
જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે અને એની સાથે સાથે જ તેમને શક્તિ, ઊર્જા, સાહસ, પરાક્રમ, ભૂમિ અને શૌર્યનો કારક પણ માનવામાં આવે છે. આવો આ મંગળ ત્રણ દિવસ બાદ એટલે કે પાંચમી ફેબ્રુઆરીના મકર રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
મકર અને મંગળની ઉચ્ચો રાશિ છે અને સૂર્ય મકર રાશિમાં પહેલાંથી જ બિરાજ માન છે. પરિણામે મંગળના મકર રાશિમાં ગોચરને કારણે આદિય મંગલ યોગનું નિર્માણ થઈ રહ્યું છે આદિય મંગલ યોગની અસર 12-12 રાશિ પર ઓછા વધતા પ્રમાણમાં જોવા મળશે, પણ તેમ છતાં કેટલીક એવી રાશિઓ છે કે જેના પર આ યોગની વિશેષ અસર જોવા મળશે. આવો જોઈએ કઈ છે આ રાશિઓ કે જેમના ભાગ્યના દ્વાર ખુલી રહ્યા છે…
મેષઃ

મેષ રાશિના જાતકો પર આ યોગની વિશેષ કૃપા જોવા મળશે. તેમના કરિયરમાં પરિવર્તન આવશે. સફળતા મળી રહી છે. સારા સમાચાર સાંભળવા મળી શકે છે. નોકરીમાં પ્રમોશન થવાની શક્યકા છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.
વૃષભઃ

ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. નવા સ્રોતમાંથી આવક થવાની પૂરેપૂરી શક્યતા છે. કરિયરમાં પ્રગતિ થઈ રહી છે. તમારા પરિશ્રમના ફળ મળી રહ્યા છે. આર્થિક સ્થિતિ સુધરી રહી છે. સુખ-સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે સફળતા મળી રહી છે.
તુલાઃ

આ રાશિના જાતકોના ભાગ્યોદયના યોગ બની રહ્યા છે. આ રાશિના લોકો કરિયરમાં નવી નવી ઊંચાઈઓ સર કરી શકે છે. તમામ કામ કોઈ પણ પ્રકારના અવરોધ વિના પૂરા થઈ રહ્યા છે. ભાગ્યનો સાથ મળી રહ્યો છે. નવો વેપાર શરૂ કરવા માંગો છો તો એકદમ અનુકૂળ સમય છે. વેપારમાં વૃદ્ધિ થઈ રહી છે.
વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના નોકરી શોધી રહેલાં લોકોની શોથ પૂરી થઈ રહી છે. આ યોગને કારણે વૃશ્ચિક રાશિના લોકોને સારી નોકરી મળી શકે છે. આવકમાં વૃદ્ધિ થશે. જીવનસાથી સાથેના સંબંધો વધારે ગાઢ અને મધૂર બની રહ્યા છે.
મીનઃ

મીન રાશિના લોકોનું પારિવારિક જીવન સુખમય રહેશે. સુખ-શાંતિમાં જીવન પસાર થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા દૂર થઈ રહી છે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. જૂના અટકી પડેલાં કામો પૂરા થઈ રહ્યા છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.