ધર્મતેજ
આચમનઃ રામ – કૃષ્ણ: જીવન ને ચરિત્ર

-અનવર વલિયાણી
મનુષ્ય માત્રને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામમાં ધર્મનું આદર્શરૂપ પ્રાપ્ત થાય છે.
- રામ એટલે સાક્ષાત દેહધારી ધર્મ.
- રામને ધર્મની મૂર્તિ તરીકે રામાયણે વર્ણવ્યા છે.
- જો મનુષ્યે ધર્મનું તત્ત્વ સોળે કળાએ ખીલેલું જોવું હોય તો રામનું ચરિત્ર એક દીવાદાંડી સમાન છે.
- સિક્કાની બીજી બાજુ શ્રી કૃષ્ણના ચરિત્રમાં
- ધર્મ એટલે કૃષ્ણ કૃત ધર્માધર્મી નિર્ણય.
- ધર્મ કહે તેમ રામ કરે અને
- કૃષ્ણ કહે તેમ ધર્મ રચાય.
- રામ ધર્મને અનુસરે.
- ધર્મ કૃષ્ણને અનુસરે.
- કૃષ્ણાવતાર પહેલાં એક સિદ્ધાંત હતો કે – યતો ધર્મસ્તતો જય:
- જ્યાં ધર્મ છે ત્યાં જય છે પણ
- કૃષ્ણના અવતાર પછી વ્યાસે આપણને જાણે કે આ સૂત્ર સુધારી આપ્યું:
- `યતો ધર્મસ્તત: કૃષ્ણ:’ અને
- `યત કૃષ્ણસ્તતો જય:’ એટલે
- જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ એટલે ઇશ્વર છે અને જ્યાં કૃષ્ણ અર્થાત્ ઇશ્વર છે ત્યાં જપ છે
- ગીતાનો અંતિમ શ્લોક યાદ આવી જાય છે કે, જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં શ્રી વિજય, ભૂતિ અને નીતિ રહેલાં છે, નિશ્ચિતપણે રહેલાં છે.
વ્હાલા શ્રદ્ધાળુ વાચક મિત્રો!
- રામ અને કૃષ્ણના સમગ્ર જીવન અને ચરિત્રને તુલનાત્મક દૃષ્ટિથી તપાસીએ તો ઘણી રસપ્રદ વાતો નજર સમક્ષ તરી આવે છે:
- રામ સૂર્યવંશમાં જન્મ્યા હતા તો
- કૃષ્ણ ચંદ્રવંશમાં
- રામ દિવસે 12 વાગે જન્મ્યા હતા
- શ્રી કૃષ્ણ રાત્રે 12 વાગે
- રામ સૂર્ય જ્યારે પરાકાષ્ઠાએ તપતો હતો ત્યારે મધ્યાહ્ન સમયે અવતર્યા જ્યારે
- કૃષ્ણ જ્યારે આઠમની રાત્રે
ચંદ્રની 16માંથી બરાબર અર્ધી
કળા વિકસિત હોય ત્યારે અવતાર
ધારણ કર્યો
- રામ ભક્તોને બાર વાગે જમાડી દે,
- કૃષ્ણ રાતના બાર સુધી ભૂખ્યા રાખે.
- રામ રાજકુમાર હતા તેથી મહેલમાં જન્મ્યા અને
- શ્રીકૃષ્ણ તો `ચોર’ હતા!
બોધ:
આ પણ વાંચો…અલૌકિક દર્શન : ગજેન્દ્રની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને પધારે છે
- એક શ્લોકમાં કહ્યું છે કે
- કૃષ્ણ એટલે રાધિકાના હૃદયના ચોર,
- ગોપીઓનાં વસ્ત્રોના ચોર,
- ભક્તોના અનેક જન્મોનાં
પાપોના ચોર…
- એવા ચોરોના નાયક શ્રીકૃષ્ણને નત્ મસ્તકે પ્રણામ કરવા રહ્યા…
… અને ભાઈ! - ચોર તો જેલમાં જ જન્મેને…!
- રામ યોગમાં માને છે.
- કૃષ્ણ પ્રયોગમાં માને છે.
- રામ સદા મર્યાદામાં રહ્યા છે.
- શ્રીકૃષ્ણને કોઈ જ મર્યાદા નડી નથી.
- એ બધી જ કહેવાતી મર્યાદાઓને પોતાની સિદ્ધિ બનાવીને રહ્યા છે.
- રામને એક જ પત્ની
- કૃષ્ણને અનેક પટરાણીઓ
- રામે જીવનમાં સીતાને મહત્ત્વનું સ્થાન આપ્યું
- `સીતારામ’ એમ કહેવાયું. પત્નીનો દરજ્જો ઘણો ઊંચો આંક્યો.
- કૃષ્ણે પ્રેમને મહત્ત્વ આપ્યું તેથી જ
- `રાધાકૃષ્ણ’ એમ કહેવાય છે.
નમ્ર નિવેદન:
આ પણ વાંચો…આત્મત્વને જાણવા માટે સત્સંગનું ખોદકામ કરવું પડશે ને અંદર ઉતરવું પડશે: માનસ મંથન -મોરારિબાપુ
- રામ અને કૃષ્ણના જીવન અને ચરિત્રને તુલનાત્મક દૃષ્ટિથી જોવાનો લેખકનો આ એક માત્ર નમ્ર પ્રયાસ છે.