ધર્મતેજ

આચમન: સુકૃત્યની સુગંધ ચારે દિશામાં મહેક પ્રસરાવતી હોય છે

-અનવર વલિયાણી

જગતની મોહમાયાથી દૂર રહેનાર, આશ્ચર્ય-અચંબો જેને માર્ગથી ભટકાવી શકતો નથી એવા ઈશ્વર સ્મરણમાં લીન રહેતા એક સૂફી-સંત-મહાત્માએ રાજ્યના શહેનશાહની નોંધપોથીમાં એવી તે કઈ વાસ્તવિકતા લખી જે મૃત્યુલોક સુધી દરેક માટે બોધ આપનારી સનાતન સત્ય બની રહી.

  • રાજ્યના એક શહેનશાહે પોતાના રાજમહેલમાં એક સ્નાનગાર બનાવ્યું હતું. એ બાથરૂમની દીવાલો પર `રત્નો’ જડાયેલાં હતાં.
  • અતિ મૂલ્યવાન પથ્થરોનો દૂરથી ઉપયોગ કરવામાં આવ્યો હતો.
  • તેમાં જે હોજ હતો તેની આસપાસ સોના-ચાંદીના પંખીઓ એ રીતે ગોઠવ્યાં હતાં કે, એ પંખીઓની ચાંચમાંથી જુદી જુદી જાતના અત્તરોનો ફૂવારો ઊડતો હતો.
  • શહેનશાહ દિવસમાં બે વાર તેમાં સ્નાન કરવા જતા હતા, બાકીના
    વખતમાં હમામ જોવા માટે લોકોને છૂટ આપી હતી. દેશ-વિદેશના લોકો જોવા આવતા હતાં.
  • શહેનશાહે ત્યાં એક નોંધપોથી મૂકી હતી. તેમાં આવનારા પોતાનો અભિપ્રાય લખતા હતા.
  • લગભગ દરેક જણે સ્નાનગારની પાછળ લખલૂટ ખર્ચ કર્યો હતો તેના વખાણ જ લખતા.
  • એક દિવસ અચાનક એક ઈશ્વરના ઓલિયા-સંત ફકીર શહેરમાં આવ્યા. તેમને પણ લોકોએ આ અચંબો પમાડે તેવો સ્નાનગાર જોવા કહ્યું. મહાત્માએ ના કહી.
  • છેવટે શહેનશાહને વાવડ મળ્યા તો તેણે સામે ચઢીને સ્નાનગાર જોવાની વિનંતી સાથે જમણનું પણ આમંત્રણ આપ્યું.
  • આ તો શહેનશાહોના શહેનશાહ સમાન સંત-ઈશ્વરના ઓલિયા હતા.
  • તેમણે બાદશાહને જમવાની ના પાડી દીધી અને કહ્યું કે,
  • `જો તેઓ જમવા બેસશે તો સત્ય વાત કહી શકશે નહીં માટે તેમને એ વાતની સ્વતંત્રતા આપવામાં આવે કે તેઓ વાસ્તવિક હક્ક અર્થાત્‌‍ સત્યવાત છે તેને રજૂ કરવાની છૂટ આપવામાં આવે જે-મૃત્યુલોક સુધી મિથ્યા થનાર નથી. ખોટી પડતી નથી…!’
  • શહેનશાહે મહાત્માના આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો.
  • દુનિયાની મોહમાયાથી પર,
  • અચંબો-આશ્ચર્ય જેને ચલિત કરી શકતા નથી એવા પ્રભુ સ્મરણમાં લીન રહેતા સંતે સ્નાનગારનું નિરીક્ષણ કર્યું અને તેમની સામે નોંધપોથી મૂકવામાં આવી તો તેમણે સૃષ્ટિના સર્જનહાર ઈશ્વરના નામથી લખવાનું શરૂ કર્યું.
  • `દુનિયાના પથ્થરોથી થોડા વધારે સફાઈદાર સફેદ પથ્થરોને ઉપરાઉપરી ખડકોમાં ગોઠવીને આ એક નાહવાની ઓરડી એટલે સ્નાનગાર બાંધવામાં આવેલ છે.
  • તેમાં બગીચાનાં ફૂલો જેવા આકારના થોડાક ચમકદાર રંગબેરંગી પથ્થરના ટુકડાઓ ગોઠવવામાં આવ્યા છે;
  • તેની પાછળ
  • સત્તાનો મદ,
  • શિરજોરી
  • ત્રાસ
  • બળ
  • ભયંકર અમાનુષતા
  • કુકર્મો અને
  • હિંસા છુપાયેલા છે.
  • રંગબેરંગી પક્ષીઓના ભ્રામક આકારો ફુવારાના રૂપમાં ફરીને અત્તરો છાંટી સુગંધના ઊંડાણમાં મડદાની દુર્ગંધ ફેલાવી રહ્યાં છે.
  • ઘણાંને લૂંટીને એક જ ધનભંડારમાં ભેગા કરેલા દુર્વ્યયનો આ ઓરડામાં ઢોલ પીટનારો એક કાળો પથ્થર જાણે ફરિયાદ કરે છે કે `સ્નાનગારમાં દેખાતા સોનાના અક્ષરોની નીચે ભયંકર અંધકાર અને દર્દ છુપાયેલું છે. આમાં સ્નાન કરનારો રાઈના દાણા જેટલો પણ માલ સાથે લઈ જનાર નથી. છેવટે તો તેનો અંત એ જ છે કે કહેવાતી સુગંધનો આનંદ માણનારાને ફના થનારા-નાશ પામનારા શરીરને દો ગઝ ઝમીં કે નીચેની અંધકારભરી ઓરડીમાં જ સૂવું પડશે!’
  • થોડા જ દિવસમાં શહેનશાહને લડાઈનો મુકાબલો કરવો પડ્યો.
  • તે હાર્યો.
  • જાન બચાવવા જખ્મી હાલતમાં જંગલ તરફ ભાગી ગયો.
  • છેવટે તેની શોધમાં નીકળેલા લોકોએ તેની લાશને જોઈ.
  • દુર્ગંધ મારતી બદબૂદાર લાશ પાસે કોઈ જવા તૈયાર નહોતું.
  • અચાનક એ સાધુમહારાજ ત્યાં આવી ગયા, અને કહ્યું,
  • `અત્તરના સ્નાનથી થોડીક ખુશ્બૂ-સુગંધ-મહેક ફેલાય છે પણ જો સુકૃત્ય કર્યા હોય તો તેની ફોરમ સદા સુગંધ આપતી રહેતી હોય છે.

બોધ:

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button