ધર્મતેજ
આચમન- સંતોષ: માનસિક પ્રસન્નતા પૂરી પાડે!

-અનવર વલિયાણી
ગુજરાતમાં એક અતિ પ્રચલિત કહેવત છે કે સંતોષી જીવ સદા સુખી…!
- મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે
- સંતોષની પ્રાપ્તિ એ સ્વર્ગપ્રાપ્તિ કરતાં પણ શ્રેષ્ઠ છે,
કારણ કે - સાચું સુખ સંતોષની કૂખેથી જ આવિર્ભાવ થાય છે.
- ધર્મતેજ પૂર્તિના વ્હાલા જિજ્ઞાસુ વાચક મિત્રો!
- સંતોષનો અર્થ પ્રયત્નની સમાપ્તિ થાય એવો રખે કરશો.
- પરંતુ સંનિષ્ઠ પ્રયત્નને અંતે જે કાંઈ ઉપલબ્ધ થાય તેને
- દુ:ખ,
- શોક, કે
- વિષાદ વગર પ્રસન્નતાપૂર્વક આવકારવાની મનોદશા છે.
- સંતોષમાં સુખ એટલા માટે સમાયેલું છે કે એ
- મનુષ્યને જાતજાતના માનસિક પરિતાપોથી દૂર રાખે છે.
- માણસનું મન તો ચંચળ છે,
- ઈચ્છાઓનો અનંત મહાસાગર એમાં હિલોળા લેતો જ
રહે છે. - એટલે જો તૃષ્ણાઓના તરંગો તોફાને ચઢવા દેવામાં આવે તો મનુષ્ય શાંતિ અને સ્વસ્થતા ખોઈ બેસે.
- અને એટલે જ
- મહાભારતમાં સંતોષી મનોવૃત્તિ પર ભાર મૂકવામાં આવ્યો જેથી માણસ સુખો માટે અકરાંતિયો ન બને.
- અતૃપ્ત વાસનાઓ,
- મહાત્ત્વાકાંક્ષી
- સ્વપ્નો પાછળ વિવેકહીન દોડમાં અટવાયા જ કરે તો માણસ માનસિક સંતુલન ખોઈ બેસે.
- કારણ કે
- જેમ તે પામતો જાય તેમ તેનાથી વધુ પામવાની વૃત્તિ તેનામાં વકરતી જાય.
- અસંતોષ ઘણીવાર માણસ પાસે એવા કાર્ય કરાવે છે કે જે તેના માટે ખતરારૂપ પુરવાર થાય.
- એટલે આપણી પાસે જે હોય તેનાથી સંતુષ્ટ રહેવું
- પણ…
- એનો અર્થ એ નથી કે આપણે જેવા હોઈએ તેનાથી સંતુષ્ટ જ રહેવું.
- શાળા-કોલેજમાં અભ્યાસ કરતાં સંતાનો, સ્ત્રી-પુરુષ દરેકને પ્રગતિ કરવાનો જન્મસિદ્ધ અધિકાર છે એને વિવેક અને સમજપૂર્વક આગળ વધવું જોઈએ.
- પરંતુ
- કેવળ આગળ વધવાની વિવેકશૂન્ય ભૂખ એની પાસે
- સાધનની શુદ્ધિ છીનવી લે,
- અસંતોષ એની પાસે મનમાન્યા કાર્યો કરાવે,
- તૃષ્ણા એને રાતદિવસ નચાવ્યા કરે
- અને એટલે જ
- સંતોષ એ માનસિક પ્રસન્નતા પૂરી પાડે છે
- અને
- રઘવાટ,
- અકળાટ,
- ઉકળાટથી મનુષ્યને દૂર રાખીને સંયમપૂર્વક આગળ વધવાનું બળ પૂરું પાડે છે.
પથ્થર કી લકિર:
- સંતોષ એ મનને વાસનાના કાંટાભર્યા ખરબચડા માર્ગે સુરક્ષાપૂર્વક ચાલવા માટે મદદરૂપ થતું પ્રકૃતિદત્ત પગરખું છે.
- સંતોષનો બંધ અપરિમિત ઈચ્છાઓના પ્રલયંકર પૂરને રોકવાનું કાર્ય કરે છે જેથી જિંદગીનું લીલુંછમ ખેતર પાયમાલીથી બચી
જાય છે. - આપણ વાંચો…આચમન : મહોરાં પર મહોરું – નકલી ચહેરા સામને આયે અસલી સૂરત છૂપી રહે
સંત સમાગમ:
- સંતોષ એ નથી પરાજય કે નથી પ્રયત્નનું પૂર્ણવિરામ.
- એ તો છે તૃપ્તિનો ઓડકાર.
- આપણા ધાર્મિક ગ્રંથો, સાધુ, સંત, શાહ, ઓલિયાઓ થોડામાં ઘણું કહી જાય છે જેને તો આપણે સાચા મનથી હૃદયપૂર્વક આચરણ કરવાનું છે અને જીવનને ખુશહાલ બનાવવાનું છે.