
- ડૉ. નિરંજન રાજ્યગુરુ
નાગપૂજા કે સર્પપૂજા ભારતીય હિન્દુ ધર્મનું એક અંગ છે. જે વિશ્વના લગભગ તમામ ધર્મોમાં પણ કોઈના કોઈ સ્વરૂપે જોવા મળે છે. કેટલાક રાજવંશોએ તો પોતાના રાજ્યચિહ્નમાં પણ નાગની આકૃતિને સ્થાન આપ્યું છે. કેટલીક જાતિઓ તો નાગને અવધ્ય' માને છે. સર્પપૂજનના તહેવારોમાં શ્રાવણ સુદ પાંચમના દિવસે થતા નાગપૂજનને કારણે
નાગ પંચમી’ મુખ્ય ગણાય છે. લગભગ તમામ પાન્તોમાં આ દિવસે નાગનાં સ્થાનકો અને રાફડાઓની પૂજા દૂધ,ફૂલ,તલ તથા ગોળના વાટીને કરેલા મિશ્રણ તલવટ'થી કરવામાં આવે છે. અને કેટલાક પરિવારો પોતાના ઘરના પાણિયારા પ2 ફેણ સહિતના નાગ અને બે નાગણીઓની કુમકુમથી આકૃતિ દોરીને
તલવટ’, પલાળેલાં મગ,ચણા,બાજ2ી,મઠ વગેરે કઠોળ ધાન્યો, બાજરાના લોટની કુલે2, ઘઉંના લોટની કૂલે2 વગેરે ધરીને, રૂ-કપાસમાંથી નાગલા હા2- અને નાગણીઓને ચૂંદડી ઓઢાડી શ્રીફળ વધેરીને ધૂપ-દીપ સાથે એની પૂજા કરે છે. આ નાગપૂજાના સંસ્કારો આર્યોએ અનાર્યો પાસેથી સ્વીકાર્યા હોવાનું મનાય છે.
અથર્વવેદમાં નાગપૂજા અંગે વિસ્તારથી સ્પષ્ટપણે લખાયું છે. અન્ય ત્રણ વેદમાં નાગપૂજાના ઉલ્લેખો નથી. અથર્વવેદમાં નાગદેવતાને ક્ષેત્રપાલ તરીકે સ્વીકારી એની સ્થાપના – પૂજન વિશે માર્ગદર્શન અપાયું છે. અર્વાચીન સમયે તો `શ્રીમદ્ નાગપુરાણ’ (લે. મનુજ યોગી) નામે ગ્રંથ પણ લખાયો છે. શતપથ બ્રાહ્મણ ગ્રંથમાં એક વખત નાગ શબ્દ મહાનાગના અર્થમાં વપરાયો છે. તો બૃહદારણ્યક ઉપનિષદમાં તથા ઐતરેય બ્રાહ્મણમાં સ્પષ્ટ રૂપમાં એનો અર્થ સર્પ થાય છે. સૂત્રગ્રંથોમાં પૌરાણિક નાગનો ઉલ્લેખ થયો છે જેની પૂજા કરવામાં આવતી હતી. કશ્યપ ૠષિ અને દક્ષપુત્રી કદ્રુના એક હજાર પુત્રો નાગ તરીકે પુરાણોમાં ઉલ્લેખ પામ્યા છે.
આસામ પદેશની ઉત્તરે ઉત્તરીય ઈશાન ખૂણામાંનો હિમાલયનો પદેશ ત્યાં વસતી નાગજાતિને કારણે `નાગાલેન્ડ’ તરીકે ઓળખાય છે. ભગવાન શિવના ગળામાં પણ તેનું સ્થાન છે. શેષશાયી વિષ્ણુ, શ્રીકૃષ્ણનું કાલિય દમન, નાગક્નયા ઉલૂપિ સાથેના અર્જુનના વિવાહ અને મહાભારતનો સર્પયજ્ઞ પણ અહીં યાદ આવે. આર્ય અને અનાર્ય જાતિઓ વચ્ચેના કલહ એમાં જોવા મળે. કેટલાક પાચીન વંશોમાં પોતે બ્રાહ્મણ પિતા અને નાગમાતાના સંતાન છે એવી માન્યતાઓ પણ મળે છે.
