અલખનો ઓટલોઃ નરસિંહ મહેતા ને મીરાંનાં પદોમાં વ્યક્ત થતી શ્રી કૃષ્ણ ભક્તિ | મુંબઈ સમાચાર

અલખનો ઓટલોઃ નરસિંહ મહેતા ને મીરાંનાં પદોમાં વ્યક્ત થતી શ્રી કૃષ્ણ ભક્તિ

ડૉ. નિરંજન રાજ્યગુરુ

ગુજરાતી ભાષાને પોતાની કાવ્ય રચનાઓથી ભવ્યતા અર્પનારા સંત-ભક્ત કવિ નરસિંહ મહેતાએ ગાયું છે :‘ભૂતળ ભક્તિ પદારથ મોટું બહ્મલોકમાં નાંહી રે…’ આ ધરતી, આ પૃથ્વી,આ ભૂતલ ઉપરનો સૌથી મોટો છતાં સૌને સુલભ એવો પદાર્થ એ માત્ર ભક્તિતત્ત્વ છે, જેની પ્રાપ્તિ બહ્મલોકમાં થઈ શકતી નથી. જીવમાત્રને પરમાત્મા કે પરમચેતના પ્રત્યે દોરી જનાર ખેંચી જનાર સાધન તે અધ્યાત્મવિદ્યા કે ભક્તિ છે.

ભક્તિ શબ્દ અહીં માત્ર સગુણ-સાકારની ઉપાસના, પૂજન, કીર્તન, વંદન, સ્મરણ એ નવધા ભક્તિના સંકુચિત અર્થમાં નથી પણ ભક્તિચિંતન, સૂફી પ્રેમસાધના કે સહજયોગ, ક્રિયાયોગ, કર્મયોગ વૈરાગ્યનો બોધ કે ઉપદેશ અને પૂર્વે થયેલી સંતો-ભક્તોના ગુણ સંકીર્તન સાથે ગુરુ શરણભાવ કે લોક સેવા સુધી ફેલાયેલો છે. દરેક સાધનાપંથને એની પોતીકી આગવી કેડી હોય છે પરંતુ એ વાટ- રસ્તો પહોંચાડે છે પરમચેતના પ્રત્યેની સંપૂર્ણ શરણાગતિભરી ભક્તિ તરફ…

ભક્તિને શ્રવણ, કીર્તન. સ્મ2ણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન એવા નવ ભેદોમાં કે સાત્વિક, રાજસી, તામસી કે ગુણાતીત એવા ચાર પ્રભેદોમાં અથવા તો સાધન ભક્તિ, ભાવાત્મિકા ભક્તિ, પ્રેમસ્વરૂપા ભક્તિ એમ ત્રણ ભેદોમાં વહેંચવામાં આવે છે. આ કોઈપણ પ્રકારની ભક્તિ હેાય એમાં પ્રવેશની પ્રથમ શરત છે શ્રદ્ધા અને સમર્પણ. ભક્તિ એટલે સંપૂર્ણ શરણાગતિ, પૂર્ણ આત્મ સમર્પણ.

આપણું ભાગવત પુરાણ પ્રેમલક્ષણા ભક્તિમાર્ગનો આદિ સ્તોત્ર ગણાય છે. તેની અસર નીચે આવેલા વૈષ્ણવ આચાર્યોએ આ પ્રેમલક્ષણા ભક્તિ તત્ત્વનું કાઠું બાંધવામાં ઓછી મહેનત નથી કરી. તો રૂપ ગોસ્વામી, સુરદાસ, જીવગોસ્વામી, અને સનાતન ગોસ્વામીએ વૃંદાવનીય ભક્તિને આગવું રૂપ અને સ્થાન અપાવ્યું છે. આમ નવમા-દશમા શતકમાં અંકુરિત થયેલા પે્રમ લક્ષણા ભક્તિમાર્ગને તેરમા- ચોદમાં શતકમાં પીઠિકા પ્રાપ્ત થાય છે અને પંદરમા સ્ૌકા સુધીમાં તો પ્રેમલક્ષણા ભક્તિમાર્ગનું મોજું આખા ભારતવર્ષને વ્યાપી વળે છે.

