ધર્મતેજ

ભજનનો પ્રસાદ: નિષ્કુળાનંદસ્વામી: વૈરાગ્યભાવ ને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક…

-ડૉ. બળવંત જાની

ધીરજાખ્યાન
મધ્યકાલીન ગુજરાતી આખ્યાન પરંપરામાં તત્ત્વદર્શનમૂલક વિષયસામગ્રીના દયારામના અજામિલ આખ્યાન'ને અને નિષ્કુળાનંદનાધીરજાખ્યાન’ની મુલવણી તથા એ રચનાઓ આખ્યાન પરંપરાને કેવી રીતે સમૃદ્ધ કરે છે એની ચર્ચા થઈ નથી. મને આ બન્ને આખ્યાનો ભારતીય પરંપરાના તત્ત્વનિષ્ઠ ચરિત્રોની વ્યક્તિમતાને વણી લેતા હોઈને ભારે મહત્ત્વના જણાયા છે.


આ પણ વાંચો…વિશેષ: ધર્મના માર્ગમાં એક્સેલરેટર ને બ્રેક બંને જોઈએ!

64 કડવા અને 17 પદોમાં જેમણે ધૈર્ય ધારણ કરીને જીવન પસાર કર્યું એવા ભક્તોના ચરિત્રોને અનુસંગે ભક્તિમાર્ગમાં આવતા વિઘ્નો વચ્ચે ધૈર્ય ધારણ કરીને કૃતાર્થ પદને પામેલા ચરિત્રોની વિગતો અહીં કેન્દ્રમાં છે. સંસારમાં, ઈશ્વરભક્તિમાં રત રહૃે-રહૃે પણ કષ્ટ, દુ:ખ અને સંઘર્ષનો સામનો પ્રામાણિક મનથી સંનિષ્ઠ વ્યક્તિને ભાગે આવે તો એને પ્રભુપ્રસાદ ગણીને સ્વીકારીને સહૃા ગણવાનો બોધ અહીં કથેલ છે.

મુશ્કેલીઓ-વિઘ્નોનો સામનો કરીને અડગ રહીને ઈશ્વર પર શ્રદ્ધા અતુટ રાખીને પરિસ્થિતિને પૂરી ધીરજથી સહન કરવાનો તાત્ત્વિક અર્થ પ્રસ્તુત કરે છે. આ માટે પ્રાચીન દૃષ્ટાંતો પ્રહ્લાદ, ધ્રુવ, હરિશ્ચંદ્ર, મયૂરધ્વજ, શિબિરાજા, ઉપમન્યુ જેવા અનેક દૃષ્ટાંતો દ્વારા ભક્તની અડગ મનસ્થિતિને ધારણ કરવાનો સંદેશ નિષ્કુળાનંદ રસપ્રદ રીતે આપે છે. `અખેગીતા’માં જેમ વચ્ચે પદ છે એમ અહીં પણ ભાવબોધાત્મક સંવેદનશીલ ભાવવિશ્વને પદના માધ્યમથી ગાયું છે.

હરિભક્તોને સહનશીલ, ધૈર્યવાન અને સમતાવાન બનવાના તત્ત્વદર્શનાત્મક ભક્તવ્યક્તિમત્તા ધારણ કરવાનો સંદેશ આપતી આ સાહિત્યકૃતિ ભારતીય તત્ત્વદર્શનના શાશ્વત ઘટકને કથે છે. એમનું તત્ત્વદર્શનાત્મક વિશ્લેષણ આવા કારણે સંપ્રદાયની સીમામાં બદ્ધ રહેતું નથી પણ વ્યાપકપણે મધ્યકાલીન જ્ઞાનમાર્ગી-તત્ત્વદર્શી કવિતાનું દૃષ્ટાંત બની રહે છે. ઈ.સ. 1843માં જ્ઞાનવૃદ્ધ ઋષિની આ વાણી મારી દૃષ્ટિએ આવા કારણે કાળજયી રૂપ ધારણ કરે છે.

વૃત્તિવિવાહ' તત્ત્વદર્શી કવિ નિષ્કુળાનંદની રૂપકાશ્રિત અને દૃષ્ટાંતાશ્રિત જ્ઞાનમાર્ગી કવિ તરીકેની પુરી મુલવણી સાહિત્યના આપણાં ઇતિહાસમાં થઈ નથી. એમનું એક ભારતીય રૂપક પરંપરાના તેજસ્વી અનુસંધાનરૂપવૃત્તિવિવાહ’ નામનું પદમાળા-શૃંખલા પ્રકારનું કાવ્ય મને મધ્યકાલીન ગુજરાતી પરંપરામાં વિશેષ રૂપે મહત્ત્વનું જણાયું છે. વિવાહ, વેલી, વેલ, સ્વયંવર, મંગળ અને વિવાહલુ જેવા મધ્યકાલીન ગુજરાતી કાવ્યપ્રકારો અનેક જૈન અને જૈનેત્તર કવિઓ દ્વારા રચાયેલા છે. એમાં નિષ્કુળાનંદ પણ ધ્યાર્હ અને ઉલ્લેખનીય છે.

જૈનસાધુઓના દીક્ષા પ્રસંગે દીક્ષાર્થીના સંયમસુંદરી સાથેના વિવાહની વિગત કહીને ભાવકને કોની સાથે જોડાવું-જીવન વ્યતીત કરવું એવો સંયમપાણિગ્રહણનો મહિમા ગાતી જૈન કવિઓની શતાધિક રચનાઓમાં જિનેશ્વરસૂરિ વિવાહલું મેં સંપાદિત કરેલ. આ ઉપરાંત જૈનેતર પરંપરામાં પણ વજીયાકૃત સીતાવેલ', પ્રેમાનંદકૃતવ્રજવેલ’, દીવાળીબાઈકૃત રામવિવાહ' ગિરધરકૃતસીતાવિવાહ’ હરિદાસકૃત શિવવિવાહ, અને મુરારિકૃત ઈશ્વરવિવાહ' ધ્યાનાર્હ છે. સ્વામિનારાયણીય પરંપરાના મુક્તાનંદકૃતરુકિમણી વિવાહ’ બ્રહ્માનંદકૃત રાધાવિવાહ' અને પ્રેમસખી પ્રેમાનંદકૃતતુલસીવિવાહ’ તથા વૈષ્ણવાનંદનો પુરુષોત્તમ વિવાહ'ની સામે નિષ્કુળાનંદનોવૃત્તિવિવાહ’ આગવી રૂપકરચના તરીકે મને ધ્યાનાર્હ જણાયો છે.

`ગુણગ્રાહક’
101 દોહરામાં વ્રજ-હિન્દી ભાષામાં વ્યક્તિના વ્યક્તિત્વમાંથી કેવા ગુણ પ્રગટવા જોઈએ કે જેથી એવા ગુણવાન, ચારિત્ર્યવાન હરિભક્તની ઉપર પ્રભુ પ્રસન્ન રહે. શ્રીહરિના પ્રીતિપાત્ર બનીને જો ભક્ત માત્ર, ભક્તિ પૂજા, પાઠ જ નહીં પરંતુ એ ઉપરાંત ગુણની ઉપાસના આરાધનામાં પણ ક્રિયાશીલ રહે તેની આવશ્યકતા અહીં કેન્દ્રમાં રહેલી આવલોકવા મળે છે.

ગ્રંથનો આરંભ ગણેશસ્તુતિથી કર્યો છે. નિષ્કુળાનંદ ભક્તજનોને ગુણ અને દુર્ગુણ – અવગુણનો ભેદ સમજાવતા પંખીઓના અવાજના દૃષ્ટાંત આપતા કહે છે કે કોયલ, પોપટ અને મેના જેવાં પક્ષીઓ એના અવાજથી લોકોને આનંદ પહોંચાડે છે. ભગવાન અને એના ભક્તોની સેવા કરવી એ પણ એક પ્રકારના ગુણવાન વ્યક્તિત્વની ઓળખ છે. ભગવાન ગુણૈકપ્રિય છે. દુર્ગુણોનું પ્રાગટ્ય વ્યસન અને કુકર્મ રૂપ પ્રવૃત્તિઓમાં છે. માટે આવા કાર્યોનો ત્યાગ, આવી પ્રવૃત્તિઓને વર્જ્ય ગણવાનું નિષ્કુળાનંદનું તાત્ત્વિક પાસુ અહીં પ્રગટ્યું છે.

આ પણ વાંચો…ભજનનો પ્રસાદ : નિષ્કુળાનંદસ્વામી: વૈરાગ્યભાવ ને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક

`એસા ગુન આપો નહીં, જાતે રિઝત રાજ;

અબ પડે રહે દરબારમેં, પેટ ભરનકે કાજ.’

`દીનબંધુ દરબાર સુની, મેં આયો હું મહારાજ;

અધમ ઉધારન આપ હો, નાથ ગરિબનિવાજ.’

ગુણના ગ્રાહક બનવું પણ દુર્ગુણ-અવગુણના નહીં. ભારતીય શાસ્ત્રમતોમાં ગુણા: પૂજાસ્થાનં',નિર્ગુણ: કેન પૂજ્યતે?’ અને `ગુર્ણૈગૌરવમાયાતિ’ જેવા તાત્ત્વિક સૂત્રોને અનેક દુહ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button