આચમનઃ આદમી ને સાચા ઈન્સાન વચ્ચેની ભેદરેખાને સમજવાનો સમય…

અનવર વલિયાણી
આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાં ચીનના મહાન ફિલસુફ કન્ફયુસસે એક વાત સરસ કરી છે કે સંસ્કાર બે પ્રકારના છે:
*એક અપાયેલા અને બીજા સ્વીકારાયેલા!
-આમાં સ્વીકૃત સંસ્કરાનું મહત્ત્વ વધારે છે.
-કારણ એ સંસ્કાર શિક્ષણ દ્વારા મળે છે, જન્મજાત નથી હોતા.
-કન્ફયુસસ કહેલી આ વાતને ભલે બે બજાર વર્ષના વહાણ વહી ગયા હોય, વીતી ગયા હોય પણ આજના હરણફાળ પ્રગતિ ભણી દોડ મૂકી રહેલા યુગના માનસતજજ્ઞો પણ તેને સ્વીકારે છે અને કહે છે કે-જન્મજાત સંસ્કારોમાં ઈન્સાનના સ્વભાવ, વર્તન, વલણ, વિચાર અને વ્યવહારના ગુણોનો સમાવેશ થતો નથી.
-આ ગુણો શિક્ષણ દ્વારા કોઈપણ પામી શકે છે અને એટલે જ જન્મથી જંગલમાં વરુઓની જેમ ઉછરેલ બાળક વરુની જેમ જ વર્તે છે પણ એને માણસ વચ્ચે લવાયા પછી એની વરુતા શિક્ષણ દ્વારા ભૂંસી શકાય છે.
પ્રયત્નશીલ રહો:
પ્રત્યેક દિન, પ્રત્યેક પળ એક તક છે. તેને ખોશો નહીં. સતત પ્રયત્નશીલ રહો અને ધ્યેય તરફ આગળ વધો. સતત વહેતી રહેવાથી સરિતા સાગરને મળે છે.
*વરસાદનાં ટીપે ટીપે નદી, નાળાંઓ, સરોવર છલકાઈ જાય છે.
*રામ રામ સતત જપ કરતાં વાલિયો લૂંટારો ઋષિ વાલ્મીકિ બન્યો.
*તમારે માટે પણ કાંઈ પણ અશક્ય નથી.
*માનવીની અસીમ ગર્ભિતશક્તિ અને શક્યતાઓ મહાન લોકોએ ચીંધી છે.
*સતત હલેસાં મારવાથી નૌકા સામે પાર લક્ષ્યસ્થાને પહોંચે છે.
-જો અટકે તો (માયારૂપી) નદીનો પ્રવાહ નીચે ઘસડી જાય છે.
-તમારામાં રહેલો (મુમુક્ષત્વનો) અગ્નિ સતત પ્રદીપ્ત રાખોનો પરમજ્ઞાન આપતા પૂજ્ય સ્વામી શ્રી ચિંદાનંદજી કહે છે કે,
*તમારી વાસનાઓ ઘટાડતા જાવ અને પાત્રતા વધારતા જાવ.
*પ્રબળ ઉત્સાહભેર,
*આનંદભેર સતત પ્રયત્નશીલ રહો.
*ઈશ્વરની મદદ તમને મળતી રહેશે.
*અમરતાના સામે પાર તમે પહોંચો અને
*જીવનમુક્ત સંત તરીકે પ્રકાશો
આજનો અવસર
- કેવળ આજ જ તમારી છે.
- ગઈકાલ વીતી ગઈ છે.
- આવતીકાલ અનિશ્ચિત છે.
- આજની ઘડીનો શ્રેષ્ઠ ઉપયોગ કરી લો.
- ઊઠો અને મંડી પડો.
- આજનો અવસર પરોપકાર અને ભક્તિમાં વિતાવો.
- કોને ખબર આ સુવર્ણ તક ફરી આવશે કે નહીં.
- આળસ ખંખેરી નાખો.
- તમારે ઉદ્દાત આદર્શો સિદ્ધ કરવાના છે.
- કાલ પર છોડશો નહીં.
- કાલ ક્યારેય આવતી નથી.
એક પ્રશ્ન
‘સોળે સાન, વીસે વાન, પચીસે જો રહે સાનભાન તોજ આદમી બને સાચો ઈન્સાન…!’
*જીવનનું પચીસમું વર્ષ ખરેખર મહત્ત્વનું વર્ષ છે.
*વડીલો કદાચ એટલે જ એને ગધ્ધાપચીસીનું વર્ષ કહે છે.
*આ વર્ષમાં જો માણસની અક્કલ ઠેકાણે રહે તો એ માતાપિતા, પરિવાર, સમાજ અને દેશનું નામ રોશન કરનાર સાચો ઈન્સાન બની રહે છે.
*પરંતુ આ સમયગાળામાં એ સાનભાન ગુમાવી બેસે તો…?
આ પણ વાંચો…આચમન: ગણપતિ: સંગઠન ને શક્તિનું પ્રતીક