આ પણ વાંચો…અલખનો ઓટલોઃ શ્રી કૃષ્ણચરિત્રનો મહિમા

સાહિત્ય સહિત તમામ ભારતીય કલાઓમાં કૃષ્ણચરિતને વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. ભારતનું પૂર્વ-પશ્ર્ચિમ કે ઉત્ત2-દક્ષ્ાિણનું કોઈ પણ રાજ્ય હોય ને એ ચિત્ર, સ્થાપત્ય, નૃત્ય, સંગીત અને સાહિત્ય જેવી કોઈ પણ કલા હોય એમાં કોઈ-ને-કોઈ રૂપમાં કૃષ્ણચરિતનું જ નિરૂપણ થયેલું જોવા મળશે. ભગવાન શ્રીકૃષ્ણનું જીવન ગોકુળ-વૃંદાવન, મથુરા અને દ્વારકા એ ત્રણ સ્થળો સાથે સંકળાયેલું છે. અને કૃષ્ણચરિત્રનો વિકાસ પણ એ રીતે ત્રણ તબક્કે થાય છે. હાલરડાં, વિશ્વસ્વરૂપ, બાલકૃષ્ણ, ગોપાલકૃષ્ણ, વસ્ત્રાહરણ, નાગદમણ, દાણલીલા, રાસલીલા, વડછડ, હોરી, ફાગ વગેરેનો સંબંધ ગોકુળ સાથે છે તો ગોપી-કૃષ્ણ, મોરલીધર, રાધા-કૃષ્ણ અને ચાંવળી ઈત્યાદિનો સબંધ કૃષ્ણના મથુરાગમન પછી પણ પરોક્ષ્ાપણે ગોકુળ સાથે છે. મનોભાવની તીવ્ર વેદના તો કૃષ્ણના મથુરાગમનને ઉદ્દેશતાં ગોપીઓનાં વિરહ ગીતોમાં છે. ઉદ્ધવસંદેશમાં અનેક ઉત્તમ લોકગીતો અને ભજનો સંકળાયાં છે મથુરાગમનને નિમિત્તે જ તો લોકહૃદયને કૃષ્ણ-ગોપીના ઉત્કટ અનુરાગ અને રંગદર્શીતાને વિપ્રલંભના માધ્યમે ભર્યા કંઠે ગાવાનો સુયોગ પ્રાપ્ત થાય છે.

વૈષ્ણવ ભક્તિની પરંપરા જ્યાં પ્રાચીન સમયથી ચાલી આવે છે એવા ગુજ2ાત પ્રદેશમાં શ્રી કૃષ્ણના નિવાસ સ્થાન તરીકે જાણીતા દ્વારિકા તથા શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામજીના નિવાસસ્થાન તરીકે ગિરના2 ક્ષ્ોત્રમાં આવેલાં રણછોડરાય,માધવરાય મંદિરો,માધવપુર અને ડાકોરનાં મંદિરો ઉપરાંત પુષ્ટિ સંપ્રદાયની અનેક બેઠકોને કારણે ગુજરાતમાં શ્રી કૃષ્ણની ઉપાસના અને તેને કેન્દ્રમાં રાખીને સાહિત્યનું સર્જન થતું રહ્યું છે. અષ્ટ છાપના કવિ કૃષ્ણદાસ અધિકારી તો ગુજરાતના જ ચરોતર પ્રદેશના પાટીદાર કવિ હતા. તો મીરાંબાઈ પોતાના જીવનના પાછલા પંદરેક વર્ષ ગુજરાતમાં જ વિતાવી ગયાં એમ મનાય છે.