જૈન તીર્થંકરોની મૂર્તિઓના પરિકરોમાં પણ નાગની આકૃતિઓ મળે. તો બૌદ્ધ મઠોમાં નાગનાં શિલ્પો જોવા મળે. ચીનનું રાષ્ટ્રીય પતીક જ મહાસર્પ-ડે્રગન છે. કેટલાક રાજવંશોના મુકુટ પ2 તથા રાષ્ટ્રધ્વજામાં કે રાજ્યનાં પતીકો માં પણ ફેણ ચડાવેલા નાગની આકૃતિ જોવા મળે છે. પતંજલિના યોગદર્શનમાં કુંડલિની શક્તિને સાડા ત્રણ આંટા વળેલી નાગણી તરીકે ઓળખવામાં આવી છે. બત્રીશ મુખ્ય નાગ -શેષનાગ, વાસુકિ, કર્કોટક, શંખ, મહાશંખ, ઐરાવત, કંબલ, ધનંજય, મહાનીલ, પદ્મ,મહાપદ્મ, અશ્વત2, તક્ષક, એલાપત્ર, ધૃતરાષ્ટ્ર, બલાહક, શંખપાલ, પુષ્પદંત, શુભાનન, શંકુસોમા, બહુલ,વામન,પાણિન, કપિલ, દુર્મુખ, પતંજલિ, કૂર્મ,કુલિક,અનંત, આર્યક, લોહિત, પદ્મચિત્ર એ બત્રીશ નાગોને મુખ્ય ગણવામાં આવે છે. તો લોકજીવનમાં નવકુળ નાગ માટે વિધવિધ નામો મળી આવે છે. કાળીનાગ, તીખસ / તક્ષક નાગ, સરસોતી નાગ, ધનંજય નાગ, કમલ (ફુલનાગ), અસર્વનાગ, શંખનાગ, કરકોટક (ગઢીયો) અને ધનમાઢ નાગ઼ અથવા તો કુલીક, મહાશંખ, શ્વેત, શંખચૂડ, કંબલ, અસ્યત2, દેવદત્ત, વાસુકિ અને તક્ષક઼ અથવા તો તંબોળ, અડદિયો, તેલીયો, ગડગડીયો, રાજભારો, શિતલશાખ, કંકરો કે નુગરો અને રાઈકુળ.. એવાં નામોથી નવ નાગ ઓળખાય છે. કોઈપણ નવું ગામ જ્યારે વસાવવાનું હોય ત્યારે ગ્રામદેવતા,સ્થાનદેવતા અને પાકને બચાવનારા રક્ષણહા2 – ક્ષેત્રપાલ તરીકે નાગની સ્થાપના કરવામાં આવતી અને જે તે ગામના નામ પરથી તે નાગદેવને નામ અર્પણ કરતા. એ ક્ષેત્રપાલ નાગ દેવતા પછી જે તે ગામના નામ પરથી જ ઓળખાય. દા.ત.ભૂજમાં સ્થાનક થાય તો ભૂજિયાનાગ, ગોંડલમાં સ્થાનક થાય તો ગોંડલા નાગ, જમનાવડ ગામે સ્થાપના થાય તે જમનાવડિયા નાગ઼ વળી પોતાના વંશમાં કોઈનું વીર મૃત્યુ થાય, લડાઈમાં કામ આવે ત્યારે તેની સ્મૃતિમાં જે સ્થાનક થાય તે નાગ સ્વરૂપે પણ હોય એવી માન્યતા પણ ચાલી આવે છે. ગોગા મહારાજ, વી2વચ્છરાજ / વાછડાદાદા.
આપણે ત્યાં લગભગ તમામ ગામે આવેલાં નાગસ્થાનકો જે તે ગામના નામથી જ ઓળખાય છે, અથવા તો ક્ષેત્રપાલ તરીકે ખેતલિયા દાદા અથવા તો ગામના સીમાડે સ્થાપના થતી હોવાને કારણે સીમાડિયા દેવ / સિરમાળિયા / સરમાળિયા કે ચરમાળિયા નાગદેવના નામે પૂજાતા અને ઓળખાતા હોય છે. પાછળથી એ ગામના મૂળ રહેવાશીઓ અન્ય ગામે રહેવા જાય ત્યારે એના કુળદેવ તરીકે જે નાગ પૂજાતા હોય એનું સ્થાનક નવા રહેઠાણે પણ લઈ જાય ને એ મૂળ જૂના ગામના નામથી જ ઓળખાય.
આપણ વાંચો: શિવ રહસ્ય : દેવર્ષિ હું વરદાની છું મને સમજાવવાની કોશિશ ના કરો, પિતાની હત્યાનો બદલો અવશ્ય લઈશ!
માત્ર ગુજરાતમાં જ નાગના સ્થાનક પરથી ઘોઘાદેવ, ઘોઘાવદર, ઘોઘાવાડા, ઘોઘાસમડી, ઘોઘાવહળ, ઘોઘલા, ઘોઘલી, ઘોઘા, ગોગલા, નાગધરા, નાગવાસણ, નાગધણીબા, નાગેશ્વ2, નાગડોળ, નાગકા, નાગદ્રા, નાગનેશ,નાગડકા, જેવાં પચાસથી વધારે ગામોનાં નામ પડયાં હોવાનું જોવા મળે છે. આ સાથે જ આપણને યાદ આવે નાગપુ2 (મહારાષ્ટ્ર), નાગણેચી સ્થાન (નગાણા-રાજસ્થાન), શેષનાગ સરોવ2(કાશ્મીર), નાગતીર્થ (અયોધ્યા) અને નાગાલેન્ડ. તો મનુષ્યોમાં પણ નાગજી નામ જોવા મળે. નાગના સ્વરૂપ, પૂજા અને માનવી સાથેના સંબંધોની અનેક કથાઓ આપણા પશિષ્ટ સંસ્કૃતસાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, ચારણી-બારોટીસાહિત્ય અને લોકસાહિત્યથી માંડીને કંઠસ્થ પરંપરાની લોકવાર્તાઓ અને વ્રતકથાઓમાં મળે છે. ક્ષત્રપાલ નાગદેવતાનાં સ્થાનકોએ તથા જેમણે માતૃભૂમિ,ગાય,બ્રાહ્મણ, કુંવારી ક્નયા કે કોઈપણ અબળાનારી કે પોતાને આશરે આવેલા શરણાગત માટે પોતાનું આત્મબલિદાન આપી શહીદ થયા હોય એવા શૂરાપૂરાની ખાંભીએ સિંદૂર,નાળિયેર અને વિવિધ પકારના નિવેદ ધરવામાં આવે છે.