અલખનો ઓટલો: અલખ અવતારી રામદેવ પીર…

- ડૉ. નિરંજન રાજ્યગુરુ
રામદેવજીના નવરાત્ર ચાલી રહ્યા છે. રામદેવપીરનું નામ આજે પાટઉપાસનાના સ્થાપક તરીકે, લોકદેવતા તરીકે, નકળંગ અવતાર તરીકે, બાર બીજના ધણી તરીકે, ઈશ્વરના એક અવતાર તરીકે લેવાય છે. એમનું જીવન
અનેક પકારની ચમત્કારમય ઘટનાઓ સાથે જોડાયું છે.
રામદેવપીર પોતે પાટ- ઉપાસનાના દીક્ષિત અનુયાયી હોવા છતાં આજે પાટના ધણી તરીકે પૂજાય છે જે તેમના ભવ્ય, અલૌકિક વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. રામદેવપીર વિશે સંપૂર્ણ પમાણભૂત વિગતો આજ સુધી પાપ્ય નથી. એમના જીવન સાથે જે કંઈ માહિતી મળે છે તેમાં રામદેવપીર પછી બસો બેતાલીશ વર્ષ્ પછી થયેલા હરજી ભાટીની રામદેવપીરના જીવનવિષ્ાયક આખ્યાયિકાઓ અને લોકકંઠે-લોકભજનિકો દ્વારા સચવાયેલી દંતકથાઓ મુખ્ય છે.
રામદેવપીરનો સમય આપણા માટે સંશોધનનો વિષ્ય બની રહે છે. છતાં ઈ.સ.13પ1 / વિ.સં.1407 જન્મ વર્ષ્ા અને ઈ.સ.14પ9 / વિ.સં.1પ1પ સમાધિ વર્ષ્ા એ સમય બહુધા લોકકંઠે સચવાયેલો અને સંપદાય સ્વીકૃત સમય છે. એ મુજબ રામદેવપીરનું 108 વર્ષ્ાનું આયુષ્ય મનાયું છે.
રાજસ્થાની ઈતિહાસ ગ્રંથો તથા સાહિત્યના માન્ય ઈતિહાસોમાં રામદેવપીર વિશે વધુ નોંધ મળતી નથી. રામદેવજી મહારાજ જે સમયે આ ધરતી ઉપર આવ્યા તે સમયે તુંવર વંશ પાસે રાજવહીવટ નથી અને તેથી તેના વિશે પમાણભૂત સમયસંદર્ભો-વંશપરંપરાગાદી હકીકત વગેરે નોંધાયું નથી.
એમના વિશેની જે વંશાવળીઓ ભાટબારોટોના ચોપડાઓમાં પાપ્ત થાય છે તે રામદેવજીના સમય પછીના સો-દોઢસો વર્ષ્ા પછીના સમયગાળા દરમિયાન લખાઈ છે જે માત્ર કંઠસ્થ પરંપરાની દંતકથાઓ, લોકોક્તિઓના આધારે લખવામાં આવી હોય તેવી શક્યતા જણાવે છે. કારણ કે બારોટ-ભાટોની વહીઓમાં પણ સમયની એકસૂત્રતા નથી, દરેક વહી જુદો જુદો સમયસંદર્ભ આપે છે.
રાજસ્થાનમાં નિર્ગુણ-નિરાકા2 બ્રહ્મની ઉપાસના ઘણા જૂના સમયથી પચલિત હતી. જેમાં જ્યોતના સ્વરૂપે અલખધણીની પૂજા થાય, અને તેને સનાતન ધર્મ' કે
અલખનામી’ સંપદાય તરીકે ઓળખવામાં આવતો. મૂળની શૈવ-શાક્ત તંત્ર પરંપરાનું લૌકિક સ્વરૂપ તે `અલખ-ઉપાસના’, જેમાં નાથ સંપદાયની નિર્ગુણવાદી વિચારધારા, યૌગિક ક્રિયાઓ, તાંત્રિક ક્રિયાકાંડ જેવાં તત્ત્વો જોવા મળે.
રાજસ્થાનમાં નાથ સંપદાયના અનેક મહત્ત્વનાં સ્થાનો પાચીન કાળથી વિકસતા આવેલાં, અને નાથસંપદાયની દીક્ષ્ાા લઈને કેટલાય ગૃહસ્થ સંત-સાધકોએ પોતપોતાની રીતે આગવા મૌલિક પંથ-સંપદાયોનું પચલન કરેલું. ઈ.સ. 10પ0 થી 1199 એટલે કે વિ.સં.1106 થી 11પ6 વચ્ચેના સમયગાળા દરમિયાન ઈરાનના અલમૂત શહેરથી શિયા પંથનો ફેલાવો કરવા માટે અલમૂતના શાસનર્ક્તા હસન અલાઝિક્રી હિસ્સલામે નૂર સતાગરને ગુજરાતમાં મોકલ્યા. એ સમયે એટલે કે વિ.સં. 1131 સુધી દિલ્હીની ગાદી ઉપ2 રામદેવજીના પૂર્વજ તુંવર રાજપૂતોનું જ રાજ્ય હતું.
