ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ
આચમનઃ – અને ઈશ્વરના આશીર્વાદ ઈસુ પર ઊતરી આવ્યા…

અનવર વલિયાણી
પ્રભુ ઈસા મસીહ લગભગ બે હજાર વરસ પૂર્વે થઈ ગયા. એક અભ્યાસ મુજબ દુનિયામાં ભાગ્યે જ કોઈ એવું હશે જે તેમના વિશે જાણતું નહીં હોય, પણ અનેકને ખબર નથી તે ખરેખર કોણ હતા.
- અમુક કહે છે કે તે બસ એક ભલા માણસ હતા.
- અમુક કહે છે કે તે એક મહાન ગુરુ હતા.
- અમુક તો તેમને ઈશ્વર માને છે અને તેમની ભક્તિ કરે છે.
- ઈલાહી કિતાબ બાઈબલ કહે છે:
- ‘અનંત જીવન એ છે કે તમે એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેમને ઈશ્વરે મોકલ્યા છે તેમને ઓળખો.’
- ‘મુંબઈ સમાચાર’ પત્રની ધર્મતેજ પૂર્તિના વ્હાલા શ્રદ્ધાળુ વાચકો! જો તમે ઈશ્વર હોવા અને ઈસુ વિશે શીખો, તો તમને સુંદર ધરતી પર શાશ્વત કાળ માટે જીવવાનો મોકો મળશે.
- આપણે ઈસુ વિશે પણ શીખવાની જરૂર શા માટે છે?
- કેમ કે ઈસુએ જ બતાવ્યું આપણે કઈ રીતે બધા સાથે હળી-મળીને રહી શકીએ.
- કઈ રીતે સત્યના માર્ગ પર ચાલી શકીએ. તેમણે આપણા માટે સૌથી સારો દાખલો બેસાડ્યો છે.
- ધરતી પર ઈસુનો જન્મ થયો એની સદીઓ પહેલાં બાઈબલે તેમના વિશે જણાવ્યું હતું.
- ‘મસીહ’ મૂળ હિબ્રૂ શબ્દ છે અને ‘ખ્રિસ્ત’ ગ્રીક શબ્દ છે. પણ બંનેનો અર્થ એક જ છે.
- અભિવ્યક્તિ એટલે કે યહોવાએ પસંદ કરેલી વ્યક્તિ. આ વ્યક્તિને ઈશ્વર ખાસ જવાબદારી અને ઊંચી પદવી આપવાના હતા.
- ઈસુનો જન્મ થયો એ પહેલાં, ઘણા લોકો એ વિચારતા હતા કે એ મસીહ; અભિષિકત વ્યક્તિ હતી કે નાઝારેથના ઈસુ જ મસીહ છે.
- સિમોન પિતર નામના એક શિષ્યે બધાની સામે ઈસુને કહ્યું,
- ‘તમે મસીહ છો!’
- શિષ્યો શા માટે એમ માનતા હતા?
- આપણે પણ કેવી રીતે એવી જ શ્રદ્ધા રાખી શકીએ કે ઈશ્વરે મોકલેલા મસીહ ઈસુ જ છે?
- ઈસુ ધરતી પર આવ્યા એ પહેલા, યહોવાએ પોતાના ભક્તોને મસીહ વિશે ઘણી વિગતો જણાવી હતી. એટલે ઈસુ ધરતી પર આવ્યા ત્યારે લોકો સહેલાઈથી તેમને ઓળખી શકયા.
ઉદાહરણ તરીકે બસ-સ્ટેન્ડ, રેલવે સ્ટેન્ડ કે એરપોર્ટ પર કોઈને લેવાનું છે. તમે એમને કદી જોયા નથી, પણ કોઈ તમને અમુક માહિતી આપે કે તે દેખાવે કેવા છે પછી જલદીથી તેમને ઓળખી કાઢશે. - એવી જ રીતે, ઈશ્વરે પોતાના પયગંબરો, સંદેશવાહકો દ્વારા બાઈબલમાં અનેક વિગતો જણાવી હતી.
- જેમ કે મસીહ પૃથ્વી પર આવશે ત્યારે તેમના જીવનમાં કેવા કેવા બનાવો બનશે. એ બનાવો પરથી, ઈશ્વર-ભક્તો આસાનીથી, સરળતા, સહેલાઈથી મસીહને ઓળખી કાઢી શકે.
- મસીહ વિશે અનેક વચનો સાચાં પડ્યાં હતાં. જેમાંના બે ઉદાહરણો જોઈએ:
- એક તો મસીહનો જન્મ ક્યાં થશે.
- ઈસુ પૃથ્વી પર આવ્યા એના લગભગ 700 વર્ષ પહેલાં બાઈબલે એ વિશે જણાવ્યું હતું. યહોવાએ મિખાહ નામના પયગંબર (ઈશ્વરના દૂત)ને કહ્યું કે, મસીહનો જન્મ યહુદાહ દેશના બેથલેહેમ ગામમાં થશે. ઈસુનો જન્મ બેથલેહેમમાં જ થયો.
- બીજું કે લોકો મસીહને ક્યારે સહેલાઈથી ઓળખી શકશે?
- ઈસુનો જન્મ થયો એની સદીઓ પહેલાં, યહોવાએ દાનિયલ 9:25માં જણાવ્યું હતું કે તેમને 29મી સાલમાં લોકો ઓળખશે. એ પણ સાચું પડ્યું!
- મસીહ હોવાના બીજા ઘણાં લક્ષણો ઈસુમાં જોવા મળ્યા.
- એ સાબિત કરે છે કે ઈસુ જ મસીહ, અભિષિક્ત વ્યક્તિ છે. જેમને ઈશ્વરે ખાસ કામ માટે પસંદ કર્યાં હતાં.
- બીજું ઉદાહરણ જોઈએ: ઈસવીસન 29માં એક વધારે સાબિતી મળી કે ઈસુ જ મસીહ છે.
- એ વરસના અંતમાં ઈસુ બાપ્તિસ્મ લેવા માટે યરદન નદીએ ગયા. એ વખતે યોહાન લોકોને બાપ્તિસ્મ આપતા હતા. આ બનાવ પહેલાં ઈશ્વરે યોહાનને વચન આપ્યું હતું કે તેમને મસીહની ઓળખ વિશે નિશાની આપશે. ઈસુ બાપ્તિસ્મ પામ્યા ત્યારે યોહાનને એ નિશાની જોવા મળી.
- એના વિશે બાઈબલ કહે છે કે,
- બાપ્તિસ્મ લઈને ઈસુ પાણીમાંથી બહાર આવ્યા.
- તરત જ આકાશ ખૂલી ગયું.
- ઈશ્વરના આશીર્વાદે કબૂતરની જેમ ઈસુ પર ઉતર્યો.
- પછી જન્નત, સ્વર્ગમાંથી વાણી થઈ કે, ‘આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું.’
- યોહાને પોતાની આંખે એ જોયું ને કાને સાંભળ્યું. તેમને પૂરી ખાતરી થઈ કે ઈશ્વર જ ઈસુને પૃથ્વી પર મોકલ્યા હતા. ઈશ્વરનો આશીર્વાદ ઈસુ પર ઊતરી આવ્યો ત્યારથી મસીહ કે ખ્રિસ્ત બન્યા. એટલે કે ઈશ્વરના પસંદ કરેલા રાજા બન્યા.
આપણ વાંચો: રૂપાંદેનું માલદેને ઉપદેશ અર્પતું ભજન



