અલખનો ઓટલો: ગુરુ ગમ પ્યાલા પિયા…

ડૉ. નિરંજન રાજ્યગુરુ
અધ્યાત્મમાર્ગના પવાસી સંત, ભક્ત, જ્ઞાનીવેદાન્તી, યૌગિક ક્રિયાઓ દ્વા2ા સિદ્ધિ પાપ્ત કરી હોય એવા સિદ્ધ સાધક-યોગીઓ અને તત્ત્વચિંતક ઉપદેશકો દ્વારા રચાયેલા સંતસાહિત્યમાં સમગ્ર માનવજાતને સંસાર-વ્યવહાર વિશે બોધ કે ચેતવણી પણ આપવામાં આવી હોય છે. સંતોની વૈરાગ્ય પબોધક રચનાઓમાં વ્યસન નિષ્ોધ એક મહત્ત્વનું અંગ છે.
ભક્તિ, જ્ઞાન, યોગ, ઉપદેશ અને કથા જેવાં તત્ત્વોથી ઘડાયેલી આપણી સંતવાણી વારંવા2કૂડાં કરમ' તજવાનો આદેશ આપે છે એમાં તમામ પકારના વ્યસનોનો ત્યાગ કરવાની જ વાત છે. ખાસ કરીને જૈનમુનિઓની જુદી જુદી રચનાઓમાં
વ્યસનની સજજાય’, અવગુણોની સજજાય',
ઉપદેશની સજજાય’, `આજ્ઞાઓ’ વગેરે કૃતિઓ આ પકારનાં અફીણ વગેરેનાં વ્યસનનો ત્યાગ કરવા વિશેની જ છે.
એ જ પમાણે જૈનેત2 આખ્યાન કવિઓએ પણ પોતાનાં આખ્યાનોમાં તક મળી ત્યાં શુભાષ્ાિતો કે સાખી-દુહાઓમાં ઉપદેશાવલી આપી છે. સ્વામિનારાયણ સંપદાયના `વચનામૃત’થી માંડીને છેક દલપતરામ કવિની રચનાઓ સુધી અને ગોરખનાથ, કબીર, નાનક જેવા સમર્થ સંતકવિઓથી માંડીને અસાઈતના ભવાઈ વેશો સુધીના સાહિત્યમાંથી આપણને વ્યવહા2 જ્ઞાન અને નશાકારક ચીજો તજવાનો ઉપદેશ મળી 2હે છે.
આ પણ વાંચો: અલખનો ઓટલો: વૈષ્ણવ ભક્તિમાર્ગ-આચાર્ય પરંપરા ને વલ્લભાચાર્યજી…
કળિયુગનાં વ્યસનો-હોકો, ચલમ, ભાંગ, અફીણ, ગાંજો, શરાબ વગેરે નશાકારક ચીજોના દુર્ગુણો વર્ણવતી અનેક રચનાઓ સંતસાહિત્યમાંથી, ચારણી સાહિત્યમાંથી અને લોકસાહિત્યમાંથી સાંપડે છે. એમ ગવાય છે :
ગાંજા, ભંગ, અફીણ મદ, ઊત2 જાત પર ભાત,
નામ ખુમારી નાનકા, ચડી રહે દિન રાત.
પણ ભક્તિની- અધ્યાત્મ સાધનાની ખુમારીને- એના કેફને સંતો વિવિધ નશાકારક ચીજોના રૂપકો દ્વારા વ્યક્ત પણ કરતા રહ્યા છે. પછી એ ભાંગ હોય, ગાંજો હોય, અફીણ કે શરાબની પ્યાલીનો નશો હોય. મીરાંબાઈના નામાચરણ સાથે એક પદ ગુજરાતના ભજનિકોમાં ગવાય છે :
મોહન ભાંગ પીલાઈ રે, કદંબ હેઠે મોહન ભાંગ પીલાઈ,
જળ જમુનાકો શીતળ પાણી, ગાગ2 ભ2 ક2 લાઈ…
સોનેકી કુંડી,રૂપેકા લોટા, દકુંડી રતન જડાઈ રે,
કૃષ્ણએ વાટી ને બળદેવે ઘૂંટી, રાધાએ સાફી સાઈ રે…
સોવરન પ્યાલા, પાયે મતવાલા, અખિયાંમેં લાલન છાઈ ,
મીરાં કહે પભુ ગિરધર નાગર, ચરણ કમળ ચિત્ત લાઈ રે…
-મોહન ભાંગ પીલાઈ રે…
આ પણ વાંચો: અલખનો ઓટલો : અમ્મર વરને વરીયા…
વડોદરા રાજ્યના રાજકુટુંબમાં, ગાયકવાડ પરિવારમાં જન્મેલા બાપુસાહેબના પિતા યશવંતરાવ ગાયક્વાડને સાવલી તાલુકાના ગોઠડા ગામે પોતાની જાગી2 હતી. વિક્રમ સંવત 1833 ઈ.સ.1779માં વડોદરા મુકામે બાપુ સાહેબનો જન્મ થયો. જાગીરના વહીવટ માટે અવારનવા2ગોઠડા ગામે જવાનું થતું.
