ધર્મતેજ

ફોકસ: સીતા નવમી: ભારતીય સંસ્કૃતિ ને દાંપત્યની પ્રતિષ્ઠાનું પ્રતીક

-આર. સી. શર્મા

ભારતીય સંસ્કૃતિમાં સીતામાતાના આદર્શ સ્ત્રીત્વ અને પારિવારિક મૂલ્યોનું ખૂબ સન્માન કરવામાં આવે છે. એથી સીતા નવમી ભારતીય પરંપરાના વારસામાં અગત્યનું સ્થાન ધરાવે છે. એવી માન્યતા છે કે એ દિવસે સીતા માતાનો જન્મ થયો હતો. વૈશાખ માસની નવમી તિથિએ તેમનો પ્રાગટ્ય દિવસ છે. આજે સીતા નવમી છે.

એક ધાર્મિક માન્યતા પ્રમાણે મિથિલાના રાજા જનક કોઈ ધાર્મિક કર્મકાંડ કરતી વખતે હળ ચલાવી રહ્યા હતા. એ દરમ્યાન તેમને એક ઘડો મળ્યો, એ ઘડાથી જાનકી કે સીતામાતા અવતર્યાં હતાં. સીતા માતાને નારી શક્તિ, ત્યાગ અને પતિવ્રતાની મૂર્તિ માનવામાં આવે છે. સીતા નવમીનું ભારતીય સમાજમાં ખૂબ મહત્ત્વ છે. તેઓ આદર્શ સ્ત્રીનું ઉત્તમ ઉદાહરણ છે. આ જ કારણ છે વિવાહિત મહિલાઓ સીતા નવમીના દિવસે પતિના લાંબા આયુષ્ય અને દાંપત્ય જીવનમાં ખુશહાલી લાવવા માટે વ્રત રાખે છે.

આ દિવસે ભગવાન રામ અને સીતામાતાની પૂજા કરવામાં આવે છે. જેનાથી ઘરમાં સુખ,સમૃદ્ધિ આવે છે. મહિલાઓ સુખ, આનંદ અને સમૃદ્ધિ માટે પૂજા અર્ચના કરે છે. સાથે જ તમામ કષ્ટો અને પીડાથી મુક્તિ મળે એવી પ્રાર્થના પણ કરે છે.

આજે વૃદ્ધિ યોગનો સુયોગ બનવાનો છે. આ યોગમાં ભગવાન રામ અને સીતામાતાની સાથે આરાધના કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગવાનને ફૂલ, મીઠાઈનો પ્રસાદ ધરીને ધૂપ-દીપ કરવા જોઈએ. સાથે જ સીતા ચાલીસા કે પછી જાનકી સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.

આવી રીતે પૂજા-પાઠ કરવાથી પરિવારમાં ખુશહાલી આવે છે.

આ પણ વાંચો…ફોકસ : ગ્લોબલ વોર્મિંગને કારણે પ્રાણીઓમાં વધી રહ્યો છે ગુસ્સો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button