ત્યા2બાદ ઈ.સ.13પ1 (વિ.સં. 1408) દિલ્હીની ગાદીએ ફિરોજશાહ તુગલક આવ્યો. જેણે 38 વર્ષ્ા દિલ્હીની ગાદીએ રાજ્ય ક્યું. જેમણે હિંદુ સાધુઓની હત્યા કરી. મંદિરો તોડયા અને પોતે કટૃર સુન્ની પંથી હોવાને કારણે અનેક શિયા પંથના ઉપદેશકોની પણ ક્તલ કરેલી. આ સમયગાળા દરમિયાન એટલે કે ઈ.સ.13પ0 થી 1400 એટલે કે વિ.સં.1406 થી 14પ6ના પ0 વર્ષ્ાોમાં ઈરાનથી શિયા પંથના પીર શમસ / સમસુદીન કાશ્મીર અને ગુજરાતમાં આવ્યા. પીર શમ્સને બે મોરચે લડવાનું હતું.
એક તો પોતે શિયા પંથી હોવાને કારણે કટૃર સુન્ની પંથી દિલ્લીના શાસકોથી બચવાનું હતું અને બીજી તરફ ભારતમાં છૂપા વેશે રહીને ઈસ્લામનો એટલે કે મૂર્તિપૂજાના નિષ્ોધનો ફેલાવો કરવાનો હતો. અને એ માટે જરૂરી હતું ભારતીય ધર્મસાધનાની વિવિધ પરંપરાઓનું અને માન્યતાઓનું જ્ઞાન મેળવવું. પીર સમ્સુદ્દીને હિન્દુ પુરાણોનો અભ્યાસ ર્ક્યો. અને યોગ-સાધનાની પરંપરામાં પારંગતતા મેળવી.
કાશ્મીરના શૈવ-દર્શનનો પણ પરિચય મેળવ્યો. નાથપંથી સાધનાનો આશ્રય લઈને શમસ ૠષ્ાિ તરીકે જાણીતા થયેલા સમ્સુદીન પાસે ખીંવણજી કે ખીમડિયો કોટવાળ દીક્ષ્ાિત થયો અને તેના મિત્ર રણસી તુંવર કે જેનું દિલ્હીનું રાજ્ય મુસ્લિમ શાસક દ્વારા છીનવાઈ ગયેલું. તેણે પણ શમસ ૠષ્ાિ પાસે દીક્ષ્ાા લીધેલી. જેની પાછળથી મુસ્લિમ શાસક દ્વારા દિલ્હીમાં હત્યા થયેલી.
ખીંવણજી અને રણસી તુંવર ઉપર કરવત મુકાયેલ તેવી દંતકથાઓ મળે છે. આ રણસી તુંવર તે રામદેવપીરના દાદા થાય. પીર શમ્સના ત્રીજા શિષ્ય તે પીર પીર સદરૂદીન. જેની નિમણૂક ઈ.સ.1430 (વિ.સં.1486)માં ઉપદેશક તરીકે થયેલી અને જાણે શાહજી / શંભુજી / સહદેવ / શાહદાં / શંકરજી જેવાં નામ ધારણ કરેલાં.અને એ નામે ગિનાનોની રચના કરેલી.
રાવ સલખાજીના પુત્ર રાવળ માલદે/ રાવ મલ્લિનાથ મેહવાનો રાજા થયો. જેણે મુસ્લિમ સત્તા સામે લડાઈ કરેલી અને જીત મેળવેલી. ઈ.સ.1384માં માલદેવે ભાટી ઉગમસી અને મેઘ ધારૂ પાસે `કાંબડિયા’ પંથની દીક્ષ્ાા લીધી. આ મેઘ ધારૂ સતી રૂપાંદેના ગુરુભાઈ હતા, રાવળ મલ્લિનાથ પછી રામદેવપીરનો જન્મ થયો. નાથ પંથી સિદ્ધ બાળનાથ પાસે દિક્ષ્ાા લઈને રામદેવપીરે યોગ-સિદ્ધિ મેળવેલી.
રામદેવ પીરે તે પછી મેઘ ધારૂના ભાભી દેવુબાઈ પાસે પાટની દીક્ષ્ાા લીધેલી એમ મનાય છે. જે દેવુબાઈ વિ.સં.14પ6 (ઈ.સ.1399-1400)માં મલ્લિનાથ પોતાના આયુષ્યના પાંસઠમાં વર્ષ્ો જીવતાં સમાધિ લે છે ત્યારે રૂપાંદે તથા માલદેની સાથે જ જીવતાં સમાધિમાં બેસી ગયેલાં. આજ સુધી રામદેવપીરના અનુયાયીઓ તરીકે રૂપાંદે-માલદે, જેસલ-તોરલ વગેરેનાં નામ ગણાવાય છે તે સર્વે રામદેવજી પહેલાં આ ઉપાસના સાથે જોડાયેલા છે અને રામદેવજીના પૂર્વસમકાલીન સંતો છે.
રામદેવપીરની પાટઉપાસનાનો સંબંધ નાથપંથી સાધના ધારા સાથે સંકળાયેલો છે. એમના ગુરુ તરીકે બાળનાથ નામના નાથપંથી સિદ્ધનું નામ મળે છે અને રામદેવપીરની રાજસ્થાની રચનાઓમાં જ્યોતસ્વરૂપી અલખ-નિરાકાર અવિનાશીની પૂજા, ઈસ્લામિક રહસ્યવાદ, યોગસાધના અને બાલાસુંદરી ઉપાસના પદ્ધતિનો સમન્વય થયો હોય તેવા સંકેતો મળે છે.
આ પણ વાંચો…પોરબંદરમાં રામદેવપીરનો 50 ફૂટ ઊંચો મંડપ ધરાશાયી, એકનું મોત, 16 ઘાયલ