ગોઠડા ગામે સંત કવિ ધીરા ભગતનો સત્સંગ થયો. એટલે બાપુસાહેબ ભક્તિના રંગે રંગાયા, ધીરે ધીરે ધીરાભક્તની કાફીઓના ઢાળમાં ભજન રચનાઓ કરતા થયા પણ આત્માને પૂરો સંતોષ્ા ન હોતો. એવામાં સંત-કવિ નિરાંત મહારાજના સંપર્કમાં આવ્યા અને પોતાના મનની સમસ્યાઓનું સમાધાન થયું.
નિરાતમહા2ાજ પાસે બાપુસાહેબે ભક્તિ-સાધનાની દીક્ષ્ાા લીધી અને આત્મસાક્ષ્ાાત્કા2 થયો એમ નોંધાયું છે.
બાપુસાહેબનું મહાનિર્વાણ વિ.સં.1899 ઈ.સ.1843માં થયું. આજે એમના ઘણા અનુયાયીઓમાં બાપુસાહેબની ભજન રચનાઓ ગવાય છે. એમાં એક રચના છે હુક્કાનું રૂપક લઈને –
આ પણ વાંચો: અલખનો ઓટલો: ઉત્સવનો આનંદ આધિ-વ્યાધિ-ઉપાધિમાંથી મનુષ્યને મુક્ત કરે છે
હુક્કો પીધો ગુરુ દયા થકી જ્ઞાનનો જો, દમ ખેચ્યો ધણી તારા ધ્યાનનો જો..
તન હુક્કો ઘટ ઘટ સ્વામી બોલતો જો, પેમ જળમાં હુક્કાને ઝકોળતો જો
પથમ ચલમ ચતુરાઈ ખાસી કરી જો, કૂડ કપટ તમાકુ તેના માંહી
ભર્યા જો,
મેળ મેર ગુરુની પીતે ર્ક્યા જો, ચિત્ત ચિપિયે તો બ્રહ્મ અગનિ ધર્યા જો
નેહ નિરભે નારાયણ કેરા નામની જો, શોભે દામણી તે અચળ અખે
ધામની જો
ગુરુ ધીરાએ હુક્કો ભરી આપિયો જો, દાસ બાપુને પોતાનો કરી
થાપિયો જો…
રવિભાણ સંપદાયના ત્રિકમસાહેબના શિષ્ય સીલદાસજીએ
ગાયું છે:
રોમે રોમે રંગ છાયો,
ગુરુએ મુંને જ્ઞાન રો ગાંજો પાયો રે જી…
કરમ કોદાળી, થીર સે થાણો, ધીરજ ધરતીકું ખેડાયો,
દયા ધરમના ધોરી જોડ્યા, પેમસે પાણી પાયો…
ગિયો ગાંજો, બે પાન લાગ્યાં, ઓહમ્ સોહમ્ કળી લાયો,
પાક્તાં ગાંજો પેટાવી બેઠો, ને પાંચો ચો2 ભગાયો..
ગુરુએ મુંને જ્ઞાન રો ગાંજો પાયો રે જી…
કાપ કૂટ ગાંજો નિજ ઘ2 લાયો, મનકો કામે લગાયો,
ચેતન જલસે ધોવા સારૂ, જુગતિ કો જલ મંગવાયો…
પીતાં ગાંજો અલખ ધૂન લાગી, નિરભે નિશાન ઘુરાયો,
સીલદાસ ગુરુ ત્રિકમ ચરણે, મેં તો જલમ મરણ કો મિટાયો..
ગુરુએ મુંને જ્ઞાન રો ગાંજો પાયો રે જી…