જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની પોતાની એક આગવી વિશેષતા છે અને એ અનુસાર જ તે જાતકોને પરિણામ આપતા હોય છે. સૂર્ય દેવની વાત કરીએ તો સૂર્ય દેવને જ્યોતિષશાસ્ત્રમાં માન- સન્માન, પ્રતિષ્ઠા, જોબ, પિતાનો કારક માનવામાં આવે છે. જ્યારે મંગળને ગ્રહને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય મંગળ ગ્રહને હિંમત, બહાદુરી, ભૂમિ અને ક્રોધનો કારક ગણવામાં આવે છે.
સૂર્ય અને મંગળ બંને ગ્રહ જાન્યુઆરી મહિનામાં ધન રાશિમાં ગોચર કરી રહ્યા છે જેને કારણે આદિત્ય મંગલ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે પણ તેમ છતાં ત્રણ રાશિ એવી છે કે જેમને આ યોગનો વિશેષ લાભ મળી રહ્યો છે. આવો સમય વેડફ્યા વિના જાણીએ કે આખરે કઈ છે આ ત્રણ રાશિઓ…
મેષ રાશિના જાતકો પર આ આદિત્ય મંગલ રાજયોગની સારી અસર જોવા મળી રહી છે આ રાશિના જાતકો માટે આ યોગ લાભદાયી સાબિત થઈ રહ્યો છે, કારણ કે આ રાજયોગ આ રાશિના નવમા ભાવમાં બનવા જઈ રહ્યો છે. જેને કારણે આ સમયગાળામાં તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. તમે કોઈપણ ધાર્મિક અથવા શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. જો તમામ યોજનાઓ તમારા આયોજન મુજબ પૂર્ણ થશે તો તમારી અંદર સકારાત્મક ઉર્જા વહેશે. બિઝનેસ માટે કોઈ ટૂર પર જવાનું પ્લાનિંગ થઈ શકે છે. પ્રોપર્ટી ખરીદવા માટે પણ અનુકૂળ સમય છે.
આદિત્ય મંગલ રાજયોગ કન્યા રાશિના લોકો માટે પણ લાભદાયી સાબિત થવા જઈ રહ્યો શકે છે, કારણ કે આ રાજયોગ આ રાશિના જાતકોના ચોથા ભાવમાં બનવા જઈ રહ્યો છે. આ સમયે તમને વાહન અને મિલકતનો આનંદ મળી શકે છે. ઉપરાંત, જો તમારો બિઝનેસ રિયલ એસ્ટેટ, મિલકત, મિલકત, હોટેલ અથવા મેડિકલ સાથે સંબંધિત છે, તો તમે સારો નફો મેળવી શકો છો. કરિયરની દ્રષ્ટિએ પણ આ સમય તમારા માટે સારો સાબિત થશે અને તમને નોકરી બદલવામાં સફળતા મળી શકે છે. વેપારીઓને પણ સારો એવો ફાયદો થઈ શકે છે.
મીન રાશિના લોકો માટે પણ આ આદિત્ય મંગલ રાજયોગ શુભ પરિણામો આપનારો સાબિત થઈ રહ્યો છે, કારણ કે આ રાજયોગ મીન રાશિના આવકના ભાવમાં બની રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વૃદ્ધિ થશે. આ ઉપરાંત આ સમયગાળામાં તમારું અટવાઈ પડેલું ધન પાછું મળી શકે છે. જીવનસાથી તમારા પ્રેમ જીવનમાં પ્રવેશ કરી શકે છે. તમે આવકના નવા માધ્યમો દ્વારા પૈસા કમાવવામાં સફળ થશો. શેરબજાર, સટ્ટાબાજી તેમ જ લોટરીમાં રોકાણ કરી શકો છો, જેને કારણે નફો થઈ શકે છે.