ધર્મતેજ

ગુરુુ બિન જ્ઞાન ન ઊપજે…

અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ

આજે જૈન અઠ્ઠાઈ તપનો છઠ્ઠો દિવસ છે, આવતી કાલથી જયાપાર્વતી વ્રત શરૂ થશે અને બે દિવસ પછી ગુપૂર્ણિમાનો દિવ્ય અવસર આવી રહ્યો છે. આપણા સાધકો અને સંતો – ભક્તોમાં સૌથી પહેલાં ગુરુુની ખોજ કરીને એમના શરણે જવાની રસમ ચાલી આવે છે. એ સાધનાની પહેલી સીડી એ જ છે.

ગુરુની પ્રાપ્તિ. પણ ગુરુુ મેળવવા એ કઈ સહેલું તો નથી જ. ગુરુ પ્રાપ્ત કરતા પહેલાં પોતાની જાતને એ માટે સજ્જ કરવી પડે છે. ને જયારે એ સજ્જતા પ્રાપ્ત થાય ત્યારે જ સાચા ગુરુુનો ભેટો થાય છે. એમ હંમેશાં સંતો-ભક્તો માનતા આવ્યા છે. ને ગુરુ મળી જાય પછી તો બેડો પાર. દાસી જીવણ કહે છે ને -`ગુરુજી તમ આવ્યે મારે અજવાળું ..’ ગુરુજીનો ભેટો થતાં જ અંતરમાં અજવાળાં થઈ જાય … પણ એ ક્યારે બને ? જયારે દુબધ્યાનો (દુર્બુધ્ધિનો ) નાશ થયો હોય ગુરુએ સાચો શબ્દ બતાવ્યો હોય ને સતબુધ્ધિની શિખામણ આપી હોય…

`સદગુરુ મેરે ગારુડી, કીધી મુજ પર મ્હેર, મોરો દીધો મર્મનો, ઉતરી ગયાં છે ઝે2.’ તૃષ્ણા અને વાસનારૂપી રગે રગમાં ફેલાયેલા ઝેરને ઉતારી શક્વા તો કોઈ ગારુડીરૂપી ગુરુ જ શક્તિમાન હોય ને? ગુરુ જ્યારે મર્મ રૂપી મોરો આપે છે ત્યારે પરમશાંતિની પ્રાપ્તિ થાય છે. અખંડ આનંદની ઉપલબ્ધિ થાય છે.

ક્યારેક તો ગુરુુ ગોવિંદ દોનું એક ખડે કિસકો લાગું પાય ? એવી સમસ્યાઓ ઊભી થતાં `બલિહારી ગુરુદેવકી જીને ગોવિંદ દિનો બતાય’ એમ કહી પ્રથમ ગુરુને નમસ્કાર કરવાની, ગુરુને પરમાત્મા કરતાં યે ઊંંચું સ્થાન આપવાની વાતનો સ્વીકા2થયો છે. ગુરુુની કૃપા મળે તો જ સાધનાના શ્રી ગણેશ કરી શકાય. જયારે શિષ્ય પૂર્ણ શરણાગતિ ભાવે ગુરુની શરણમાં આવે છે ત્યારે જ ગુરુ- શિષ્યનો દિવ્ય સંબધ જોડાય છે. શિષ્યના અતિ ચંચળ મનને કાબુમાં રાખી શકના2ગુરુને જ્ઞાનના દાતા, અંધકા2 થયે માર્ગને ઉજાળના2અને સાચા માર્ગદર્શક તરીકે સંતોએ સ્વીકારી તેમની આરાધના પણ કરી છે.ભા2તીય ચિંતન અને સાધનાના ક્ષ્ોત્રમાં ગુરુનું સ્થાન વિવાદ વિનાનું અને સર્વમાન્ય રહ્યું છે.

ગુરુ તારો પા2 ન પાયો , રે પા2 ન પાયો,
પથમીના માલિક તારો, જી હો રે જી…
આ જમીન આસમાન બાવે ,
મૂળ વિના માંડયાં જી રે હો જી ,
અને થંભ વિના આભ ઠેરાયો , રે વારી વારી વારી,
અલખ ધણીને ઓળખો જી હો રે જી..

