આપણું ગુજરાતધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

કાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, અંબાજી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

અંબાજી: આવતીકાલથી એટલે કે 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિનો (Chaitri Navratri) પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઈને ગુજરાત સહિત ભારતભરના દરેક શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે. ત્યારે ગુજરાતના પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી યાત્રાધામનું (Mata Amba, Ambaji) પણ ભક્તોમાં વધી જતું હોય છે અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માતાના દર્શન કરવા પહોંચી જતાં હોય છે. પરંતુ આપને જણાવી દઈએ કે મંદિર મેનેજમેન્ટે મંદિર આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કર્યો છે (Ambaji Darshan Arti Timing).

ચૈત્રી નવરાત્રિ દરમિયાન હજારો ભકતો માતાના દર્શને આવતા હોય છે. ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં લઈને મંદિર ટ્રસ્ટે સમયમાં ફેરફાર કવાનો નિર્ણય લીધો છે. ચૈત્ર સુદ આઠમને 16 એપ્રિલે અને ચૈત્ર સુદ પૂનમને 23 એપ્રિલે સવારે 6 કલાકે માતાજીની આરતી કરાશે. જ્યારે આવતીકાલથી એટલે કે 9 એપ્રિલથીનો આરતી અને દર્શનનો સમય નીચે મુજબનો રહેશે

દર્શન સમય
આરતી 7થી 7.30 વાગ્યા સુધી
દર્શન 7.30થી 11.30 વાગ્યા સુધી
રાજભોગ 12 વાગ્યે
દર્શન બપોરે 12.30થી 4.30 વાગ્યા સુધી
આરતી 7થી 7.30 વાગ્યા સુધી
દર્શન સાંજે 7.30થી 9 વાગ્યા સુધી

હિંદુ કેલેન્ડર મુજબ, આ વર્ષે ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 08 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 11:50 વાગ્યે શરૂ થઈ રહી છે અને 9 એપ્રિલે રાત્રે 08:30 વાગ્યે સમાપ્ત થશે. હિન્દુ ધર્મમાં, ઉપવાસ અને તહેવારો ઉદયા તિથિના આધારે ઉજવવામાં આવે છે. આ કારણે 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing