ભજનનો પ્રસાદ: વેલનાથ ચરણે જસોમાનો આ2ાધ

- ડૉ. બળવંત જાની
વેલનાથ જીવનની સાથે સંકળાયેલી કંઈકેટલીય દંતકથાઓ ભજનોમાં નિરૂપાયેલી જોવા-સાંભળવા મળે છે. એક માન્યતા પ્રમાણે જસમતથી વિદાય થઈને વાઘનાથને ગુ2ુ ધારીને ગિરનારમાં જ સાધનામાં 2ત વેલાબાવાએ જૂનાગઢમાં ગૃહસ્થજીવન પણ આરંભેલુંં. જસોમા અને મીણલમા એમ બે સ્ત્રીઓ હતી. વેલનાથ ગૌસેવા ક2ે, સાધના ક2ે અને ગૃહસ્થજીવન વ્યતીત ક2ે, શિષ્યોને પ્રબોધે. ગિરનારની આસપાસના પ્રદેશમાં પણ ભા2ે મોટો પ્રભાવ.
એક વખત કોઈ સંતમંડળી અને સમાજની યાત્રા મંડળી ગિરનારની પરિક્રમાએ નીકળેલી. રસ્તામાં જય ગિ2ના2ી – જય વેલનાથ એમ બોલે. આવો જય વેલનાથના નામનો અહાલેક સાંભળીને જોગીની જમાત ગુસ્સે થઈ ઊઠી. નવ નાથમાં આ દશમો વેલનાથ વળી કોણ છે ? અને ક્યાંથી ભળ્યો ? મંડળીએ જવાબ આપ્યો. જૂનાગઢમાં જ વસે છે, બાપજી. જોગીઓ તો ભા2ે ગુસ્સે થયા. ચીપિયા ખખડાવતા વેલાબાવા પાસે પહોંચ્યા અને કહે કે તું વેલનાથ સંસારસુખને ભોગવનારો, નાથ કહેવડાવે છે વેલાબાવો કહે, ના, બાપજી મને તો કંઈ ખબ2 નથી હું તો નાથના પગની રજોટી છું. મારાથી થાય ઈ ટેલ ક2ું છું.
ખાખીઓ કહે છે તું ઢોંગી છે ચાલ દત્તની ટૂકે, ત્યાં તા2ી ખબ2 લેશુંં. કહીને ચીપિયા અને ટોકરાથી પ્રહા2 કરવા લાગ્યા. બંને સ્ત્રીઓ આડા ઘા ઝીલે. ચાલતાં ચાલતાં ગિરના2 દરવાજે પહોંચ્યા, ત્યાં વાણિયાના જુવાનજોધ પુત્રનું શબ. વાણિયો વેલનાથના પગમાં પડયો અને કહેવા લાગ્યો, બાપજી મારી આંધળાની એક આંખ હતી એ ગઈ. તમે એને હાથ અડાડો. વેલાબાવાએ કપાળે હાથ મૂક્યો. માથે હાથ ફેરવ્યો અને છોક2ો આળસ મ2ડીને ઊભો થયો. પણ ખાખીઓની જમાતની બીકે પછીથી વેલનાથે હડી કાઢીને દોટ મૂકી. ભૈરવનાથની ટૂકે ચઢી ગયા. પાછળ જસોમા અને મીણલમા પણ દોડયાં.
ભૈરવનાથની એક ટૂકની તિરાડમાં ઊતરી ગયા. પાછળ મીણલમા પણ ઊત2ી ગયાં, પ2ંતુ જસોમાને થોડું છેટું 2હી ગયું. પોતાના નાથને શોધતાં 2હ્યાં અને આમતેમ ફાંફાં માતાં ભટક્તાં રહ્યાં. તિરાડની બહા2 મીણલમાની સાડીનો છેડો 2હી ગયેલો એને ફ2ફ2તો જોઈને ત્યાં ટૂકે પહોંચ્યાં. જેની સાથે સહજીવન હતું, સેવા-સાધના થતી હતી એમાં વિખૂટું પડવાનું આવ્યુંં. આ વિરહ અને તપ પછી વાણી દ્વારા પ્રગટયાં. જસોમાએ ગાયેલું ભજન આજે પણ પ2ંપરામાં જીવંત છે. કહેવાય છે કે જસોમાની વાણી સાંભળીને વિદાય થયેલા વેલનાથ મધ2ાતે બહા2 આવેલા અને જસોમાને પણ ભૈરવનાથની ટૂકે પોતાની સાથ સમાવી સાથે લીધેલાં. જસોમાના ભજનમાંનો આર્તનાદ એવો છે કે વેલનાથને બહા2 આવવું પડે છે, વહાલાનો વિયોગ દૂ2 કરવા માટે સમર્થ નીવડેલી વાણીનો ભા2ે મોટો મહિમા હોય એ સ્વાભાવિક છે. જસોમાની એ વિ2હની વેદનશીલતાને પ્રગટાવતી પહેલવા2કી વાણીને જોઈએ :
અમસું ગરના2ી અંત2 ર્ક્યો વાલે
અંત2 ર્ક્યો 2ે ..ટેક઼.
