ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

નવરાત્રિમાં સર્જાશે બે રાજયોગ, ત્રણ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય

આજથી જ શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે અને આ નવ દિવસ મા આદ્યશક્તિની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ વર્ષની નવરાત્રિ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ વિશેષ રહેશે, કારણ કે આ નવરાત્રિ દરમિયાન બે મહત્ત્વના યોગ બની રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે. મુંબઈના એક પ્રસિદ્ધ જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ વખતે નવરાત્રિમાં બુધ ગ્રહના ગોચરને કારણે ભદ્ર રજયોગ અને શુક્રને કારણે માલવ્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ બે શક્તિશાળી રાજયોગને કારણે કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકી ઉઠશે. એટલું જ નહીં પણ આ રાજયોગના કારણે કેટલીક રાશિના લોકોને કરિયર અને બિઝનેસમાં આકસ્મિક ધનલાભ પણ થશે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

Two Raj Yogas will be created in Navratri, the destiny of the three zodiac signs will shine

આ રાશિના જાતકો માટે આ રાજયોગ શુકનિયાળ સાબિત થશે. બુધ ગ્રહને કારણે આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કામ કરવાની ક્ષમતા પણ વધશે. આ સમય દરમિયાન નક્કી કરેલા કાર્યો પૂર્ણ થશે. વેપારીઓને લાભ થશે અને આર્થિક સ્થિતિ સુધારા પર હશે. દેવામાંથી પણ મુક્તિ મળશે.

Two Raj Yogas will be created in Navratri, the destiny of the three zodiac signs will shine

મકર રાશિના જાતકો માટે આ બંને રાજયોગ દરેક ક્ષેત્રમાં સફળતા મળી રહી છે. નવરાત્રિમાં આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકી ઉઠશે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. નોકરી શોધી રહેલાં લોકોને પણ સારા સમાચાર સાંભળવા મળશે. વિદેશયાત્રાના યોગ બની રહ્યા છે.

Two Raj Yogas will be created in Navratri, the destiny of the three zodiac signs will shine

કુંભ રાશિના જાતકો માટે બની રહેલાં માલવ્ય રાજયોગ અને ભદ્ર રાજયોગ આ બે રાજયોગ લાભદાયી રહેશે. બુધ અને શુક્રની સ્થિતિ આ રાશિના લોકોનો ભાગ્ય ચમકાવી દેશે. વૈવાહિક જીવનમાં સુખ શાંતિ વધશે. પતિ પત્ની વચ્ચે પ્રેમ અને આપસી તાલમેલ વધશે. અધુરી ઈચ્છાઓ પૂરી થશે. આ સમયગાળા દરમિયાન કોઈ જગ્યાએ પ્રવાસ પર જવાના યોગ બની રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત