ધર્મતેજ

આચમન – : જબ ગલે હમતુમ મિલે, સબ ગીલે જાતે રહે…

અનવર વલિયાણી

બધા જ સમાજો પોતપોતાના ઉત્સવો પોતપોતાની રીતે ઉજવતા હોય છે.
-અનેક બિનમુસ્લિમ એવા છે કે જેમનામાં તેમના ઉત્સવ ઉજવણી દરમિયાન સારી એવી સમાનતા જોવા મળતી હોય છે.
-ઈસ્લામ એક એવો મઝહબ છે કે એના અનેક ફીરકાઓમાં ભલે મહદઅંશે તફાવત હશે, પણ ઈદ થઈ ગયા પછી નામે મુસ્લિમ એકમેકને `ઈદમુબારક’ કહેવાનું ચૂકતા નથી.
-તહેવારો સૌ કોઈને ગમતા હોય છે, બધા જ ધર્મોને જેમ ગમતાં હોય છે, તેમ ઈસ્લામમાં રાય અને રંક સૌને ઉજવવા ગમતાં હોય છે.

-ઘણાં સમજદાર એવા હોય છે કે જેઓ યથાશક્તિ ગરીબોની ઈદ વિશેનો પણ ખ્યાલ રાખતા હોય છે અને પોતપોતાની રીતે હાજતમંદો સુધી કપડાં-લત્તા કે મિષ્ટાન્ન પહોંચાડે છે.-
-ગરીબોને તો ખબર નથી હોતી કે તેઓ પોતાના હાથ લંબાવી સવાલ કરશે ત્યારે સામેવાળો તેમને કંઈ આપશે કે નહીં, પરંતુ સ્લમ વિસ્તારો સુધી જઈને તહેવારને દિવસે ગરીબોને પણ પ્રસંગમાં સામિલ કરનારા સંખીદિલ માણસો બહુ ઓછા જોવા મળતા હોય છે.
-આ તો મુસ્લિમ ફીરકાઓનું એક ઉપરછલ્લું ચિત્ર છે.

આ પણ વાંચો: માનસ મંથન : ભગવાનના દર્શનની યાચના કરવી જોઈએ કે ન કરવી જોઈએ?

-પવિત્ર કુરાન ખાસ ઉપદેશ આપે છે કે તમારા હાજતમંદ ભાઈઓને હંમેશાં યાદ કરતા રહેજો અને અવસરમાં જેઓ એવા જરૂરતમંદોને સહાય પહોંચાડતા હોય છે તેઓ જ સાચેસાચ સવાબ-પુણ્યના હક્કદાર
હોય છે.

ઈદને દિવસે મોમીનોએ ખુશીની વાતો જરૂર કરવી જોઈએ.
મુંબઈ સમાચાર'ની આધર્મતેજ’ પૂર્તિમાં છપતા લેખો સર્વધર્મ સમભાવને મહત્ત્વ આપનારા હોય છે.

સુજ્ઞ વાચકો માટે એવા થોડાક શે’ર અત્રે રજૂ કરીએ છીએ જેથી ઈદનો અવસર સાચા અર્થમાં ખુશીનું વાતાવરણ પ્રસરાવી દે.
-ઈદના અવસર પર કોઈક કુટુંબ-પરિવારના માતા-પિતાના લાડીલાઓ નોકરી- ધંધા અર્થે પરદેશ ખાતે પણ હોય છે, તો કેટલાક તાજા અદરાયેલા કે હજુ જેમનું સગપણ થયું છે.

પણ લગ્ન થયા નથી એવા યુવક- યુવતીઓ પણ એકમેકથી જ્યારે વિખૂટા હોય છે ત્યારે ઈદને દિવસે કાગળોમાં (હવે તો મોબાઈલ-ઈન્ટરનેટનો જમાનો છે) જે શેરો- શાયરીઓની પરસ્પર આપ લે થતી હોય છે તેના નમૂના અત્રે એકત્ર કર્યા છે.

વાચકો પોતપોતાની મનપસંદ રીતે પોતપોતાના પ્રિયપાત્રોમાં તેનો ઉપયોગ કરી શકે છે:-

  • એક શે’ર પેશેખિદમત છે, જેમાં ઈદની તકનો લાભ લઈને એક ચાહક પોતાની પ્રેમિકાને સંબોધીને દલીલ કરે છે:-
    ઈદ કા દિન હૈ, ગલે આજ તો મિલ લો સાહબ,
    રસ્મે દુનિયાભી હૈ, મૌકાભી હૈ, દસ્તુરભી હૈ…
    -પરદેશથી એક ચાહક દેશમાંના પોતાના પ્રિયપાત્રને લખે છે કે,
    તુમ નહીં પેશનઝર, તો દસગુના ગમ હો ગયા,
    હમકો માહે ઈદ ભી, માહે મોહર્રમ હો ગયા…
    (માહ’ના બે અર્થ થાય છે, ચંદ્ર પણ અને મહિનો પણ)
    -શે’રનો ભાવાર્થ એવો છે કે, તમે મારા નયન સમક્ષ નથી તો આ ખુશીનો મહિનો, ઈદનો અવસર, જાણે મોહર્રમ (ગમ અને શહાદત)ના મહિના જેવો લાગે છે.તમારી ગેરહાજરી આવા શુભ અવસરે એટલી બધી ગમગીની-નિરાશા કરી નાખે છે.
    -આવો જ એક બીજો શે’ર છે જેમાં ચાહક પોતાના પ્રિયપાત્રના વિરહમાં રોદણાં રડતાં લખે છે.

ઈદ કે દિન સબ મિલેંગે અપને અપને યારસે;
હમ ગલે મિલમિલ કે રોએંગે દરો-દિવાર સે…
-ઈદને દિવસે બધા જ પોતાના પ્રિયપાત્રો સાથે ગળે લાગીને મળશે, પણ અમારું શું? તહેવારના દિવસે તમારાથી એટલે દૂર કોની સાથે ભેટીશું? ઘરના બારી- બારણાં, દીવાલો સાથે જ અમારે તો માથાં અફળાવવાના!
-ઈદ એવો ખુશીનો અવસર છે કે જેને બધાં જ ઉજવતા હોય છે.

આ પણ વાંચો: કુલીન સ્ત્રીઓ પોતાના સતિત્વના બળે સ્વર્ગ પર વિજય પ્રાપ્ત કરી લે છે

  • એ શબ્દનો અર્થ જ થાય છે ખુશી.

-ધાર્મિક દૃષ્ટિએ જેઓએ ત્રીસે દિવસ રોજા (અપવાસ) રાખ્યા હોય છે,
-ધાર્મિક ફરજોને પૂર્ણ કરવા પાર ઊતર્યા હોય છે તેઓ ઈદ ઉજવવાના સાચા હકદાર બને છે,
-પણ ઈદ એ સૌ માટે એકસરખો ખુશીનો મહામૂલો પ્રસંગ હોય છે.
સૌને ઈદ મુબારક!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button