પડદા-પોસંગી વેલો રમવા ગિયો,
હો…રમવા ગયો, ખાવંદતો રિયો 2ે
ભોળવીને ભૂલવાડી ગિયો 2ે… ..અમસું..1
હો…સગડ હોય તો, ધણીના, સગડ કઢાવું 2ે,
સગડ કઢાવું 2ે,
ત્રણે ભુવનમાંથી બાળુડાને લાવું… .. અમસું..2
હો…થડ 2ે વાઢીને ધણી, પીંછાં દઈ ગિયો 2ે,
પીંછા દઈ ગિયો 2ે,
રસ પવનમાં ગેબી રમવા ગિયો… ..અમસું..3
હો…ગનાનની ગોળી ને, મે2ુનો રવાયો 2ે,
મે2ુનો રવાયો 2ે,
નખશિખ નેતરાં લઉ તાણી… ..અમસું..4
હો…મથણાં મથી, દીનાનાથને બોલાવું 2ે,
નાથને બોલાવું 2ે,
ત્રણે ભુવનમાંથી બાળુડાને લાવું… . અમસું..પ
હો…વેલનાથ ચરણે, બોલ્યાં 2ે જસોમા
બોલ્યાં 2ે જસોમા,
અખંડ ચૂડો મા2ે વેલનાથ ધણી… .. અમસું..6
જસોમા આર્તનાદે ગાય છે કે હે ગિરના2ી સંત વેલનાથ તમે મારાથી અંત2 2ાખ્યુંં. પડદો રાખીને – મને દૂ2 રાખીને મારો સ્વામી અનંતની રમતમાં, લીલામાં 2મવા નીકળી ગયો. મારો ખાવંદ જતો રહ્યો. મને ભોળવીને મા2ો વાલો મને ભૂલી પાડીને જતો 2હ્યો. જો એનાં પગલાંને શોધવાની સગવડ હોય તો ત્રણે લોકમાંથી એના સગડ શોધી કાઢીને એને મળું. મારો સ્વામીનાથ થડ વાઢીને એનાં પીંછાં-આંકડા મને આપી ગયો અને પોતે તો કોઈ ગેબી રમત રમવા નીસ2ી ગયા. અહીં રસપવનમાં ગેબી 2મવા ગયાની કાવ્યાત્મક્તા ધ્યાન ખેંચે છે તો ખાવંદ શબ્દ ઈસ્લામિક અસ2 દર્શાવે છે.
જ્ઞાનની ગોળીમાં પ2મતત્ત્વને 2વાયો લઈને એ જે અચલ અટલ છે એ મેરુનો રવાયા દ્વારા નખશિખ નેતરા તાણીને એને મથીશ. હું મંથન ક2ીને મથીને કોઈ પણ રીતે દીનાનાથને શોધીને બોલાવીને અને ત્રણે ભુવનમાંથી બોલાવી લાવીશ. વેલનાથને ચરણે બેસીને જસોમા બોલે છે. ગાય છે મારો અખંડચૂડલો તો વહાલો વેલનાથ છે. જે અમરત્ત્વને પામેલો છે. આમ એ ખરા અર્થમાં અમ2 અને અવિનાશી છે.
અહીં જસોમાનો વલવલાટ-વિરહ ભજનવાણી દ્વારા પ્રગટ થયો છે. એમની આ આરાધ સાંભળીને વેલનાથને પ્રગટ થવું પડયું અને પોતાનામાં સમાવી લીધાં. આરાધનો પ્રભાવ અજીબોગ2ીબ છે. આરાધનો ઢંગ અને આરાધનાં વચનો સમાધિમાં સૂતેલાને જાગ્રત ક2ે છે, વિખૂટા પડી ગયેલાને ગળે વળગાડે છે, જોડે છે. આરાધના ક્યા2ેક ખાલી ગઈ નહોય હોય એવાં ઉદાહરણો છે. આરાધનામાં કસોટી થાય, પણ આરાધનાગાન-ભજનવાણી ખાલી ગયાનું કોઈ ઉદાહરણ મળતું નથી કે પ્રાપ્ત થયેલુંં જણાતું નથી.
આરાધ ઢંગ પણ ભા2ે હૃદયપૂર્વક છે. એમાં ભાવક તણાય છે. જાણે કે આરાધગાને ગત્યગંગા પ્રગટે છે અને એ ભાવગંગામાં ભાવકને, ભજનિકને પણ તણાવાની અનુભૂતિ થાય છે. આવી અનુભૂતિમાં એક વખત સંગાથ સાંપડેલો ભાયાણીસાહેબનો નંદિગ્રામમાં એક સંધ્યાએ સાથે હતા.
ડો. હસુ યાજ્ઞિક, નાથાલાલ ગોહિલ, નિરંજન રાજયગુ2ુ અને સન્મિત્ર મનોજ રાવલ. કોઈ વનવાસી ભજનિક એક્તારાની ઝણઝણાટી સાથે રણઝણતી વાણીમાં મક2ંદભાઈના ચરણે બેસીને તોળી રાણીનો આરાધ ગાઈ 2હ્યો હતો અને અમે તણાયા હતા એ આરાધ ભાવપૂ2માં. ભાવઓઘમાં અંઘોળ એક્સાથે ર્ક્યાનું તીવ્ર સ્મરણ આજે પણ અકબં2 છે. ભા2ે બળૂકી છે આરાધભજન2ચના. જસોમાના આરાધ નિમિત્તે અતીતનો પણ પુન: સાક્ષ્ાાત્કા2 થયો એના પરમાનંદ સાથે. ગિરનારી નાથસંત વેલનાથ ચરણે ભાવવંદના.
આ પણ વાંચો…ભજનનો પ્રસાદઃ વેલનાથની વ્યક્તિમત્તાને આલેખતું ચરિત્રાત્મક ભજન



