ધર્મ વ્યક્તિથી પર હોઈ શકે?
ધર્મતેજ

ધર્મ વ્યક્તિથી પર હોઈ શકે?

આચમન – અનવર વલિયાણી

ધર્મતેજ પૂર્તિના વાચક બિરાદરો તમે કોઈપણ ધર્મનો અભ્યાસ કરો, દરેક ધર્મ વ્યક્તિનો મદદગાર જ હોય છે

  • ડર લાગે તો મદદ મેળવવા રામનું
    નામ લો,
  • ખુદાને યાદ કરો,
  • નવકાર મંત્ર ભણો,
  • એ માનસિક મદદ મળી જ કહેવાય.
  • જીવનમાં કયું કાર્ય યોગ્ય, કયું અયોગ્ય?
  • કયું કાર્ય કરવાની છૂટ, શાની પાબંદી?
  • એ બધું શીખવે ધર્મ.
  • એટલે જ ધર્મના નામ-સ્વરૂપ અલગ હોય
  • પરંતુ તાત્ત્વિક રીતે બે ધર્મ વચ્ચે કોઈ ભેદ ન હોય….
  • અને છતાં જ્યારે આપણે ચારેય તરફ ધર્મના નામે પક્ષાપક્ષી,
  • મતભેદ
  • સંઘર્ષ
  • લડાઈ, ટંટા, ફસાદ, રમખાણ, યુદ્ધ જોઈએ છીએ, ત્યારે આપણને આશ્ર્ચર્ય થાય છે કે આ ધર્મ હશે?
  • ના-એ ધર્મ નથી.
  • ધર્મ તો સમાધાનકારી છે,
  • ઈશ્ર્વરને પ્રાર્થના હોય કે
  • ખુદાની બંદગી…!
  • માનસિક શાંતિ મુખ્ય છે અને એ
    ધર્મ છે.
  • એટલે જ જેઓ સાચા જ્ઞાનીઓ છે તેઓ ધર્મના નામે વિવાદ કરવાની પાબંદી
    ફરમાવે છે.
  • પરંતુ માણસને અવકપાંસળીઓ અમસ્તો નથી કહેવાતો.
  • એ કુદરતી નિયમો અને ન્યાયની વિરુદ્ધ જ્યારે વર્તન કરે છે ત્યારે…
  • હાહાકાર સર્જાય છે,
  • ખાનાખરાબી થાય છે,
  • જાનહાનિ થાય છે,
  • તબાહી વરસે છે…
  • આ બધું જ શૈતાની વૃત્તિનું પરિણામ છે.

દરિયાના મોતી:

  • સુઘરી સરસ માળો બાંધે છે એ સાચું પણ એની ડિઝાઈનમાં ક્યારેય ફેરફાર થયો નથી.
  • મધમાખી મધ ભેગું કરે છે પણ એની રસમ તથા પ્રક્રિયામાં ક્યારેય ફેરફાર થયો નથી.
  • બિલાડી કે કૂતરાને ગમે તેટલી તાલીમ અપાય, પરંતુ એ નિયત સીમા બહારની તાલીમ પામી જ ન શકે.
  • જ્યારે માનવીનું એવું નથી.
  • ગુફા અને જાનવરની ખાલથી દેહનું રક્ષણ કરતાં કરતાં માણસ આજે સ્પેસયાનમાં મહિનાઓ ગાળતો થયો છે.
  • ધરતી તો ધરતી અવકાશમાં પણ વનસ્પતી ઉગાડવાનો પ્રયત્ન કરે છે.
  • કૂતરા-બિલાડાને પ્રાદેશિક સીમા,
  • ભાષાનું બંધન,
  • જીવનમાં સ્વરચતિ કાનૂનોનું પાલન કરવાનું હોતું નથી.
  • માણસને આ બધું કરવાનું હોય છે.
  • કારણ બીજા તમામ જીવો કરતાં માણસ પાસે એક ખાસ ચીજ છે અને તે બુદ્ધિ.
  • આ બુદ્ધિએ સર્જેલા
  • આદર્શો, ધ્યેયો,
  • શોધેલા સત્યો, સિદ્ધાંતો,
  • ઘડેલાં નિયમો, કાનૂનો,
  • વ્યક્ત કરેલા વિચારો, તત્ત્વો,
  • એ તમામને એક એવું નામ આપ્યું જેનું સૌ સમજી શકે અને આ નામ એટલે
  • ધર્મ.

પ્રેરણાસ્ત્રોત:

જ્યારે મહાન શક્તિઓનો દુરુપયોગ કરવામાં આવે છે, ત્યારે વિશ્ર્વમાં અશાંતિ ફેલાવી સ્વાભાવિક જ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button