300 વર્ષ બાદ ગણેશચતુર્થી પર બની રહ્યો છે ખાસ સંયોગ, ત્રણ રાશિના જાતકો બનશે માલામાલ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
ભારતમાં ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, આ વર્ષે ગણેશચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીની તિથિએ ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસથી 10 દિવસ સુધી લોકોના ઘરોમાં બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને વિધિ વિધાન પૂર્વક બાપ્પાની પૂજા અર્ચના કરવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ વર્ષે ગણેશચતુર્થી પર લગભગ 300 વર્ષ બાદ અદ્ભુત વિશેષ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ વર્ષે ગણેશચતુર્થીના દિવસે બ્રહ્મ યોગ અને શુક્લ યોગ જેવા શુભ યોગો બની રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ગણેશચતુર્થીના દિવસે ત્રણ રાશિના લોકો ભાગ્યશાળી રહેવાના છે.
સનાતન ધર્મમાં પણ ગણેશ ચતુર્થીના તહેવારનું વિશેષ ખૂબ મહત્વ છે. આ વર્ષે આ ઉત્સવની શરૂઆત 19મી સપ્ટેમ્બરથી પ્રારંભ થવા જઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ વર્ષે ગણેશચતુર્થી પર 300 વર્ષ બાદ એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે અને આ સંયોગને કારણે અનેક રાશિઓના લોકો ધનવાન બની શકે છે. આવો જોઈએ કઈ છે આ રાશિઓ જેને માટે બાપ્પા બંપર બોનાંઝા ઓફર લઈને આવી રહ્યા છે…
મેષ:
મેષ રાશિના લોકોના જીવનમાં આ વર્ષે ગણેશચતુર્થીના દિવસે અનેક પ્રકારની ખુશીઓનું આગમન થવા જઈ રહ્યું છે. આ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવા વિશે વિચારી રહ્યા છો તો એના માટે એકદમ અનુકૂળ સમય છે. આ સમયગાળા દરમિયાન વેપારમાં વૃદ્ધિ થઈ રહ્યો છે અને અટકી પડેલા બધા કામ પૂરા થઈ રહ્યા છે.
મિથુનઃ
મેષ રાશિના જાતકોની જેમ જ મિથુન રાશિના લોકો માટે પણ આ ગણેશચતુર્થી શુકનિયાળ સાબિત થવાની છે અને આ રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે. આ રાશિના જાતકોને અપાર સંપત્તિ કમાવવાની તક મળશે. નોકરી અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. લગ્ન જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે.
મકર:
ત્રીજી અને છેલ્લી રાશિ વિશે વાત કરીએ તો ગણેશચતુર્થીનો દિવસ ઉપરની બે રાશિના સાથે સાથે જ મકર રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે. આ રાશિના લોકોના માન, સન્માન અને પ્રતિષ્ઠા વધશે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ રહ્યા છે. વ્યવસાય સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવી રહ્યો છે. લાંબા સમયથી અટકી પડેલા કામ પણ પૂર્ણ થઈ રહ્યા છે.