દુહાની દુનિયા: માનવને જીવનબોધ અર્પતા દુહા…

- ડૉ. બળવંત જાની
દુહામાં એના રચયિતાનું નામ ઓગળી ગયું હોય છે. પણ એ ઓળખ સાવ પાતળી પણ એમાંથી પગટતી તો હોય જ છે. સોરઠિયા નામછાપના ઘણાં દુહા પચલિત છે. એ કોણ હશે એનો ખ્યાલ આવતો નથી. પણ એટલું ખરું કે એ સોહામણાં અને ડહાપણથી સભર સોરઠ દેશનો કોઈ ઘર ડેરો-પૌઢ વ્યક્તિ હશે.
એણે પોતાની જાતને સોરઠ દેશના વિસ્તારમાં ઘસી નાખી હશે. આ પદેશનું ડહાપણ, આ પદેશની સમજણ એણે દુહાના માધ્યમથી વહાવી અને સોરઠિયાના દુહા ગુજરાતીમાં કંઠસ્થ પરંપરામાં વહેતા રહ્યા. એમના નામથી પચલિત થોડા દુહા આસ્વાદીએ.
અહીં કોઈની મદદના પોકારની વાતનો દુહો છે પણ એનો ભાવ અનેરો છે, જુઓ દુહાગીર ગાય છે કે,
`પડકારે પીઠ નંઈ, હૈયે મરવાની હામ;
એ મરદુનાં કામ, સાચું સો2ઠિયો ભણે.’
જે માણસ કોઈનો પડકારો સાંભળે અને પીઠ ન ફેરવે પણ સામી છાતીએ હૈયામાં ખમી જવાની-મરી ફિટવાની હોંશ રાખીને નીકળી પડે એ મરદની ઓળખ છે. પડકારો એટલે પોકાર મદદ માટેનો, પછી એ કોઈ શીયળ ન લૂંટાવા દેનારી નારી હોય, કે ગાયને હરી ન જવા દેવા માટેની હોય કે દુશ્મનો-વેરી ગામમાં રંજાડ કરવા આવી પહોંચ્યા હોય આવા સમયે જે પોતાની જાતને સ્વને ભૂલી જાય છે એ મરદ છે. એમ સોરઠિયો કહે છે. અહીં માનવમાં રહેલો પરહિતાર્થે ખપી જવાની વૃત્તિનો મહિમા દુહામાં ગાયો છે અને આવા માણસને મરદાઈ-હિંમતથી સભર માણસનું બિરુદ મળેલું છે. આવા વ્યક્તિત્વના વખાણ થાય છે. બીજા દુહામાં પગટતો બોધ જુઓ.
ભરજે ભડથી બાથ, રાંકને રંજાડીશ મા;
રાજી દીનોનાથ, સાચું સોરઠિયો ભણે.
અહીં દુહા દ્વારા માનવીને એવી સૂચના એવો ઉપદેશ અપાયો છે કે તોરે જો કોઈને ભેટવું હોય સંબંધ બાંધવો હોય તો જે કોઈ ભડવીર-વીર હોય એમને ભેટવું. જે કોઈ ગરીબ-રાંક છે એને પરેશાન-હેરાન ન કરવા. આવા વ્યવહારથી ઈશ્વ2રાજીપો અનુભવશે. સોરઠનો દુહાગીર સત્યવાત જણાવી રહ્યો છે.
મૂળભૂત વસ્તુ ભાઈબંધી મૈત્રી ભડ નિર્ભિક વ્યક્તિત્વ સાથે રાખવી અને ગરીબોને પરેશાન ન કરવાનું અહીં કહેવાયું છે. સાચુકલો માનવ ધર્મ એમાં નિહિત છે.બીજા એક દુહામાં આતિથ્યભાવના અને મહેમાન અતિથિ પરત્વેના વ્યવહારનો નિર્દેશ છે. તે દુહો આસ્વાદીએ.
`મે’ માનુંને માન, જેણે દિલ ભરી દીધાં નંઈ;
મંદિ2 નંઈ મસાણ, સાચું સોરઠિયો ભણે.
આંગણે આવેલા અતિથિ મહેમાનને પુરા ભાવથી, હૃદયથી માન-સન્માન આપવાનું હોય. જે નથી આપતા જે ઘરમાંથી આવું માન નથી આપી શકાતું એ ઘર મંદિર નહીં પણ સ્મશાન છે. સોરઠનો દુહાગીર સત્ય વાત, વ્યવહા2ર કરી રહ્યો છે. આતિથ્ય સત્કાર એ આપણી સંસ્કૃતિ છે એની જાળવણી થતી હોય એ ઘર મંદિર સમાન ગણાય એવો ભારતીય વ્યવહારભાવ અહીંથી પગટે છે.
બીજા એક દુહામાં ભારતીય જન-વ્યક્તિની ઓળખ પસ્તુત થઈ છે એ દુહો આસ્વાદીએ.
હાકલેથી હથિયાર પડે, થરથર જાંગું થાય;
ઈ કાયર નર કેવાય, સાચું સોરઠિયો ભણે.
કોઈની હાક, પડકા2 સાંભળતા જ જેમના હાથમાંથી હથિયાર પડી જાય અને થર-થર ધ્રુજારી થાય. કંપવા લાગે એ માણસ કાયર-બીકણ કહેવાય. સોરઠનો દુહાગીર ભારતીય નર-પુરુુષ્ાની સાચી-ખરી ઓળખ આ રીતે આપે છે. શૌર્ય પગટાવવું અને અભય રહેવું. બીક, ડર ન રાખવાના હોય એ આપણી ભારતીય-સોરઠી ઓળખ છે.
સોરઠિયા નામથી દુહાગીરે કથેલા આલેખેલા દુહા ભારતીય વ્યક્તિમત્તા, ભારતીય જીવનમૂલ્યો અને ભારતીયતાની ઓળખ સમાન છે. આપણી આઈડેન્ટિટી આપણે ન ગુમાવીએ એનું ભાન કરાવતા દુહાગીરો મોટા ઉપદેશક અને હીત પબોધક છે. એમના દુહાનું મૂલ્ય આવા કારણથી કાયમ રહેવાનું.