ધર્મતેજ

હરિપ્રિય ભાવઊર્મિ…

ટૂંકું ને ટચઃકમલેશ હરિપ્રસાદ દવે

પ્રભુ-પરમાત્માને પ્રકાશ-તેજ-તેજસ્વિતા પ્રિય છે. આનંદસ્વરૂપ પ્રભુનાં મનોહર પ્રિયભાવો, ભાવઊર્મિઓ અને મધુરભાવો છે- દયાભાવ, કરુણાભાવ, પ્રેમભાવ અને સમર્પિત ભક્તિભાવ. પરમાત્મા માટે કહેવાયું છે- પ્રભુ દયાનાં સાગર છે, પ્રભુ પાસે સાગર જેટલી વિશાળ દયાભાવના છે – કરુણાભાવ છે. વળી- પરમાત્મા સાથે પ્રાયશ્ચિત કરેલ માનવ દોષભાવો સ્વીકારે ત્યાં દયાભાવે પ્રભુ માનવને પુણ્યશાળી આત્માની જીવનયાત્રા કરાવે છે- પાપો-દોષનાં પ્રાયશ્ચિતે! પરમાત્માનું સ્વરૂપ આનંદ સ્વરૂપ-શાંત પ્રસન્ન થાય છે.

પ્રભુને આનંદ અને પ્રસન્નતા વ્હાલાં અને પ્રિય છે. સત્‌-ચિત્‌-આનંદ’ એ પ્રભુનો પરિપૂર્ણભાવ છે. હરિકૃષ્ણનો પ્રિયભાવ એ વ્રજની ગોપીઓ સાથેની લીલા છે જ્યાં નિર્મળ, નિજાનંદ પ્રેમભાવ – પ્રેમરસની અનુભૂતિ છે. શ્રીહરિ કૃષ્ણનો વ્રજની ગોપીઓ સાથેનો પ્રકટભાવકૃષ્ણ – ગોપીઓ રાસ-લીલા’ છે જે હરિપ્રિયા રાસ-લીલા’ કે કૃષ્ણ પ્રિયા રાસલીલા’ બને છે, વળી – પ્રભુને સમર્પિત શ્રદ્ધાવાન હરિભક્તો પ્રિય છે માટે સાચાં ભક્તોનું પ્રભુ સ્વયં પ્રકટ થઈ કરુણાભાવે રક્ષણ કરે છે જેના ઈતિહાસનાં પાત્રો ભક્ત નરસિંહ મહેતા અને દ્રૌપદી છે.

વિશેષ ટાંકું તો – જગતમાં જ્યાં જ્યાં સત્યપ્રીતિ, ધર્મપ્રીતિ, પ્રેમપ્રીતિ, ન્યાયપ્રીતિ અને નીતિ છે ત્યાં સત્વગુણોનાં સદ્ભાવે હરિપ્રભુ આનંદે આનંદે પ્રિયભાવો ધારણ કરી સ્થાયી સ્વરૂપે બિરાજે છે.

પ્રાકટ્ય હરિભાવ
પ્રભુ શ્રીરામે શબરીનાં બોર પ્રેમથી મધુરભાવે ગ્રહણ કર્યા એ હરિપ્રિય પ્રેમભાવ છે. – શ્રીકૃષ્ણની સખા સુદામા પ્રત્યેની મિત્રતા-બાળદોસ્તી એ હરિપ્રિય કૃષ્ણ – સુદામા સખાભાવ સ્વરૂપે પ્રકટ છે!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button