ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

દિવાળીના દિવસોમાં દીપદાનનું મળે છે અક્ષય પુણ્ય

વિશેષ -રશ્મિ શુકલ

કારતક મહિનામાં દીપદાનનું ખાસ મહત્ત્વ છે. એમાં પણ દિવાળીના દિવસો દરમિયાન કરવામાં આવેલુ દીપદાન અખૂટ પૂણ્ય આપે છે. આમ તો કારતક માસમાં આખો મહિનો દીપદાન કરી શકાય છે. આ માસમાં મંદિર, તુલસી, આમળાના ઝાડ, નદી, કૂવા અને તળાવના કિનારે પણ દીપદાન કરવામાં આવે છે.  પૌરાણિક કથા પ્રમાણે શિવ પુત્ર કાર્તિકેયે કારતક માસમાં દૈત્ય તારકાસુરનો વધ કર્યો હતો. માન્યતા મુજબ તારકાસુર વજ્રાંગ દૈત્યનો પુત્ર અને અસુરોનો રાજા હતો. દેવતાઓ પર જીત મેળવવા માટે તેણે શિવજીની તપસ્યા કરી અને વરદાન માંગ્યુ કે તેને શિવજીના પુત્ર સિવાય કોઈ મારી ન શકે. આ જ કારણ છે કે દેવતાઓએ શિવજીના વિવાહ પાર્વતી સાથે કરાવ્યા હતા. તેમને કાર્તિકેય નામની સંતાન પ્રાપ્તિ થઈ હતી. બાદમાં દેવતાઓએ કાર્તિકેયને સેનાપતિ બનાવ્યો અને યુદ્ધમાં તારકાસુરનો વધ કર્યો. 

| Also Read: જ્યારે આપણે ભીતરી સત્યની અવહેલના કરીએ છીએ ત્યારે શંભુ રૂઠે છે 

આ જ કારણ છે કે કારતક માસમાં વિવિધ વસ્તુઓના દાનનું ખાસ મહત્ત્વ છે

*કારતક મહિનામાં જરૂરતમંદ લોકોને ગરમ કપડા, અનાજ અને યથાશક્તિ દાન કરવું જોઈએ.

*ગૌશાળામાં ગાયની દેખરેખ માટે ધનનું દાન કરવું જોઈએ. સાથે જ તુલસી, ગાય અને આમળાનો છોડ દાન કરવાનું પણ મહત્ત્વ છે.

| Also Read: સ્વયંસિદ્ધ સત્ય

*જે વ્યક્તિ મંદિરમાં, નદી કિનારે અથવા રસ્તા પર દીપદાન કરે છે તેને લક્ષ્મી પ્રાપ્તિ થાય છે. 

*જે વ્યક્તિ વેરાન સ્થાનો પર દીપદાન કરે છે તેને કદી પણ નર્કમાં જવું નથી પડતું. એવી માન્યતા છે કે કારતક દરમિયાન કેળાના ફળ અને ધાબળાનું દાન શ્રેષ્ઠ છે.

*પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે કારતક માસ દરમ્યાન જમીન પર સુવુ જોઈએ. આમ કરવાથી આળસ અને શારીરિક પીડા દૂર થાય છે. -કારતક માસમાં ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની પૂજાનું ખાસ મહત્ત્વ છે. એનાથી બીમારીઓ દૂર રહે છે અને આયુષ્ય વધે છે.

*જે લોકોનું મન અશાંત રહે છે તેમણે કારતક માસમાં જપ અને ધ્યાન જરૂર કરવું જોઈએ. એનાથી શાંતિ મળે છે. આ માસમાં કરવામાં આવેલી ભક્તિ સાધકોને પાપોમાંથી મુક્તિ આપે છે.

| Also Read: ફન વર્લ્ડ

*દરરોજ સવારે વહેલા ઉઠીને સ્નાન બાદ સૂર્યને જળ અર્પિત કર્યા બાદ ઘરના મંદિરમાં રહેલા ઇષ્ટદેવના મંત્રોના જપ કરવાના. જપ અને ધ્યાન માટે આ સમય સુવર્ણ કહેવાય છે.                                              

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button