ધર્મતેજ

આચમન : મહોરાં પર મહોરું – નકલી ચહેરા સામને આયે અસલી સૂરત છૂપી રહે

-અનવર વલિયાણી

ગુજરાતીમાં એક અતિ પ્રચલિત કહેવત છે કે ડુંગર દૂરથી રળિયામણા લાગે.

  • માનવ માત્રના ચહેરા પર ઘણા બધા ચહેરા ચઢાવેલા હોય છે જે નજીક જતા ઊતરતા
    હોય છે.

  • નાનાં બાળકોના મુખ પર તથા પશુ, પક્ષી , પ્રાણીઓ, જળચર અને જીવજંતુઓના મુખ પર મહોરાં હોતાં નથી.
  • પરંતુ બાળકો જેમ જેમ સમજદાર થતાં જાય તેમ તેમ મહોરાં પર મહોરાં ચડાવતા શીખી જતાં હોય છે.

  • દરેક પત્ની પોતાના પતિને કહેતી જ હોય છે કે ‘હું તમને બરાબર ઓળખું છું. તમે દેખાવ છો તેવા નથી!’
    લગભગ રાજકારણીઓ, શ્રીમંતો, નેતા-અભિનેતા કલાકારો -સત્તાધારીઓનાં સંતાનો તેમના વડીલોને મહોરાં વગરના જોઇ ચૂકયાં હોય છે, તે પણ નજદીકીના લીધે જ.
  • રાવણે પણ સાધુનું મહોરું ધારણ કરીને સીતાજીનું હરણ કરેલું.
  • દ્રોણાચાર્યનું મહોરું ત્યારે ઊતર્યું જયારે એકલવ્યનું અંગૂઠો માગ્યો.
  • ઋષિ વિશ્વામિત્ર પણ મેનકાનું નૃત્યુ જોઇ પછી શું થયું તે બધા જાણે છે.
  • સાધારણ માણસો તો ઘણા નબળા છે.
  • ન્યાયાલયોમાં ચાલતા અબજો મુકદમા.
  • દગો.
  • લૂંટ.
  • ફસામણી.
  • ચોરી.
  • છૂટાછેડાઓ.
  • ભાગીદારીઓના તથા
  • વારસા-હકના કેસો વગેરે વગેરે મહોરાં ઉતારવાના લીધે જ થાય છે ને!
  • પ્રત્યેક વેપારી, સેલ્સમેનો, ચૂંટણી પ્રચારકો હિતચિંતકનું મહોરું પહેરીને આવે છે.
  • સંતો, શાહો, વલિઓલિયાઓ કહે છે કે,
  • સ્વને ઓળખો.
  • સ્વમાં કેટલા દુર્ગણો ભરેલા છે અને તેનું પ્રમાણ કેટલું છે તે જુઓ.
  • કરુણામય, અહિંસક થવામાં ઉપર વર્ણવ્યા મુજબના દુર્ગુણો જ બાધારૂપ બને છે.

આ પણ વાંચો: આચમનઃ રામ – કૃષ્ણ: જીવન ને ચરિત્ર

સનાતન સત્ય :

  • સ્વ સાથે નજદીકી કેળવી સ્વદર્શન કરવાથી જ અહંકાર ઓગળતો જશે. નમ્રતા આવશે અને રસ્તો કેટલો લાંબો છે તે દેખાશે.
  • સ્વની પાછળ રહેલા અંતરાત્માની નજદીકી કેળવી તેના આદર્શ, સલાહ પ્રમાણે જીવન જીવાય તો ઉતમ.
  • બાકી શરીરના કોઇ પણ પ્રવાહી અંશની માઇક્રોસ્કોપની મદદ વડે નજદીકી કેળવીએ- જંતુઓ બેક્ટેરિયા જ દેખાશે. ઍક્સ-રે જોઈએ તો હાડપિંજર દેખાશે.
  • પણ આ બધું જોયા પછી પણ તેને ઓળંગી જનારા, ઝેરને કંઠમાં રાખી પેટમાં ન જવા દેનારા પણ છે.
  • ઉદાહરણ રૂપે
  • માતા-પિતા.
  • ડૉકટરો-તબીબો.
  • હૉસ્પિટલો.
  • નર્સો.
  • સદાવ્રતો.
  • ભંડારાનાં જમણો.
  • પાણીની-છાસની પરબો.
  • મધર ટેરેસા બાબા આમટે જેવા
    હજારો લોકો.
  • પ્રભુવચનોમાંના વિશ્વાસના કારણે સભાની દુર્ગંધની ઉપરવટ જઇ ખુશ્બૂ-સુગંધ ફેલાવવાના કામમાં, સેવામાં, સહાયમાં લાગેલાં હતાં અને એવાં હિતચિંતકો છે અને કયામત, આખરી નિર્ણય, ન્યાયના દિવસ સુધી રહેશે, રહેશે અને રહેશે જ…

આ પણ વાંચો: આચમન : કાયમ પૂનમનો ચાંદ બનીને ચમકી શકાતું નથી…

બોધ:

  • પરોપકારી -વાટના પથ્થર સમા લોકો સભાના અસલ ચહેરાને જાણ્યા-સમજ્યા પછી પણ કરુણા વરસાવતા રહે છે.
  • પોતાનો ચહેરો ઇશ્વરને ગમે તેવો અને સેવારૂપી કર્મ, આચરણ-વ્યવહાર કરવામાં તેમને આનંદ અને તૃપ્તિ મળતી હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button