અલખનો ઓટલો : શિવ મહિમા- શ્રાવણે શિવ પૂજન… | મુંબઈ સમાચાર
ધર્મતેજ

અલખનો ઓટલો : શિવ મહિમા- શ્રાવણે શિવ પૂજન…

  • ડૉ. નિરંજન રાજ્યગુરુ

હમણાં અષાઢ પૂરો થશે અને શ્રાવણ માસ બેસી જવાનો… શ્રાવણ માસ તો શિવ અને શ્રીકૃષ્ણનો માસ. શ્રાવણી નાળિયેરી પૂર્ણિમા-બળેવ-રક્ષ્ાાબંધન, બોળચોથ, નાગપાંચમ, રાંધણછઠ, શિતળાસાતમ અને કૃષ્ણજન્માષ્ટમીના લોકમેળાઓમાં લોકસમુદાય આનંદ ઉલ્લાસ વ્યક્ત કરતો હોય. આ સમયે આપણે પણ થોડીક શિવઉપાસના કરી લઈએ.

લોકજીવનમાં તો શિવજી ગણપતિના પિતા તરીકે ખૂબ જાણીતા છે. ગણપતિ જન્મના પ્રસંગને વર્ણવતાં અનેક ભજનો મળી આવે છે જેમાં મહાદેવ-પાર્વતીનું ચરિત્ર પણ આલેખાયું હોય છે. તપશ્ર્ચર્યા કરવા જતાં શિવજીએ પાર્વતીને એકલવાયું ન લાગે એટલે પુત્રપ્રાપ્તિ માટેનું વરદાન આપેલું. એ પ્રમાણે ગણપતિનો જન્મ થતાં નારદની યુક્તિથી શિવનો તપોભંગ થયો અને ગણપતિ પોતાનો જ પુત્ર છે એ જાણ્યા પહેલાં તેનો શિરચ્છેદ ર્ક્યો. પાછળથી પસ્તાઈને પોતાનો ગણ મોકલી જે સામે મળે તેનું મસ્તક લાવવા કહ્યું. હાથીનું મસ્તક મળ્યું અને શિવજીને ગણેશને નવજીવન આપ્યું. પાર્વતીને આવું સ્વરૂપ જોઈને ખેદ થયો પણ મહાદેવે તમામ પ્રસંગોએ પ્રથમ પૂજન ગણેશનું થશે એવું વરદાન આપ્યું. આ કથા ઘણાં ભજનિક સંત-કવિઓ દ્વારા ભજનરૂપે ગવાઈ છે. શિવ એ કલ્યાણકારી દેવતા છે. સંગીતના અધિષ્ઠાતા પણ મનાય છે.

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં શિવવિષયક જે રચનાઓ મળે છે તેમાં શિવસ્વરોદયશાસ્ત્ર, શિવગીતા, શિવરહસ્ય, શિવમહાત્મ્ય વગેરે ચિંતનાત્મક કે સાધનાત્મક કૃતિઓ ઉપરાંત શિવપુરાણ, શિવવિવાહ, શિવભીલડી સંવાદ, મૃગી આખ્યાન, ગૌરીચરિત્ર વગેરે કથાત્મક રચનાઓ પણ એટલી જ મહત્ત્વની છે. સંવાદ, આખ્યાન, ધોળ, આરતી, સ્તવન, ભજન, સ્તોત્ર, ધૂન વગેરે પ્રકારોમાં ભગવાન સદાશિવને વિષય તરીકે સ્વીકારી સર્જન થયા ક્યુર્ં છે. ભજનવાણીના વિશાળ સમંદરમાંથી જુદાં જુદાં શિવસ્વરૂપોનાં અનેક સ્તવનો મળી આવે છે. એની સાથોસાથ ચાલી આવે છે લોક્કવિતા. લોક્સાહિત્યમાં પણ શિવવિષયક અનેક રચનાઓ (જેમાં કથાત્મક પણ છે અને સ્ત્તુત્યાત્મક પણ છે) મળી આવે છે. બિલેશ્વ2 મહાદેવની પ્રાર્થના કરતું એક ગીત છે.

