48 Hours પછી બની રહ્યો છે અંગારક યોગ, બદલાઈ જશે આ રાશિના જાતકોનું જીવન…

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરીને શુભ-અશુભ યોગનું નિર્માણ કરે છે અને આવો જ એક યોગ બે દિવસ બાદ એટલે કે 23મી એપ્રિલના બની રહ્યો છે. મંગળની સાથે રાહુ કે કેતુ યુતિ થતાં અંગારક યોગ નામનો યોગ બને છે, જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે.
મીન રાશિમાં રાહુ અને મંગળની હાજરીને કારણે 23મી એપ્રિલના અંગારક યોગ બની રહ્યો છે. આ યોગની અસર 23મી એપ્રિલથી પહેલી જૂન સુધી જોવા મળશે. આવો જોઈએ આ યોગ બનવાને કારણે કઈ કઈ રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર છે.
મેષઃ

મીન રાશિમાં મંગળ અને રાહુની યુતિને કારણે બની રહેલાં અંગારક યોગને કારણે મેષ રાશિના જાતકોના બની રહેલાં કામ અટકી શકે છે. આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પ્રગતિના માર્ગમાં અવરોધ આવી શકે છે. આ રાશિના જાતકોને ધનહાનિ થવાના યોગ પણ બની રહ્યા છે.
કન્યાઃ

કન્યા રાશિના જાતકોને પોતાના ગુસ્સાને કારણે ભારે નુકસાન થઈ શકે છે. આ રાશિના લોકોએ પોતાની વાણી પર ખાસ નિયંત્રણ રાખવું પડશે. અંગત અને કામના સ્થળે બંને જગ્યાએ આ રાશિના જાતકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
કુંભઃ

બે દિવસ બાદ બની રહેલાં અંગારક યોગને કારણે કુંભ રાશિના જાતકોના માન-સન્માનની હાનિ થઈ શકે છે. સ્વાસ્થ સંબંધિત સમસ્યાઓમાં પણ મુશ્કેલી પડી શકે છે. માનસિક, શારીરિક અને આર્થિક એમ ત્રણેય રીતે આ રાશિના જાતકો પરેશાન રહી શકે છે.