ભારતવર્ષના શુકદેવજી, જયદેવ, વિદ્યાપતિ, ચંકિદાસ, સૂરદાસ, વૈષ્ણવ ભક્ત કવિઓ, કબીર પરંપરાના સંતકવિઓ અને નરસિંહથી માંડીને દયારામ સુધીના મધ્યકાળના ગુજરાતી સંત / ભક્ત કવિઓ પોતાની પરમતત્ત્વ સાથેની સ્નેહલીલા આ રીતે રહસ્યગર્ભ વાણીમાં ગાતા રહ્યા છે. સંત કવયિત્રી મીરાંબાઈ ગાતાં હોય – ‘પ્રેમની પ્રેમની પ્રેમની રે મું ને લાગી કટારી પ્રેમની’, ‘હે રી મેં તો પ્રેમ દીવાની મેરો દરદ ન જાને કોઈ…’, ‘પ્રેમનગર મત જાના મુસાફિર… પ્રેમ નગર મત જાના…’ એ વેરાગણ, એ જોગણ, એ વિરહિણી મતવાલી મીરાંએ પોતાના પિયુ માટે, પોતાના સ્નેહ સંબંધ માટે કેટલું સહન ક્યુર્ં? પણ સંસારનું હળાહળ વિષ એને માટે અમૃત હતું. જેણે પ્રીતમવરની, સુંદરવરની ચૂંદડી ઓઢી હોય એને ક્યારેય વૈધવ્ય ન આવે.

આ પણ વાંચો…અલખનો ઓટલો : ભારતીય સંસ્કૃતિમાં નાગપૂજન

શ્રીકૃષ્ણ અને રાધા કે શ્રીકૃષ્ણ અને ગોપીના પ્રણયનો વિષય મધ્યકાળના લગભગ તમામ કવિઓ માટે પ્રથમ પસંદગીનો અને રસનો વિષય રહ્યો છે. નરસિંહ મહેતાની કાવ્ય સૃષ્ટિમાં ગોપીના ચિત્તમાં પ્રાણપ્યારા પુરુષોત્તમ પ્રત્યે જન્મેલું અદમ્ય આકર્ષણ જમુનાના કાંઠેથી શરૂ થઈને વૃંદાવનની કુંજગલીઓમાં પુષ્ટ થતું રહ્યું છે. કામણગારા કાનના લટકામાં લોભાયેલી વ્રજવનિતા પોતાના સંસા2-વ્યવહારનાં કાર્યો પ્રત્યે અત્યંત ઉદાસ બની જાય છે અને એને વારંવાર એક જ મોહિની મૂરતનું સ્મ2ણ સતાવે છે જેણે કામણગારી બંસરીને વેરણ બનાવી છે. મુરલીમનોહર કૃષ્ણના રૂપ-સ્વરૂપ ઉપર વારી જતી ‘ગોપી’ એવી ઘાયલ દશાનો તલસાટ અનુભવે છે કે સંસારિયા એને ઘેલી કહીને હાંસી ઉડાવે છે. પોતાની મા કે સખી આગળ વારંવાર એકની એક વાતનું ગાણું ગાતી વ્રજગોપી આખરે ખુદ કૃષ્ણ આગળ પણ પોતાના પ્રણયનો એકરાર કરે છે. ગોપીથી એક નિમિષમાત્ર પણ – ક્ષણાર્ધ માટે પણ કૃષ્ણનો વિયોગ સહન થાય તેમ નથી. આવી વ્યાકુળતા કે ગોપીહૃદયના તલસાટને કવિ વાચા આપે છે ત્યારે નરસિંહનું પુ2ુષપણું ઓગળી જાય છે. યમુનાકાંઠે પાણી ભરવા ગયેલી વ્રજનારી સામે કૃષ્ણ કનૈયાએ નજરૂંના એવાં કામણ ર્ક્યા છે કે ગોપીનું મન વિહ્વળ થઈ ગયું. વશીભૂત થઈ ગયું. કામણગારા કાનુડાના લટકામાં લોભાયેલી વ્રજવનિતાને હવે કૃષ્ણ વિના બીજું કંઈ દેખાતું જ નથી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button