પ્રીતમ કહે છે. અંતરજામી ગુરુ આત્મા, સબ ઘટ કરે પ્રકાશ, કહે પ્રીતમ ચર અચરમાં , ગુરુ નિરંતર વાસ.’ ગુરુશરણભાવ અથવા ગુરુ મહિમા એ મધ્યકાળના તમામ સંતો , કવિઓ અને પ2મભક્તોનું સર્વસ્વ છે. ગુરુની ખોજ કરીને એમણે શરણે એકવા2સાધક પહોંચી જાય તો અવિદ્યારૂપી તાળાં ઉઘડી જાય, જ્ઞાન કબાટ ખુલી જાય ને અજવાળાં પથરાઈ જાય. સંતોએ ગુરુને સાધનમાર્ગનો ભોમિયો કહ્યો છે અને ગુરુ વિના સાધના કરનારને નુગરો કહીને ગાળ ફટકા2ી છેનુગરો’ એ તો સંત સમાજમાં ભારેમાં ભારે, છેલ્લી કોટિની ગાળ છે. સંસારની મોહિની માયાના આકર્ષણ સામે ટકી શક્વાની શક્તિ સાધકને ગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય. જેવી રીતે કુંભા2માટીના વાસણોને પોતાનો મન ચાહ્યો આકા2 આપે છે. બનાવતી વખતે ઉપ2 તો ટપલાનો મા2 મારે છે. પણ અંદર કોમળ હાથનો સહારો આપે છે એમ ગુરુએ પોતાના શિષ્યના વ્યક્તિત્વનું નિર્માણ કરવાનું હોય છે. કબીરે પોતાની સાખીમાં કહ્યું જ છે : `ગુરુ કુમ્હા2શિષ કુંભ હૈ, ગઢિ ગઢિ કાઢે ખોટ,અંત2 હાથ સહા2 દૈ, બાહ2 બાહૈ ચોટ.’ આ રીતે શિષ્યને પોતાના કઠો2 જણાતા શાસન નીચે રાખી તે કડક નિયમોનું પાલન કરાવીને સાથોસાથ પોતાની કૃપા અને ઉદારતા,હૃદયની કોમળ ઋજુતાથી પીઠ પસવારતા જઈને યોગ્ય માર્ગદર્શન આપ્યા કરે છે.

અહીં મહિમા ગરુુપદનો છે, કોઈપણ મનુષ્ય ગુરુ જીવંત વ્યક્તિ તરીકે તો સાંસારિક જીવનમાં પાંચ તત્ત્વના પિંડમાં બંધાયેલો હોવાથી તેને આધિ/વ્યાધિ/ઉપાધિ કે જન્મ, જરા અને મરણના બંધનમાં રહેવું પડે છે, તેને ભૂખ લાગે,તરસ લાગે,તાવ આવે, કામ-કોધ-મોહ-લોભ-તૃષ્ણા-અપેક્ષ્ાા જાગે, એ તમામ મર્યાદાઓ પિંડની કે દેહની છે, પણ શિષ્ય માટે એમની દેહાતીત દશા જ અગત્યની છે, જ્યારે ગુરુપદની ભૂમિકાએ બિરાજીને એ ઉપદેશ આપતા હોય ત્યારે એ મર્યાદાઓ ગૌણ બની જાય. કોઈ ગુરુ પોતાના કોઈ શિષ્યને ખભા પ2 બેસાડીને અધ્યાત્મની યાત્રા કરાવી શક્તો નથી, એ તો કેડી બતાવે, માર્ગ ચીંધે, પંથ દેખાડે, એ પંથે ચાલવાનું તો હોય સાચા સાધકે. અને પોતાની ભીતરમાં જ વસી રહેલા સદ્ગુરુની ઓળખ કરીને એની પાપ્તિ કરવાની હોય.

શિષ્યને ગુરુ પાસેથી ત્રણ બાબતો અંગે સાચી શિખામણ મળે છે. લોક વ્યવહા2 કેમ કરવો , પોતાના આત્માના કલ્યાણ અર્થે આંતર જગતમાં કેવી રહેણીનું આચરણ કરવું અને કરણીમાં – લોકહિતના કેવાં કેવાં કાર્યેા કરવા, કેવાં કાર્યેાનો ત્યાગ કરવો એનો ભેદ ગુરુ શિષ્યને સમજાવે છે ત્યારે શિષ્યમાં કથની-કહેણી-કરણીની શક્તિ જાગૃત થાય છે અને એથી જ ગુરુકૃપાનું સ્થાન આજ સુધી સાધનાના ક્ષ્ોત્રમાં ભક્તિના ક્ષ્ોત્રમાં અને જ્ઞાનના ક્ષ્ોત્રમાં અજોડ રહ્યું છે. ગુરુ’ શબ્દ આપણે ત્યાં પ્રાચીન કાળથી વર્ણાતો આવ્યો છે. આ શબ્દથી વ્યાખ્યા કરતો એમ કહેવાયું છે કેગુુ’ શબ્દનો અર્થ અંધકા2′ એવો થાય છે.જયારે2ુ’ શબ્દનો અર્થ છે. : દૂ2 કરના2, નિરોધક઼. આ રીતે જે `અજ્ઞાન રૂપી અંધકા2નો નાશ કરે છે અને જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે તે જ સાચા ગુરુ છે.’

હિન્દુ ધર્મના ધાર્મિક સંસ્કારોએ માતૃ દેવો ભવ:’,પિતૃ દેવો ભવ:’, અતિથિ દેવો ભવ:’ કહીને સાથોસાથઆચાર્ય દેવો ભવ:’ એમ પણ કહ્યું છે. આમ ગુરુને દેવ સમાન માનીને એનું પૂજન કરવાની પ્રણાલી જે આપણાં ભજનિક સંતોનાં ભજનોમાં જોવા મળે છેે. પ્રીતમ કહે છે. `અંત2જામી ગુરુ આત્મા, સબ ઘટ કરે પ્રકાશ, કહે પ્રીતમ ચર અચરમાં , ગુરુ નિરંત2 વાસ.’ ગુરુશરણભાવ અથવા ગુરુ મહિમા એ મધ્યકાળના તમામ સંતો, કવિઓ અને પરમભક્તોનું સર્વસ્વ છે.

આપણ વાંચો : અલખનો ઓટલો : નિર્મળદાસજીની વાણી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button