જાણો… રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કેમ વધારી રહી છે Gold ની ખરીદી
નવી દિલ્હી : ડોલર વિરુદ્ધ ભારતીય રૂપિયાના થતાં સતત અવમૂલ્યનને લઇને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ચિંતામાં વધારો થયો છે. તેમજ રૂપિયાના અવમૂલ્યનને ઘટાડવા નવી રણનીતિ અપનાવી છે. જેમાં હવે આરબીઆઇએ નાણાકીય વર્ષ 2025 ના અંત સુધીમાં એક વર્ષમાં કુલ 50 ટન સોનું( Gold) ખરીદવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા તૈયારીઓ કરી છે. જેનો હેતુ વિદેશી મુદ્રા ભંડારમાં વધારો કરવાની સાથે સાથે ચલણની કિંમતોમાં બદલાવનું જોખમ ઘટાડવાનો છે. આ સિવાય અમેરિકી ડોલર સામે રૂપિયાની વોલેટિલિટીને પણ ઘટાડવી પડશે.
રૂપિયાના અવમૂલ્યનને રોકવાનું ઘણું સરળ બન્યું આથી રિઝર્વ બેંકે ઓક્ટોબર મહિનાથી સોનાની ખરીદીમાં વધારો કર્યો છે. આ સાથે ગોલ્ડ રિઝર્વ ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વના મહત્વના આધારસ્તંભ તરીકે ઊભું રહેશે વિદેશી મુદ્રા ભંડારના ભાગરૂપે સોનાનો ભંડાર સપ્ટેમ્બરના અંતમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો હતો. આનાથી અમેરિકી ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને રોકવાનું ઘણું સરળ બન્યું હતું.
ભારતનું 324.01 મેટ્રિક ટન સોનું બેંક ઓફ ઈંગ્લેન્ડમાં સલામત રિઝર્વ બેંકે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે 32.63 ટન સોનાની ખરીદી કરી છે. આ રીતે ભારતનું ગોલ્ડ રિઝર્વ માર્ચમાં 52.67 બિલિયન ડોલરથી વધીને 65.74 બિલિયન ડોલર થયું હતું. રિઝર્વ બેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતનું 324.01 મેટ્રિક ટન સોનું બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટની સલામત કસ્ટડીમાં રાખવામાં આવ્યું છે.
Also read: રિઝર્વ બેન્કે ધ કપોળ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું
વિદેશી મુદ્રા ભંડાર ખાલી થવાની સ્થિતિ એક બોધપાઠ ભારત માટે ગોલ્ડ રિઝર્વ કેટલું મહત્વનું છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે 1991માં ભારતે ડિફોલ્ટર ન બને અને તેની ક્રેડિટ બચાવવા માટે 87 ટન સોનું ગીરવે મૂકવું પડ્યું હતું. આ પછી જ ભારત ઈમરજન્સી માટે ફોરેન એક્સચેન્જ રિઝર્વ મેળવી શક્યું.જેથી આયાત માટે વિદેશી ચલણ ચૂકવી શકાય. 1991 ની ઘટના ભારત માટે વધુ પડતી આયાત અને ગગડતા રૂપિયાના કારણે વિદેશી મુદ્રા ભંડાર ખાલી થવાની સ્થિતિ એક બોધપાઠ છે. જેના લીધે રિઝર્વ બેંક ગોલ્ડ રિઝર્વને શક્ય તેટલું વધારવા પર ભાર આપી રહી છે.