપણ વાંચો: तू है तो…साधना जीवंत है તૃતિય દિવસ “પરમ ગુરુદેવ” `નાના-નાના નિયમની નિત્ય પાલના, સાધનાને જીવંત રાખે છે.’

प्रभु, तू हैं तो… दोषों की समझ हैं,
गुरु, तू हैं तो… दोषों की विशुद्धि का पुरुषार्थ सहज है।

પરિવારમાં પણ જ્યારે problems થાય, ત્યારે તરત જ કોઈ નિર્ણય ન લેવો જોઈએ, એક week પછી નિર્ણય લેવાથી, એ સમયનો આક્રોશ અને અશાંતિ ધીમે-ધીમે શાંત થવા લાગશે અને mindset થવા લાગશે, જવા દે ને, એણે ગુસ્સામાં જે કર્યું તે કર્યું, મારે એમાં મારા મનની શાંતિને disturb કરવી નથી. શું થશે?

અશાંત થતો પરિવાર ધીમે-ધીમે શાંત થવા લાગશે.

અસંતોષનું એક કારણ હોય છે, comparison!

પછી એ ભાઈ-બહેન વચ્ચે હોય, દેરાણી-જેઠાણી વચ્ચે હોય કે બે ભાઈ વચ્ચે હોય!

એણે એને બોલાવ્યા, મને ન બોલાવ્યા, એમને દીદી જ વ્હાલી લાગે છે, મારી તો કોઈ value જ નથી, નાના ભાઈને વધારે આપે છે, અમને ઓછું આપે છે, ઘરના બધાંને જેઠાણીની વાત સાચી લાગે છે, મારા suggestions તો કોઈને ગમતા નથી…જેવી comparison થાય એટલે mind upset થાય, mind disturb થાય!

આ લાગણીઓનું calculation વ્યક્તિના હૃદયમાં તે ભાઈ, બહેન, દેરાણી કે જેઠાણી માટે એક hard corner બનાવે. પછી માનો કે તે વ્યક્તિ તેના પ્રત્યે ગમે તેટલો પ્રેમ રાખે, તેની ગમે તેટલી care કરે, તેના માટે ગમે તેટલું સારું કરે પણ તેને તો બધું ખરાબ જ લાગે કેમ કે, એના મનમાં તે વ્યક્તિ માટે negativity આવી ગઈ હોય.

એ minor negativity ધીમે-ધીમે અણગમો વધારે! જ્યારે જે વ્યક્તિને બીજા કરતાં વધારે લાગણી મળતી હોય, તે વ્યક્તિમાં micro ego આવી જાય અને લાગણી આપનાર વ્યક્તિ પ્રત્યે soft corner આવી જાય.

પણ યાદ રાખજો, એ soft corner જ જ્યારે egoને satisfy કરે, અપેક્ષા પ્રમાણે લાગણી ન મળે ત્યારે hard corner બની જાય.

માટે જ, લાગણી નથી આપવા જેવી કે નથી માગવા જેવી!!

ભગવાને કહ્યું છે;

લાગણી આપવી એ અધર્મ નથી પણ લાગણી માગવી, તે અધર્મ સિવાય કાંઈ નથી!

લાગણી મળે તો પણ no problem, ન મળે તો પણ no problem. જેને જેટલી લાગણી મળે છે, તેનાં કર્મો પ્રમાણે મળે છે.

મારે ક્યાંય લાગણીના begger બનવું નથી!

અસંતોષ દૂર થાય તો સંતોષ આવે.

સંતોષ ત્યારે જ આવે, જ્યારે બદલાતી પર્યાયનો સ્વીકાર થાય અને જાગેલી ઝંખનાને સમય આપવામાં આવે.

સંકલ્પ:

મારે ભાવો અને મારા આત્માને શુદ્ધ કરવા હું દરરોજ પ્રભુના આગમનું એક ાફલય વાંચીશ.

POINTERS

  • જ્યાં સુધી દોષો ઓળખાતા નથી, ત્યાં સુધી દોષો અળખામણાં લાગતાં નથી અને જ્યાં સુધી દોષો અળખામણાં લાગતાં નથી, ત્યાં સુધી સમ્યક્ ખમતખામણાં થતાં નથી.
  • પર્યાય બદલાય છે અને એ બદલાતી પર્યાય તમારી ઝંખનાને વધારે છે, જેમ-જેમ ઝંખનાને વધે છે, તેમ-તેમ અસંતોષ વધે છે.
  • તમારી સાથે જ્યારે કોઈ વગર કારણે, વગર ગુનાએ misbehave કરે ત્યારે તમારે સામે ગુસ્સો ન કરવો જોઈએ અને disturb પણ ન થવું જોઈએ, અત્યારે કોઈ અસંતોષના કારણે એનું mind upset છે અને disturbed છે, એટલે મારે અશાંત થવું નથી. પણ એનું મન શાંત થાય એવી પ્રાર્થના કરવી છે.
  • મને જે મળે છે, તે મારા પુણ્ય અને મારાં કર્મો પ્રમાણે મળે છે માટે જ, મને જે નથી મળતું એના માટે negative અફસોસ કરવો ન જોઈએ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button