હાં રે શિવ ભોળા બિલેસર ભોળા
હાં રે તમને ચડે ભભૂતિના ગોળા..બિલેસર ભોળા…
હાં રે શિવ વંકા બિલસર વંકા
હાં રે તારા નવખંડમાં વાગે ડંકા…બિલેસર ભોળા…
હાં રે તારી જાતરાયે કોણ કોણ આવે,
હાં રે તારી જાતરાયે ઈન્દ્રરાજ આવે,
હાં રે ઈતો સોનાના નાગલા ચડાવે…બિલેસર ભોળા…

લોકસાહિત્યમાં મળતા પૌરાણિક વિષયનાં ક્થાગીતોમાં શિવવિવાહ તથા ગણપતિ-જન્મના પ્રસંગો આલેખાયા હોય એવી અનેક રચનાઓ સાંપડે છે. એક ભીમનાથ મહદેવની ઉત્પતિ વિશેનો રાસડો લઈએ:

નમું ગણપતિને પાય, નમું ગણપતિને પાય
ભોળા ભીમનાથને ચરણે નમું રે લોલ…
અરજુન પૂછે ભોળા ભીમ, અરજુન પૂછે ભોળા ભીમ
તમે સેવા કોની કરી રે લોલ…
શ્રાવણ માસમાં તો નારીઓના કંઠે અનેક શિવવિષયક લોકગીતો સાંભળવા મળે છે :
મા2ા ભોળા મહાદેવ,હોંશિલાને કાજ મેં તો ભાંગ વાવી છે.
ભાંગ વાવી ભોળાનાથે, નીંદે છે ગણેશ
પારવતીજી પાણી વાળે છૂટાં મેલી કેશ…
*
ભોળા ભોળા શિવજી તમને વિશ્વ વખાણે,
તમા2ી કળા તો શિવજી કોઈ નવ જાણે રે…
*
શિવના મંદિરિયે સૌ પ્રેમે પ્રેમે ભક્તો આવો રે,
જય શિવ શંકર શંકર કહીને મંખથી ધૂન મચાવો રે…

ચારણો તો શિવ-શક્તિના ઉપાસકો. એમની રચનાઓમાં ચારણીસાહિત્યમાં પણ શિવસ્તુતિના અનેક છંદો મળે છે. હરદાસજી મિશણ નામના ચારણ કવિઓ તો ‘હર રસ’નામે શિવમહિમા ગાતી, પ0 થી વધુ દુહાઓમાં સુદીર્ઘ રચના આપી છે.

આદિ શિવ ઓમકા2, ભંજન ધર પાપભા2,
નિરંજન નિરાકા2 ઈશ્વર નામી
દાયક નવનિધિદ્બા2,
ઓપત મહિમા અપા2 સરજન સંસા2 સા2 શંકર સ્વામી
ગેહ2ી શિ2વહત ગંગ,
તાપ હ2ત જલ તરંગ ઉમિયા અરધંગ અંગ કેફ અહારી.

‘ઓખાહરણ’ જેવી રચનાઓમાં શિવજીનો મહિમા ગવાયો છે. શિવતાંડવ નૃત્ય પણ ચારણ કવિઓનો પ્રિય ક્વન બન્યું છે. મહાત્મા રામકૃષ્ણ ઉર્ફે શંભુપુરીજી મહારાજ આ શિવજીના નૃત્યનું વર્ણન ચર્ચરી છંદમાં કરે છે.

આપણ વાંચો:  ભજનનો પ્રસાદ : ભક્ત નરસિંહનાં પદોમાં અમર્યાદ શૃંગાર નિરૂપણ છે…

(દોહા)
સુરગુણ સાજ શૃંગાિ2 કે સદા જાત કૈલાસ,
કરત શું ત્રાંડવ નૃત્ય શિવ, ઈમિ પ્રસિદ્ધ ઈતિહાસ.
શિતલ અમલ મધુર જલ, જલજ બિપુલ બહુ રંગ,
કુંજત કલરવ હંસગણ, ગુંજત મંજુલ ભ્રંગ઼

(છંદ ચર્ચરી)
શૈલશૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્ર ભાલ,
ગંગકી તરંગ માલ, વિમલ નીર ગાજે
લોચન ત્રય લાલ લાલ, ચંદનકી ખોરી ભાલ,
કુંમ કુંમ સિંદુ2 ગુલાલ ભ્રકુટી વર સાજે
મુંડનકી કંઠમાલ વિહસત હૃદય ખુશાલ,
સ્ફટિક જાલ રૂમાલ, હ2દયાલ 2ાચે
બમ્ બમ્ બમ્ ડમરૂ બાજ,

નાદ વેદ સ્વ2 સુ સાજ, શંક2 મહારાજ આજ, ત્રાંડવ નાચે..
ભોલે મહારાજ આજ તાંડવ નાચે….

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button