ધર્મતેજ
આચમન: રામ તેરી ગંગા મૈલી હો ગઈ, પાપીઓ કે પાપ ધોતે ધોતે…

-અનવર વલિયાણી
હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાની કોમી એકતા જાળવવાનો સૌ પહેલો અસરકારક સંદેશ ગુરુ નાનક સાહેબે આપ્યો હતો.
- આજે જ્યારે ભારતની પાવન ભૂમિનાં રાજ્યોમાં પાપીઓના પાપ ચરમસીમાએ પહોંચ્યા છે ત્યારે થાય છે કે ભૂતકાળ બની ગયેલા એવા.
- સાધુ, સંતો, ફકીરો, ઓલિયાઓ, મહાત્માઓ.
- ગુરુઓ જો આજે આપણી વચ્ચે હોત તો બેશક પરિસ્થિતિ સાવજ જુદી હોત.
આમ છતાં તેમણે કહેલા ખાસ કરીને કોમી એકતા જાળવવાના સંદેશને લોકો સુધી પહોંચાડવા જે. - ધર્મ અભ્યાસીઓ, વર્તમાનપત્રો, લખાણો,
- વકતવ્યો દ્વારા લોકો સુધી પહોંચાડવી સ્તૂતનીય પ્રયત્નો કરી રહ્યા છે તે સરાહનીય આવકારદાયક છે, જેમાં
- ‘મુંબઈ સમાચાર’ પણ કોલમો, વિભાગો દ્વારા પોતાની એક અદના ભૂમિકા બે સદી કરતાં પણ વધુ સમયથી ભજવી રહ્યું છે. આ એક માત્ર અખબાર એવું છે જેને દરેક કોમ – સમાજના લોકો પેઢી દર પેઢી વાંચતા આવ્યા છે.
- ગુરુ નાનક કહેતા કે –
- જાતને કદી છેતરવી નહીં.
- જેની ઈબાદત, પ્રાર્થના સ્તૂતિ કરવા મંદિર – મસ્જિદ – ગિરજાઘરોમાં આવ્યા છો તેની શક્તિ પર એતબાર – ભરોસો – વિશ્ર્વાસ – શ્રદ્ધા – આસ્થા રાખીને એને જ બધું સોંપી દો. એ બધું સંભાળી લેશે.
- સંપત્તિ ફક્ત એ જ છે જેને મૃત્યુ નષ્ટ ન કરી શકે.
- જે મૃત્યુની પાર સાથે જઈ ન શકે એ વિપત્તિ જ હોઈ શકે.
- ગુરુ નાનક સાહેબે કદી સંસાર તજ્યો નહોતો.
- તેમનું માનવું હતું કે
- મનુષ્ય સંન્યાસ લઈને પોતાનું તેમ જ લોકકલ્યાણ કરી શકે નહીં. જેટલો કે તે સ્વાભાવિક અને સહજ જીવનમાં કરી શકે છે.
- નાનક સાહેબનું માનવું હતું કે,
- ગુફાઓ, જંગલોમાં બેસવાથી પ્રભુ પ્રાપ્તિ થતી નથી. પરંતુ
- સંસારમાં રહીને માનવ સેવા કરવી એ શ્રેષ્ઠ ધર્મ છે.
-તેમણે હિન્દુ અને મુસલમાન બન્ને માટે એકાત્મતાના બીજ રોપ્યાં.
- નાનક સાહેબનું માનવું હતું કે,
- સંપૂર્ણ સૃષ્ટિના ઈશ્ર્વર – અલ્લાહ એક જ છે.
- આપણે બધાં તેનાં બાળકો છીએ. જીવ માત્રનો સર્જનહાર તે જ છે.
- એકેશ્ર્વર બધાનો સર્જનહાર અલ્લાહ – ઈશ્ર્વર – પ્રભુ એક જ છે.
- સાચા મનથી ઈશ્ર્વરનું નામ જપો.
- ઈમાનદારી – સચ્ચાઈ – શ્રદ્ધાથી અને પરિશ્રમથી કામ કરો.
- ધન દ્વારા
- દુ:ખી, અસહાય, લાચાર, જરૂરતમંદ લોકોની સેવા કરો.
- અનીતિ, અધર્મ, અત્યાચાર અને શોષણ દ્વારા પ્રાપ્ત કરેલ કમાણી.
- દિવસનો ચેન.
- રાતની ઊંઘને વેરણ કરી નાખે છે.
- શુદ્ધ, સાત્ત્વિક, નીતિ – ધર્મનું પાલન કરતાં પ્રાપ્ત કરેલ હોય તે આહાર માણસના મનને વિકાર રહિત નિર્મળ, પવિત્ર અને સાત્ત્વિક બનાવે છે.
- દુનિયાના બધા જ ધર્મો શ્રેષ્ઠ છે.
- ઈશ્ર્વરીય ભાવ તેમ જ ભયની સાથે પૂરી ઈમાનદારી – સત્ય – આસ્થા સાથે કર્મ – આચાર – વિચાર કરો જે કદી પણ મિથ્યા થનાર નથી, આ લખનારનો અનુભવ છે, સાક્ષી છે.
દરિયાના મોતી
- ધર્મગુરુઓ દ્વારા લોકોને શીખવાડવાનો અંદાજ અનોખો હોય છે.
પથ્થર કી લકીર:
- લોકો પુષ્કળ પ્રમાણમાં જમીન મિલકત ભેગી કરે છે. માલૌ દૌલત ભેગી કરવા આંધળી દોટ મૂકે છે. એ માટે ન કરવાનું પણ કરે છે.
- વાચક મિત્રો જરા વિચારો કે મરતી વખતે એમાંથી આપણે કેટલું સાથે લઈ જવાના છીએ?
આપણ વાંચો : આચમન : શોચી સમજીને કરેલો દરેક વિચાર મનુષ્યના કર્મ ગણાય